- 'સ્ત્રી-અવાજની અને સ્ત્રીએ ગાયેલાં ગીતોની સંખ્યા ઓછી જ હોય છે. અરે, ઘણીવાર મહિલા ગાયિકાઓને એવું પણ કહેવામાં આવતું કે તારે આખું ગીત ગાવાની જરૂર નથી. બસ, આ એકાદ-બે લીટી ગીત ગાઈ લે...'
- 'આપણું જીવન ઘણીવાર એક રિપોર્ટ-કાર્ડ જેવું બની જાય છે. તમને ફક્ત હાઈલાઈટ્સ, હિટ્સ, હાઈ-પોઈન્ટ જ જોવા મળે છે, પણ હું તેનાથી વિચલિત થતી નથી...'
- હરિહરનના આગ્રહથી શિલ્પાએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું અને તેના જીવનમાં ઉન્નતિનો પ્રારંભ થયો.
લોકપ્રિય ગાયિકા શિલ્પા રાવનો જન્મ જમસેદપુરમાં એક તમિળ પરિવારમાં થયો. જો કે તેનું વતન તો આંધ્ર પ્રદેશનું વિજયનગરમ્ હતું. તેને બાળપણથી જ ગીતો ગાવાનો અને સંગીતનો અનેરો શોખ. તેનું સાચું નામ અપેક્ષા રાવ હતું, પણ શિલ્પા શબ્દ કળા સાથે સંકળાયેલો હોવાથી તેને શિલ્પા નામ બહુ ગમતું અને તેણે તેનું નામ શિલ્પા રાખી દીધું. જો કે એના જીવનમાં સૌથી મોટું પરિવર્તન તો ત્યારે આવ્યું જ્યારે તે હરિહરન્ને મળી. માત્ર ૧૩ વર્ષની વય હતી. હરિહરનના આગ્રહથી શિલ્પાએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું અને તેના જીવનમાં ઉન્નતિનો પ્રારંભ થયો.
એ પણ સાચું કે શિલ્પા રાવના પિતા એસ. વેંકટ રાવ પણ સંગીતમાં ડિગ્રી ધરાવતા હતા અને સંગીત પ્રત્યે રૂચિ કેળવવામાં તેમણે શિલ્પાને ઘણો સાથ અને સહકાર આપ્યો. 'છલિયા...' અને 'બેશરમ્ રંગ...'થી માંડીને 'કાવાલા...' અને 'તેરે હવાલે...' જેવા ગીતો ગાઈ અપાર લોકપ્રિયતા મેળવનારી શિલ્પાએ વિભિન્ન શૈલીઓમાં ગીતો રજૂ કરી પ્લેલિસ્ટ પર રાજ કર્યું છે. અહીં તેણે મેળવેલા ગ્લેમર પાછળના રહસ્યો, ઉદ્યોગમાં લિંગ ભેદભાવ અને સફળતાનો તેના મન શું મૂલ્ય છે એની નિખાલસ વાતો કરી છે, જેની રસપ્રદ માહિતી અહીં પ્રસ્તુત છે.
લોકો તને એવોર્ડ જીતતા અને હીટ ગીતો ગાતા જુએ છે ત્યારે તેઓ તારી મૂંઝવણ અને મુશ્કેલીને અવગણે છે. આવી પરિસ્થિતિમાં કઈ બાબત તારી ધ્યાન બહાર રહી જાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા શિલ્પા થોડું વિચારે છે અને કહે છે, 'સાચું કહું તો આપણું જીવન ઘણીવાર એક રિપોર્ટ-કાર્ડ જેવું બની જાય છે. તમને ફક્ત હાઈલાઈટ્સ, હિટ્સ, હાઈ-પોઈન્ટ જ જોવા મળે છે, પણ હું તેનાથી વિચલિત થતી નથી, પરંતુ ઉદાહરણ તરીકે, એક સમયે હું એવોર્ડ સમારંભમાં હાજરી આપી રહી હતી - માન્યતા મેળવી રહી હતી અને પછી સીધી સ્ટુડિયોમાં વધુ ગીતો રેકોર્ડ કરવા માટે પાછી જઈ રહી હતી. આટલું કર્યા છતાં મારા આઠ જેટલા ગીતો સફળ થયા નહીં. આટલું જ નહીં, ૨૦૨૫માં પણ મેં જે બે ગીતો પર કામ કર્યું હતું તે લોકપ્રિય થયા નહીં. લોકો માત્ર તે જ ગીતને જુએ છે જે સારું પ્રદર્શન કરે છે અને આર્ટમાં ટોચ પર રહે છે. બેશક, આ આશ્ચર્યજનક છે, પ રંતુ પડદા પાચળ ઘણું બધું બને છે. જો કે ૨૦૦૫ થી હું જે રીતે અત્યંત લોકપ્રિય બની તે માટે જવાબદાર તો મેં સ્ટુડિયોમાં વિતાવેલો સમય જ છે. આ સમયે મારી સાચી લોકપ્રિયતા મળી. આવું બને છે ત્યારે તમને ગીત માટે યોગ્ય ઝોન મળે છે અને તે ક્લિક કરે છે - ગતિ આપે છે. આ જ તો મારા માટે ખરેખર સફળતા છે. આ બાબત જ મને સંગીત ભણી ખેંચે છે અને જ્યાં સુધી મને તે કરવાની તક મળે છે, ત્યાં સુધી હું દરરોજ ચાલુ રાખીસ, ભલે ગમે તે હોય.'
