- 'થોડા મહિના પછી આન્દ્રેએ મારી ફિલ્મ દ્રશ્યમ જોઈ. એને મનમાં એવો પ્રશ્ન થયો કે ફિલ્મમાં મારું જે પાત્ર છે એવી જ હું રિયલ લાઈફમાં તો નહિ હોઉં ને! ખેર, પછી અમે એકબીજાના પ્રેમમાં પડયાં અને...'
અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ' થી બોલીવૂડમાં વધુ જાણીતી થયેલી અભિનેત્રી શ્રિયા સરન હમણાં પોતાની તેલુગુ ફિલ્મ 'મિરાય' ને કારણે ચર્ચામાં છે. કાર્તિક ગટ્ટમેનીએ ડિરેક્ટ કરેલી આ માયથલોજી અને સાયંન્સના મિશ્રણ સમી મૂવીમાં 'હનુ-માન' ફેમ તેજા સજ્જા, મંચૂ મનોજ અને રિતિકા નાયક મુખ્ય ભૂમિકામાં છે. મિરાય તેલુગુમાં રિલીઝ થઈ ચૂકી છે. અને સમીક્ષકો એ શ્રિયની રોલને ફિલ્મનો પ્રામ ગણાવ્યો છે.
મિરાય હિન્દીમાં પણ આવી રહી હોવાથી શ્રિયા ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ સાથે એનું પ્રમોશન કરવપા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો' માં પહોંચી હતી. સૌ જાણે છે એમ પ્રિયા આન્દ્રે કોશ્ચીવ નામના એક રશિયન ટેનીસ પ્લેયરને પરણી છે. શ્રિયા અને આન્દ્રે પાપારાઝીઓનું ફેવરીટ કપલ છે. એટલા માટે કે તેઓ સોશ્યલ મિડીયા પર અથવા જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં કોઈ છોછ નથી રાખતા. અમુક વાર તો તેઓ પાપારાઝીઓ માટે એકબીજાને કિસ પણ કરી ચુક્યા છે.
એ પરંપરા જાળવી રાખી શ્રિયા સરને કપિલ શર્માના શોમાં પણ પોતાની આન્દ્રે સાથેની લવ-સ્ટોરી શેયર કરી. સ્કૂબા ડાઈવિંગની શોખીન એક્ટરે માલદીવ્સની એક મહિનો વહેલી ફ્લાઈટ બુકકરી અને એની આ ભૂલને કારણે એનો આન્દ્રે સાથે પહેલો મેળાપ થયો. 'મારી સ્કૂબા ડાઇવિંગ ટ્રિપ હકીકતમાં એપ્રિલમાં હતી અને હું માર્ચમાં જ માલદીવ્સ પહોંચી ગઈ. ત્યાં પહોંચ્યા બાદ મને બત્તી થઈ કે આ તો મારાથી મોટી ભૂલ થઈ ગઈ. માલદીવ્સમાં હું સાવ એકલી હતી અને પહેલી સાંજે જ મને જાણવા મળ્યું કે એક બ્યુટિફૂલ યાટ સાઉથ માલદિવ્સ જવાનો છે. એમાં સ્કૂબા ડાઈવિંગની બોટ હતી એટલે હું પહોંચી ગઈ. યૉટમાંથી સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. હું યૉટની ડેક પર ઊભી ઊભી ગભરાતી હતી કારણ કે સાવ એકલી હતી અને હું કોઈને ઓળખતી નહોતી.
થોડીવારે મેં પાછું વળીને જોયું તો આન્દ્રે મારી પાછળ જ ઊભો હતો. અમારી એ પહેલી આકસ્મિક મુલાકાત હતી. એમ એક્ટ્રેસ પોતાની પ્રેમકથાનું પહેલું પ્રકરણ વાગોળતા કહે છે.
શ્રિયાના જણાવવા મુજબ આન્દ્રે અને એ એકબીજા માટે સાવ અજાણ્યા હતા. એકબીજા વિશે કશું જાણતા નહોતા. પરંતુ એમની વચ્ચે એક પ્રકારનું સરસ કુદરતી કનેક્શન હતું, જે કામ કરી ગયું. બંનેસાથે ડાઈવિંગ માટે જતા વાતો કરતા અને પછી એની ફળ શ્રુતિરૂપે ડેટિંગ કરતા પણ થયા 'થોડા મહિના પછી આન્દ્રેએ મારી ફિલ્મ દ્રશ્યમ જોઈ અને એ થોડો બી ગયો. એને મનમાં એવો પ્રશ્ન થયો કે ફિલ્મમાં મારું જે પાત્ર છે એવી જ હું રિયલ લાઈફમાં તો નહિ હોઉઁ ને! ખેર, આ બધા પછી અમે એકબીજાના પ્રેમમાં પડયાં.' એમ સરને પોતાની સ્ટોરી પુરી કરતાં કહે છે.
સ્ટોરી સાંભળ્યા બાદ કપિલે શ્રિયાને પૂછ્યું કે શું તમે રશિયન ભાષા શીખ્યા છો? જવાબમાં એક્ટરે થોડી રમૂજ કરી કે મેે પહેલા તો રશિયન ભાષાના તમામ ગંદા શબ્દો જાણી લીધા પણ હવે હું મારી દીકરી રાધા સરન કોશ્ચીવ પાસેથી વ્યવસ્થિત રીતે રશિયન શીખી રહી છું. 'પરંતુ આન્દ્રે હિન્દી બહુ સારી રીતે સમજે છે. સદ્નસીબે એ ઈન્ડિયા આવ્યો અને એને ઈન્ડિયન કોમેડી શોઝ બહુ ગમે છે,' એમ કહી શ્રીયાએ કોમેડી શોમાં થોડુ ંપીઆર કરી લીધું.


