Get The App

ફિલ્મી પડદા પર ઉજાગર થયેલાં ભાઈ-બહેનનાં પ્રેમપ્રતીક જેવાં ગીતો

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ફિલ્મી પડદા પર ઉજાગર થયેલાં ભાઈ-બહેનનાં પ્રેમપ્રતીક જેવાં ગીતો 1 - image


એ ફિલ્મી રક્ષા બંધનની વાત કરીએ તો ૯૫ ટકા ગીતો લતા મંગેશકરે ગાયા છે. સૌથી મશહૂર છે. જુઓ... 

ન ભઈયા મેરે રાખી કે 

બંધન કો નિભાના

ભઈયા મેરે છોટી 

બહન કો ના ભૂલાના

શૈલેન્દ્રએ લખેલા આ ગીતમાં રક્ષા બંધનની ભાવના એટલી પ્રબળ છે કે વાત ન પૂછો. માની લ્યો કે કોઈ લાચાર, અજાણ છોકરી કોઈ ચોર લૂંટારાને એકવાર ભાઈનું સંબંધોનું કરે તો એની જવાબદારી પેલી છોકરી પ્રત્યે બેહદ વધી જાય છે. જો કોઈ ધર્મની બહેન ભાઈને રાખડી બાંધવા બોલાવે તો ગમે તે શરતે ગમે તેવા પહેરાં છતાં એ અચૂક આવે. પછી ગમે તે ધર્મનો હ ોય કે જેલના સળિયા પાછળ હોય! આનંદ બક્ષીએ કચ્ચે ધાગેમાં રાખડીની મહત્તા ગાઈ છે.

ન ચંદા મેરે ભઈયા સે કહના

બહના યાદ કરે

અને  રાજકુમારને બહેનની યાદ પરેશાન કરે છે. આ જ ગીત માટે સંગીતકાર ખય્યામ કહે છે : 'સાહિરે લખેલું આ દર્દભર્યું ગીત ગાયા પછી લતા કેટલીકવાર સૂધી ચૂપચાપ હતી અને સ્ટુડિયોમાંથી બહાર જતી વખતે તેની આંખો ભીંજાઈ ગઈ હતી.'

અનજાનામાં નાઝિમા  ભાઈ  રાજેન્દ્રકુમારને રાખડી બાંધતા ગાય છે

ન હમ બહનોં કે લિયે મેરે ભઈયા

આતા હૈ ઈક દિન સાલમેં

ચલે આના વહાં હર હાલમેં...

સુમન કલ્યાણપુરે ગાયેલા  પોતાના આ ગીત વિષે આનંદ બક્ષી કહે છે : ''રાખડી ખૂબ જ પવિત્ર તહેવાર છે અને ભાઈ બહેન બંનેને કર્તવ્યની જાણ કરાવે  છે. સૌથી દિલચસ્પ વાત તો એ છે કે આ મોકા પર લખેલાં ગીતો મારી સમજ પ્રમાણે બીજા કોઈપણ મોકા માટે લખેલાં ગીતો કરતાં વધુ મધુર બની શકે છે. આજે અંગ્રેજી સંસ્કૃતિએ અમને એટલા નકામા બનાવી દીધા છે કે આપણે મૂલ્યો અને સંસ્કૃતિ ભૂલવા માંડયા છીએ.'

કચ્ચે ધાગે અને છોટી બહેન સિવાય પ્યારી બહના, રેશમ કી ડોરી, રાખી ઔર હથકડી કે રાખી ફિલ્મો મહત્ત્વની ગણાય.

રાખીમાં રાજેન્દ્ર કૃષ્ણએ લખેલું...

ન બંધા હુઆ ઈક ઈક ધાગે મેં

ભાઈ બહન કા પ્યાર

રાખી ધાગોં કા ત્યોહાર...

આ મધુર ગીતમાં સંગીતકાર રવિએ જાણે પ્રાણ ફૂંકી દીધેલાં. એવી જ રીતે અનપઢમાં રાજા મહેંદી અલી ખાનાં ગીતમાં મદનમોહને કમાલ કરેલી.

ન રંગબિરંગી રાખી લે કે આઈ 

બહના રાખી બંધવા લે મેરે વીર...

રક્ષા બંધનની વાત થતી હોય ત્યારે સાહિલ અને રવિના કાજલનું ગીત પણ યાદ આવે છે.

ન મેરે ભઈયા, મેરે ચંદા મેર અનમોલ રતન તેરે બદલે મેં જમાને કી કોેઈ ચીજ ન લું....

દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત મઝરૂહ સુલ્તનપુરી લાગી નહિ છૂટે રામામાં રાખી ગીતને યાદ કરતાં ફરમાવે છે, 'એવું ન માનવું હું મુસ્લિમ છું તેથી મને રાખડીની પવિત્રતાનું મૂલ્ય ખબર નથી. પરંતુ હું તો એને મારા ઘરનો તહેવાર ગણું છું જો એવું ન હોત તો હું આ પંક્તિઓ લખી શક્યો હોત?

ન રખિયા - બન્ધાલ ભઈયા સાવન આઈલ જીઓ તૂ લાખ બરિસ હા

આજે મનોજકુમાર બેઈમાન ફિલ્મના રાખી ગીત માટે કહે છે : ''આપણે રોજ બરોજ પૂર્વના કલ્ચરથી વિખૂટા પડીને પશ્ચિમ તરફ વળી રહ્યો છે. એવે વખતે રાખીનો તહેવાર  કેવો વળાંક લેશે એ કહેવું મુશ્કેલ છે.

બેઈમાનનું ગીત આવું છે -

ન યે રાખી બંધન હૈ ઐસા

જૈસે ચંદા ઔર કિરણ કા

જૈસે બદરી ઔર પવન કા

જૈસે ધરતી ઔર ગગન કા

યે રાખી...

રેશમ કી ડોરીમાં ઈન્દીવરે જે ટાયટલ સોંગ  લખેલું એ આવું હતું

ન બહના ને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર  બાંધા હૈ... રેશમ કી ડોરી સે સંસાર બાંધા .....

પ્યારી બહનામાં રાખડીના તહેવારની સાર્થકતા ઈન્દીવરે આવી રીતે સિદ્ધ કરી છે.

ન રાખી કે દિન વાદા કર લો, વાદા નિભાઓગે અપની પ્યારી બહના કી લાજ બચાઓગે

ભાઈ પણ ઉત્સાહિત થઈને ગીત ગાય છે જેમ અમિતાભ બચ્ચન મજબૂરમાં ગાય છે.

ન દેખ સકતા હૂં મેં કુછ ભી  હોતે હુએ નહીં મેં નહીં દેખ સકતા તુઝે રોતે હુએ...

અને અદાલતમાં-

ન બહના ઓ બહના તેરી ડોલી મૈં સજાઉંગા, તેરી જાયેગી બારાત હોગી આંખો મેં બરસાત હંસ હંસ કે દુ:ખડા બિદાઈ કા છુપાઉંગા

એવી જ રીતે દેવ આનંદે પણ હરે રામ હરે કૃષ્ણમાં ગાયું છે

ન ફૂલોં કા તારોંકા સબકા કહના હૈ... એક હજારોં મેં મેરી બહના હૈ...

જેવા આ થોેડા ગીતો રાખી ગીતો તો નથી પરંતુ એમાં એક નાનકડું દ્રશ્ય એવું તો હોય જ છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધે છે. અને ભાઈ બહેનને રક્ષણના આશીર્વાદ આપે છે.

Tags :