એવું તો પ્રસંગોચિત કહેવામાં આવે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રી-અવાજને સમાન સ્પેસ-સ્થાન નથી આપવામાં આવતું. શું તારો પણ લિંગ-ભેદભાવનો કે અન્ય કોઈ પ્રકારના દબાણનો સામનો કરવો પડયો છે ખરો? આ પ્રશ્નના ઉત્તરમાં શિલ્પા રાવ કહે છે, 'વર્ષો થઈ ગયા જ્યારે સ્ત્રી-અવાજને અને સ્ત્રીએ ગાયેલા ગીતોની સંખ્યા ઓછી જ હોય છે. અરે, ઘણીવાર સ્ત્રીઓને એવું પણ કહેવામાં આવતું કે જ્યારે એકાદ અથવા બે લીટી ગીત ગાવ. અથવા તો એવું પણ કહેવાતું કે કોરસમાં ગાઈ લો. આ જ તો વાસ્તવિકતા છે, પણ મારરે તો દરેક મહિલા કલાકારોને શ્રેય આપવો જોઈએ, જેમણે થોડી પંક્તિઓ તો ગાઈ છે. ભલે તે ફક્ત બે પંક્તિ જ કેમ ન હોય! જો કે હું તો આવી પંક્તિઓ પણ એવી રીતે ગાઈશ, જાણે કે તે આખું ગીત હોય! આ જ તો તેની સુંદરતાં છે. અહીં વાત ગીતના જથ્થા-સંખ્યા માટે નથી, પણ તમારી પાસે જે છે તેનાથી પ્રભાવ પાડવાનો છે. ભલે સ્ત્રી-કલાકારો પાસે ઓછું કામ હોય, પણ જ્યારે પણ અમે સ્ટુડિયોમાં પગ મૂક્યો ત્યારે અમે અમારું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું. ઉદાહરણ તરીકે 'બુલેયા...' ગીત લો, જેમાં ગીતના બીજા ભાગમાં મારો અંતરો આવે છે. છતાં સંગીતકાર પ્રીતમએ મને મારી જાતને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવા માટે જગ્યા આપી. મારે પણ અન્યથી અનન્ય અને અલગ બનવું પડયું.'
ઘણીવાર કલાકારો સ્પોટલાઈટ-વધુ ઝળકવાનો આનંદ માણે છે ત્યારે ગાયકો પૃષ્ઠભૂમિમાં રહેવાનું પસંદ કરે છે. આ અંગે તારું શું માનવું છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા શિલ્પા રાવ કહે છે, 'હા, એવો સમય આવ્યો છે જ્યારે મને એવું લાગ્યું છે કે મને અવગણવામાં આવી છે કે હું સંપૂર્ણપણે દેખાઈ નથી. મને લાગે છે કે આ ક્ષેત્રમાં દરેક સાથે ક્યારેક ને ક્યારેક આવું થાય છે, પરંતુ વાત એ છે કે લોકો મને વધુ કે ઓછા જુએ છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. મારા માટે ખરેખર જે મહત્ત્વનું છે તે એ છે કે તેઓ મારા અવાજને પ્રેમ કરે છે. જો તમે મને સાંભળી શકો છો અને મારો અવાજ-ઓળખી શકો છો તો તેનો અર્થ મારા માટે હંમેશા કંઈક છે. એવોર્ડ્સથી વિશેષ! મારા મિત્રો ઘણીવાર કહે છે કે જ્યારે મારા ગીતો પાર્ટીમાં વાગે છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે તે હું જ છું. તેઓ કહે છે કે મારે એવી ટી-શર્ટ પહેરવી જોઈએ જેમાં લખ્યું હોય હું શિલ્પા રાવ જેવી દેખાઉં છું.' (હસે છે).


