- 'મેં શો છોડયો ત્યાર પછી મારા વિશે ઘણી ગેરસમજ પ્રવર્તતી હતી. મને મનોમન એમ લાગતું હતું કે હજી પણ સેટ પર હાજર લોકોના મનમાં મારા વિશે કડવાશ હશે તો?'
વર્ષ ૨૦૧૬માં લોકપ્રિયતાના શિખરે રહેલી અભિનેત્રી શિલ્પા શિંદેએ 'ભાભીજી ઘર પર હૈ' ને અલવિદા કરી દીધી (કે પછી તેને શોમાંથી હાંકી કાઢવામાં આવી) ત્યાર પછી તેણે તેના તકિયા કલામ જેવા લાઈનર 'સહી પકડે હૈ' ની જેમ ફરીથી આ શોનો હાથ ઝાલી લીધો છે. તાજેતરમાં 'ભાભીજી ઘર પર હૈ' ૨.૦ માં 'અંગુરી ભાભી' તરીકે પરત ફરેલી શિલ્પાને આ શોે જ દર્શકોના દિલમાં અનોખું સ્થાન આપ્યું હતું. વર્ષ ૨૦૧૬ પછી નવ વર્ષ સુધી શિલ્પાનું સ્થાન શુભાંગી અત્રેએ લીધું હતું. અને હવે શિલ્પા તેના મૂળ સ્થાને ફરીથી ગોઠવાઈ ગઈ છે.
અદાકારા કહે છે કે તેણે ક્યારેય એવી અપેક્ષા નહોતી રાખી કે તે આ લોકપ્રિય કોમેડી શોમાં પરત ફરશે. જોકે શિલ્પા ભલે કંઈ પણ કહે,'ભાભીજી....' માં તેની વાપસીએ ૨૦૧૬ના વિવાદની યાદ તાજી કરાવી દીધી છે. શિલ્પાએ નિર્માતા સંજય પર જાતીય સતામણીનો આરોપ મૂકીને એફઆરઆઈ નોંધાવી હતી. જ્યારે નિર્માણગૃહે જણાવ્યુ ંહતું કે શિલ્પો અચાનક શો છોડી દેતાં તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. આ વાત સાંભરતા જ લોકો શિલ્પાના શોમાં પાછા ફરવાના નિર્ણય સામે પ્રશ્નો ખડાં કરે તે સહજ છે. જો કે શિલ્પા પાણી પહેલા પાળ બાંધતી હોય તેમ કહે છે કે તે વખતે ચેનલ તરફથી ત્રીજી જ વ્યક્તિ સમગ્ર મામલામાં સામેલ થઈ હતી જેને પગલે ખોટી વાતો વહેતી થઈ અને તેને સાચી માની લેવામાં આવી. મને એક જણા ેેવા કરારમાં બાંધીને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે હું અન્યત્ર કોઈકામ ન કરી શકું. વર્ષોના પરિશ્રમ પછી ઘડાયેલી કારકિર્દી પછી જો તમારા ચરિત્ર સામે આંગળી ચીંધવામાં આવે તો તમે તે શી રીતે સહન કરો?
જ્યારે કોઈ વાતમાં બે જણ સામેલ હોય અને તેમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય તો બાજી બગડે જ. આ વાતમાં સામેલ થયેલા લોકો સારી પેઠે જાણે છે કે ચોક્કસ શું થયું હતું અન ેકોણે શું કર્યું હતું, અને આટઆટલું થયા પછી હું આ શો સાથે ફરીથી જોડાઈ છું તેના કરતાં મોટી વાત બીજી કઈ હોઈ શકે? અને જો અગાઉ જેટલા જ માનસન્માન સાથે મને શોમાં આવકારવામાં આવતી હોય તો તેમને પણ ખબર પડવી જોઈએ કે હું ખરાબ નહોતી. મારા વિના પણ શો તો ચાલી જ રહ્યો હતો.
નવ નવ વર્ષ પછી શિલ્પા શોના સેટ પર પરત રી ત્યારે થોડી ખચકાઈ પણ હતી. તે કહે છે કે મેં શો છોડયો ત્યા પછી પણ મારા વિશે ઘણી ગેરસમજ પ્રવર્તતી હતી. તેથી આટલા વર્ષે સેટ પરત ફરતાં મારા પગ ભારે થતાં હતાં. મને મનોમન એમ લાગતું હતું કે હજી પણ સેટ પર હાજર લોકોના મનમાં મારા વિશે કડવાશ હશે તો? પરંતુ સેટ પરના બધા લોકો મને મારા રૂમમાં મળવા આવ્યાં અને ઉષ્માપૂર્વક મારું સ્વાગત કર્યું.
જો કે, લગભગ એક દશકના અંતરાલ પછી ફરીથી 'ંઅંગુરી ભાભી' તરીકે સેટ પર પાછા જવાનું સહેલું નહોતું. જો મારા આ કિરદારના અભિનયમાં રતીભાર ફેર પડે તોય દર્શકો તે ચલાવી ન લે. એટલે હું એ બાબતે સાવધાન હતી કે 'અંગુરી ' માંક્યાંક 'શિલ્પા' ન પ્રવેશી જાય. દર્શકો મને નવ વર્ષપહેલાની 'અંગુરી' જેવી જ જુએ એ બાબતે હું અત્યંત સભાન હતી.


