- 'સાઉથમાં પેઈડ પીઆર જેવું કંઈ નથી. તમે ફિલ્મ સાઈન કરો એટલે બધાને એની જાણ થઈ જાય. મેં લોકોને મળ્યા વિના માત્ર ફોન પર ફિલ્મો સાઈન કરી છે.'
અભિનેત્રી શ્રધ્ધા દાસ આજકાલ વેબ શો 'સર્ચ: નયના મર્ડર કેસ' ને કારણએ ન્યુસમાં છે. સિરીજને સારો રિસ્પોન્સ મળ્યા બાદ એક ઈવેન્ટમાં શ્રધ્ધાએ મિડીયાની વિનંતીથી એમની સાથે તોડી ગપસપ કરી. મર્ડર મિસ્ટ્રીનું કથાનક ધરાવતી આ સિરીઝ કરવા પાછળનું કારણ આપતા શ્રધ્ધા કહે છે, 'શોના ડિરેક્ટર રોહન સિપ્પીના કામની હું પ્રશંસક રહી છું. બીજું, સિરીઝની સ્ક્રીપ્ટ અને એમાં મારું કેરેક્ટર બંનેઈન્ટરેસ્ટિંગ સ્વીકાર્યો. અને ેક બીજી સૌથી મહત્ત્વની વાત એ કે કોંકણા સેને શર્મા જેવી વર્સેટાઈલ સાથે કામ કરવાની લાલચ કોણ રોકી શકે? મેં તો એટલે તરત જ હા પાડી દીધી હતી.
પોતાની ફિલ્મી જર્ની વિશે વાત કરતા દાસ કહે છે, 'તમે સૌ જાણો છો એમ મારું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહોતું અને મને કોઈ પ્રોડયુસરે લોન્ચ પણ નથી કરી. છતાં હું આટલી મજલ કાપી શકું છું. એનો મને ગર્વ છે. હું જુદી જુદી ભાષામાં નાના નાના રોલ કરીને આ મુકામ પર પહોંચી છું. તમે કદાચ નહિ માનો પણ મારેતો સિંગર બનવું હતું અને મેં મ્યુઝિક આલ્બમ બહાર પાડવાની તૈયારી પણ કરી લીધી હ તી ત્યારે કોઈકે મારો ફોટો જોઈને મને એક્ટ્રેસ તરીકે સાઈન કરી લીધી. કમનસીબે એ ફિલ્મ કદી બની નહિ અને ગોપીચંદ સાથેની એક તેલુગુ ફિલ્મ કરીને હું પોપ્યુલર થઈ. ત્યાર પછી મને ક્યારેય કામની કમી નથી વર્તાઈ.
મોટાભાગે સાઉથમાં જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરવાને કારણે શ્રધ્ધા દાસ અનાયાસે જ દક્ષિણની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવુડ વચ્ચે સરખાંમણી કરી બેસે છે, 'સાઉથમા રોલની લંબાઈ જોયા વિના લોકો તમારું પર્ફોર્મન્સ જોઈનેતમને પ્રેમ આપે છે. સાઉથના લોકો સ્ટાર્સ સાથે તુરત એક નાતો બાંધી લે છે. તમે એકાદ બે ફિલ્મો કરી હોય તો પણ તઓ માઈલો લાંબો પ્રવાસ ખેડી તમારી ફિલ્મ જોવા આવે. આવી વફાદારી ભાગ્યે જ જોવા મળે. સાઉથ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચેનો બીજો મોટો તફાવત છે - પીઆર (પબ્લિક રિલેશન)નું તંત્ર. સાઉથમાં પેઈડ પીઆર જેવું કંઈ નથી. તમે એકવાર ફિલ્મ સાઈન કરો એટલે બધાને એની જાણ થઈ જાય. મેં લોકોને મળ્યા વિના માત્ર ફોન પર ફિલ્મો સાઈન કરી છે. ત્યાં ઝડપથી કામ થાય છે જ્યારે બોલિવુડમાં બધુ મંથર ગતિએ ચાલે છે.


