Get The App

અબ તેરા ક્યા હોગા, રણવીર સિંહ? .

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
અબ તેરા ક્યા હોગા, રણવીર સિંહ?                                   . 1 - image

- ઉપરાઉપરી નિષ્ફળ ફિલ્મો આપનાર રણવીરે 'ધુરંધર' પર મોટો મદાર બાંધ્યો છે. એ જ રીતે બોલિવુડને પણ આ ફિલ્મ પાસેથી મોટી આશા છે.  

ડિસેમ્બર મહિનો એકલા રણવીર સિંહ નહિ, પણ આખા બોલિવુડ માટે મહત્ત્વનો બની રહેવાનો છે. એટલા માટે કે રણવીરને લીડ રોલમાં ચમકાવતી મહત્વાકાંક્ષી મૂવી 'ધુરંધર' ગઈ કાલે એટલે કે પાંચમી રિલીઝ થઈ. ઉપરાઉપરી નિષ્ફળ ફિલ્મો આપનાર રણવીરે આ ફિલ્મ પર મોટો મદાર બાંધ્યો છે. એ જ રીતે બોલિવુડને પણ 'ધુરંધર' પાસેથી મોટી આશા છે. ખાસ તો એટલા માટે કે ફિલ્મમાં રણવીર અને સારા અર્જુનની નવી જોડી ઉપરાંત અર્જુન રામપાલ, આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને રાકેશ બેદી જેવા વર્સેટાઈલ એકટર્સ છે. ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફેમ ફિલ્મમેકર આદિત્ય ધરે ડિરેક્ટ કરી છે.  

'ધુરંધર' ફિલ્મ સારી બની છે કે નહીં તેની તમને આજે જાણ થઈ જવાની છે, બાકી ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તો આખી સંપૂર્ણ સ્ટારકાસ્ટ ફુલ ફોર્મમાં હતી. ફિલ્મ એક સ્પાય એક્શન થ્રિલર છે જેમાં રણવીર રાના એજન્ટના રોલમાં છે. એણે ભપકાદાર ઈવેન્ટનો માહોલ બનાવવા સૌપ્રથમ માઈક પોતાના હાથમાં લઈ કહ્યું હતું, 'અમે એક ઈન્ટરનેશનલ લેવલની ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો છે. અમે 'ધુરંધર' મારફત ભારતીય સિનેમાને વર્લ્ડ લેવલ પર લઈ જવા ધારીએ છીએ. આ એક વિશાળ ફલક પર બનેલી મૂવી છે જિસે દેખકર આપકે હોશ ઉડ જાયેંગે.' આટલેથી ન અટકતા ૪૦ વરસના એક્ટરે પોતાનાથી અડધી ઉંમરની ફિલ્મની હીરોઈન સારા અર્જુનનો પરિચય આપતાં કહેલું, 'સારાની આ ડેબ્યુ ફિલ્મ છે, પણ 'ધુરંધર'માં એનું પરફોર્મન્સ જોઈને તમને એવું લાગશે કે એ ૫૦ ફિલ્મો કરી ચુકી છે. એક વ્યક્તિ તરીકે અને એક્ટર તરીકે એનામાં ગજબની મેચ્યોરિટી જોવા મળે છે.' અહીં નોંધવું ઘટે કે સારા, આમિર ખાનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'માં ચમકેલા એક્ટર રાજ અર્જુનની પુત્રી છે. દોઢ વરસની માસુમ વયે જ કેમેરા સામે આવવા ટેવાયેલી સારા બાળપણમાં ૧૦૦થી વધુ એડ ફિલ્મો કરી ચુકી છે. 

આદિત્ય ધરે લીડ રોલ માટે ૧૩૦૦ યુવતીઓનું ઓડિશન લીધા બાદ સારા પર પસંદગી ઉતારી હતી. એ બદલ સારાએ ફિલ્મમેકરનો આભાર માનવાની ઔપચારિકતા ટ્રેલર લોન્ચ દરમિયાન કરી લીધી.

ઈવેન્ટમાં સૌથી સારી સ્પીચ અર્જુન રામપાલે આપી હતી, જે ફિલ્મમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક ક્રૂર મેજરની ભૂમિકામાં છે. જ્યારે માધવને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો રોલ કર્યો છે. રામપાલે ફિલ્મના મેકિંગ દરમિયાન માધવન સાથેનો એક પ્રસંગ વાગોળતા કહ્યું, 'બેંગકોકમાં 'ધુરંધર'ના શૂટના પહેલા દિવસે વરસાદ વરસી રહ્યો હતો. માધવન વરસતા વરસાદમાં એક સીન ભજવી રહ્યા હતા. હું ત્યારે એમને ઓળખી નહોતો શક્યો. એમને પરફોર્મ કરતા જોઈ મને મનમાં વિચાર આવ્યો કે કૌન હૈ યે એક્ટર! કમાલ કા એક્ટર હૈ. બડી આસાની સે ડાયલોગ બોલે જા રહા હૈ...'

અર્જુન રામપાલના જણાવવા મુજબ એણે ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે જ અણસાર આવી ગયો હતો કે આ એક મોટા કેન્વાસમાં આકાર લેનારી મહત્વાકાંક્ષી મૂવી છે. 'આદિત્યને હમેં ફિલ્મ મેં ઈતના બદસૂરત બતાયા હૈ કિ લોગ હમે પહેચાન નહીં પાયેંગે. શાયદ હમેં બદસૂરત દિખા કે આદિત્ય સેટ પર ખુદ સબસે હેન્ડસમ દિખના ચાહતે થે!'

માધવને ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ બહુ રસપ્રદ શૈલીમાં કહ્યો, 'મને યાદ છે કે હું એક બીજો પ્રોજેક્ટ શૂટ કરી રહ્યો હતો ત્યારે આદિત્ય એક દિવસ મને સ્ક્રીપ્ટ સંભળાવવા આવ્યા હતા. સ્ક્રીપ્ટના નેરેશન પરથી મને ખ્યાલ આવ્યો કે એમણે કેટલું બધુ રિસર્ચ કર્યું છે. યે સબ સે ઐતિહાસિક ફિલ્મ બનનેવાલી હૈ. મારો લુક ટેસ્ટ ચાલતો હતો ત્યારે પરફેક્ટ લુકમાં આવતા ૩-૪ કલાક લાગ્યા. ફિર મૈં અપને આપકો મિરર મેં દેખ રહા થા તો લગા કિ કુછ મિસિંગ હૈ. ત્યારે આદિત્યએ મને આવીને કહ્યું, મેડી, અપને હોંઠ પતલે કરો. તો મૈંને પુરી ફિલ્મ હોંઠ પતલે કરકે હી કી હૈ. મારા માટે આ ફિલ્મ કરવી એક ગૌરવ બની રહી.'