Get The App

અભિનેત્રીઓના વિશેષ ટેટૂ .

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
અભિનેત્રીઓના વિશેષ ટેટૂ                                . 1 - image


- સેલિબ્રિટીઓ પોતાના શરીર પર ટેટૂ કોઇ ખાસ કારણસર ત્રોફાવતા હોય છે. તેમના ટેટૂ તેમના અંગત જીવનની  કશીક વાત કરતા હોય છે. આવા કેટલાક સિતારાઓના ટેટૂની વાત કરીએ... 

કંગના રનૌત

કંગના રનૌતે પોતાની ગરદન પર ટેટૂ દોરાવ્યું હતું. જેને તેણે થોડા સમય પછી અપગ્રેડ પણ કરાવ્યું હતું. તેના ટેટૂમાં એક પાંખ, એક ક્રાઉન અને એક તલવાર હતી. કંગનાએ જણાવ્યું હતું કે તેણે ગરદનના પાછળના ભાગમાં પહેલા બે પાંખ  ત્રોફાવી હતી, પરંતુ તેનો કોઇ મતલબ લાગ્યો નહીં. પછી તેણે એમાં એક ક્રાઉનનો ઉેમેરો કર્યો પરંતુ તે પણ તેને દમદાર ન લાગતાં તેણે તે ટેટૂને તલવારથી ચીરતો દોરાવ્યો હતો. 

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરે મોમ શ્રીદેવીની ડેથ એનિવર્સરી પર એક ટેટૂ બનાવ્યું હતું, જેના પર અંગ્રેજીમાં આઇ લવ યુ માય બાબુ... લખ્યું છે. વાસ્તવમાં આ શ્રીદેવીએ પોતાના હાથેથી  જાહ્નવી માટે એક કાગળ પર લખ્યું હતું જેનું જાહ્નવીએ ટેટૂ બનાવ્યું હતું.

રવીના ટંડન

રવીના ટંડને ટેટૂનો ઘણો શોખ છે તેને ચાર ટેટૂ ગુંદાવ્યા છે. જેમાંનું એક શ્વાન,બિલાડી જેવા ચાર પગા જાનવરોને સમર્પિત છે. આ ટેટૂમાં નાના-નાના પંજાઓના નિશાન જોવા મળે છે. જે તેના કાંડા પર છે. રવીના એનિમલ લવર છે તે તેના ટેટૂ પરથી પુરવાર થાય છે. તેણે ગરદન નીચે એક વીંછીનું ટેટૂ પણ ચિતરાવ્યું છે તેમજ પીઠ પર તેણે તેના સંતાનોના નામ કોતરાવ્યા છે.

દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણે તેના શરીર પર આરકે નામનું એટલે કે રણબીર કપૂરના નામનું ટેટૂ ત્રોફાવ્યુ ંહતું પરંતુ બ્રેકઅપ પછી તે દૂર થઇ ગયું હતું. 

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુના શરીર પર ત્રણ ટેટૂ છે. જેમાંના એક પર તેણે વાયએમસી અંગ્રેજીમાં દોરાવ્યું હતું. જે નાગા ચૈતન્ય સાથેની તેની પ્રથમ ફિલ્મ હતી અને આ જ સેટ પર તેમની લવ સ્ટોરી શરૂ થઇ હતી. કહેવાય છે કે, હવે સામંથાએ આ ટેટૂ દૂર કરી નાખ્યું છે. ઉપરાંત તેના શરીર પર  અંગ્રેજીમાં ચે નામનું પણ એક ટેટૂ છે જેનું કનેકશન નાગા ચૈતન્ય સાથે હતું ત્રીજું ટેટૂ એક તીરવાળું છે જે તેણે કાંડા પર ત્રોફાવ્યું હતું. જેનો મતલબ છે પોતાની ઓળખ પોતે જ બનાવો. 

ખુશી કપૂર

ખુશી કપૂરને ટેટૂનો શોખ છે. તેણે પોતાના શરીર પર ત્રણ જગ્યાએ ટેટૂ ત્રોફાવ્યા છે. એક ટેટૂમાં તે તેા પરિવારના સભ્યોની ડેટ ઓફ બર્થ રોમનમાં લખી છે. બીજી ટેટૂ તેના બેસ્ટ ફ્રેન્ડના નામનુ છે અને ત્રીજું ટેટૂ પર તેણે પોતાનો માર્ગ  સ્વંય બનાવો તેવું ચિત્રરાવ્યું છે.   

નુસરત ભરુચા

નુસરતના સાથળ પર એક મોટુ ટેટૂ છે. પરંતુ વાસ્તવમાં તે અધુરુ રહી ગયું છે. નુસરતે આ ટેટૂ સોનૂ કે ટૂટી કી ્સ્વીટીના શૂટિંગ દરમિયાન ્જ્યોર્જિયામાં ત્રોફાવ્યું હતું. જે ફીનિક્સ પક્ષીનું ટેટૂ છે. જેની પાંખો પર ફૂલ છે. જેનો મતલબ સાંતિ, ઉર્જાના પ્રતીક અને આઝાદી સાથે છે. નુસરતે જણાવ્યું હતું કે, તેણે ટેટૂ ગુંદાવવામાં ૬-૭  કલાક લાગ્યા હતા. આ દરમિયાન તેને સખત દરદ થતું હતું જેને તે સહન ન કરી શકતા તેણે ટેટૂ  અધુરુ મુકાવી દીધું હતું. 

સુષ્મિતા સેન

સુષ્મિતા સેને પોતાના શરીર પર ઘણા ટેટૂ ત્રોફાવ્યા છે. જેમાંનું એકનો અર્થ છે હું મારો રસ્તો પોતે શોધી લઇશ અથવા તો બનાવી લઇશ.  

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાએ પોતાના કોલર બોન પર એક સ્ટારનું ટેટૂ ગુંદાવ્યું છે. તેનું કહેવું છે કે, આ સ્ટાર તેને ગાઇડ કરે છે તે હંમેશા તેની સાથે રહેશે.  

રાશા થડાની

રાશા થડાનીએ પોતાની ગરદન પર પતંગિયાનું ટેટૂ ત્રોફાવ્યું છે. જે તેણે તેની માતા રવીને ડેડિકેટ કર્યું હતું. તેનું કહેવું છે આ ટેટૂ તેની માતાના પ્રેમ અને સપોર્ટને દર્શાવે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ ૨૦૧૩માં પિતાના નિધન પછી પિતાના અક્ષરોમાં લખેલ ડેડી ની નાનકડી દીકરી વાક્યને જમણા હાથના કાંડા પર બનાવ્યું હતું. 

Tags :