- 'મારા પિતાની ફિલ્મ 'હકીકત' મને બહુ ગમી હતી એટલે જ મેં 'બોર્ડર' ફિલ્મ કરી. 'હકીકત' રિલીઝ થઈ ત્યારે હું સાવ નાનો હતો. પછી હું પોતે એક્ટર બન્યો ત્યારથી મનમાં મારા પિતા જેવી મૂવી બનાવવાની ઇચ્છા હતી.'
માણસ પાકટ વયે પહોંચ્યા પછી પણ પિતાની છત્રછાયાને ભૂલી નથી શકતો. ૬૮ વરસનો સની દેઉલ એનો જીવતોજાગતો દાખલો છે. હમણાં જેસલમેરમાં સીમાવર્તી તનોત એરિયામાં 'બોર્ડર-૨'ના ગીત 'ઘર કબ આઓગે'નું લોન્ચિંગ યોજાયું ત્યારે બીએસએફના જવાનો અને મીડિયાને સંબોધતા ફિલ્મના આ લીડ એક્ટરે કહ્યું, '૧૯૬૪માં આવેલી મારા પિતા ધર્મેન્દ્રની 'વોર' ફિલ્મ જોયા બાદ મને આ જોનર પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. મારા પિતાની ફિલ્મ 'હકીકત' મને બહુ ગમી હતી એટલે જ મેં 'બોર્ડર' ફિલ્મ કરી. 'હકીકત' રિલીઝ થઈ ત્યારે હું નાનો બાળક હતો. પછી હું પોતે એક્ટર બન્યો ત્યારથી મનમાં મારા પિતા જેવી મૂવી બનાવવાની ઇચ્છા હતી. મેં ડિરેક્ટર જે. પી. દત્તાને વાત કરી અને અમે ઐતિહાસિક લોન્ગેવાલા બેટલ પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.'
'બોર્ડર' ફિલ્મે ભારતના યુવાનો પર કેટલી અસર છોડી છે એની વાત કરતા સની વધુમાં કહે છે, 'હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને એવું કહેનારા લોકો મળે છે કે અમે તમારી 'બોર્ડર' જોયા બાદ આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.'
અનુરાગ સિંહ દિગ્દર્શિત આગામી 'બોર્ડર-૨'માં સની, વરુણ ધવન, દલજિત દોસાંજ અને અહાન શેટ્ટીની સાથોસાથ મોના સિંહે અભિનય કર્યો છે.


