For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેખર કપૂર : આપણને સર્ટિફિકેટની જરૂર નથી

Updated: May 25th, 2023

શેખર કપૂર : આપણને સર્ટિફિકેટની જરૂર નથી

- 'હું એ જ વ્યક્તિ છું, જેણે 'બેન્ડિટ ક્વીન,' 'માસૂમ' અને 'મિસ્ટર ઇન્ડિયા' બનાવી છે. હું અચાનક અદ્ભુત દિગ્દર્શક કેવી રીતે બની ગયો - પશ્ચિમે આવીને કહ્યું એટલે?'

'બે ન્ડિટ ક્વીન' (૧૯૯૪) અને 'એલિઝાબેથ' (૧૯૯૮) જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મ બનાવનારા ફિલ્મસર્જક શેખર કપૂરને ભારતીય સિનેમા અને ફિલ્મસર્જકોને આંતરરાષ્ટ્રીય તખતા પર મુકવાનો માર્ગ તૈયાર કરવા માટે જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેમણે જ 'મિ. ઇન્ડિયા' અને 'માસૂમ' પણ બનાવી. શેખર કપૂર એક મુઠ્ઠીઊંચેરા ફિલ્મસર્જક છે, તેમણે 'બેન્ડિટ ક્વીન' ફિલ્મ થકી આંતરરાષ્ટ્રીય ઓળખ અને પ્રશંસા પણ મેળવી. આ ફિલ્મનું ૧૯૯૪ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના દિગ્દર્શક પખવાડિયાના વિભાગમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું અને એડિનબર્ગ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ગાડી આટલેથી જ અટકી નહોતી. શેખર કપૂરે ૧૯૯૯માં 'એલિઝાબેથ' ફિલ્મ બનાવી વધુ આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધિ મેળવી. આ ફિલ્મ બ્રિટિશ રાણીના શાસનની કાલ્પનિક ઘટના છે. આ ફિલ્મને સાત એકેડેમી પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવી હતી. આ પછી યુધ્ધ-ડ્રામા 'ધ ફોર ફેધર્સ' (૨૦૦૨) અને 'એલિઝાબેથ : ધ ગોલ્ડન એજ' (૨૦૦૭) બનાવી, જે 'એલિઝાબેથ' ફિલ્મની સિક્વલ હતી. હવે આવા નામાંકિત ફિલ્મસર્જક તાજેતરમાં યોજાયેલા ઓસ્કાર પુરસ્કાર સમારોહમાં ભારતીય ફિલ્મો બે ટ્રોફી જીતે તો તેમની પ્રતિક્રિયા કેટલી મહત્ત્વની બની રહે છે, એ કહેવાની જરૂર છે ખરી? 'હું આની જ રાહ જોઈ રહ્યો હતો! 'એલિઝાબેથ' પછી અન્ય ફિલ્મનિર્માતાઓની રાહ જોઈ રહ્યો હતો, જેઓ આ એવોર્ડ  સ્વીકારે. આ માટે હું ભગવાનનો આભાર માનું છું. આને વર્ષો વીતી ગયા...' શેખર કપૂર કહે છે.

શેખર કપૂરની 'એલિઝાબેથ' ફિલ્મે પણ એક ઓસ્કર કોસ્ચ્યુમ એવોર્ડ મેળવ્યો છે. શેખર કપૂર વધુમાં ઉમેરે છે, 'શૌનક સેનની 'ઓલ ધેટ બ્રેથ્સ'ની ઉજવણી પણ કરવી જોઈએ. નોમિનેશન મેળવવું એ પણ જીત જેટલું જ સારું છે. એ એક સુંદર ફિલ્મ છે.'

આ સાથે શેખર કપૂર ઉમેરે છે કે 'આથી, બે હૃદય સ્પર્શી દસ્તાવેજી ('ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' સહિત) અને 'આરઆરઆર' (૨૦૨૨) જેવી ફીચર ફિલ્મે પશ્ચિમને એક પ્રકારે તોફાનથી ઘેરી લીધું છે. આપણે જે સર્વશ્રેષ્ઠ કરીએ છીએ તેની તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મેલોડ્રામેટિક ઉજવણી હતી. તેમણે ભારતીય સિનેમા માટે તેમના હાથ ખુલ્લા મુક્યાં છે,' એમ શેખર કપૂર કહે છે. તેઓ એકેડેમીના બહુચર્ચિત પાસાંને પણ સંબોધિત કરે છે. તેઓ લોકપ્રિય ફિલ્મસર્જક છે.

'તે માત્ર આર્ટ સિનેમા ન હોઈ શકે, અન્યથા તે રસ્તાની બાજુએ પડી જશે,' એમ ફિલ્મસર્જક કહે છે, તેમની એક ફિલ્મ 'વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટ?' ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવાની છે, જેમાં શબાના આઝમી અને એમા થોમ્પસન છે. 'તો શું આપણે આપણી પોતાની પ્રતિભાને ઓળખતા પહેલા વૈશ્વિક માન્યતાની રાહ જોઈએ છે? એવો પ્રશ્ન પૂછતાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે 'ઓસ્કર મેળવવો ખૂબ જ સરસ છે. અચાનક વિશ્વ તમારા વિશે જાણે છે અને તમને કામ કરવાની વધુ તકો મળે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે હોય છે, પરંતુ મેં સતત કહ્યું છે કે અમને માન્યતાની જરૂર નથી અને ફિલ્મનિર્માતા એસ. એસ. રાજામૌલી ડરતાં વધુ સારી રીતે કોઈએ સાબિત કર્યું નથી. તેણે ફિલ્મો બનાવવાની આવી ભારતીય રીત દ્વારા તે સાબિત કર્યું છે કે આખું પશ્ચિમ કહે છે કે આ જુઓ..' 

હકીકતને પુનરાવર્તિત કરતા કપૂર એ સમયની યાદ અપાવતા કહે છે, 'જ્યારે 'એલિઝાબેથ'ને ૧૯૯૯માં સાત કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી ત્યારે બધાએ કહ્યું હતું, 'હા, આ દિગ્દર્શકને જુઓ.' મેં કહ્યું, 'એક મિનિટ રાહ જુઓ, હું તે જ વ્યક્તિ છું, જેણે 'બેન્ડિટ ક્વીન,' 'માસૂમ' અને 'મિસ્ટર ઇન્ડિયા' બનાવી છે. હું અચાનક અદ્ભુત દિગ્દર્શક કેવી રીતે બની ગયો - પશ્ચિમે આવીને કહ્યું કે આ અદ્ભુત છે એટલે?' શેખર કપૂર કહે છે કે 'એક કલાકારને તેઓ જે નથી તે બનવાનો પ્રયાસ કરી શકે છે.'

શેખર કપૂરે સતીષ કૌશિકને શ્રધ્ધાંજલિ આપતા તેમને ઉત્તમ ગણિતશાસ્ત્ર પણ કહ્યા હતા. તેના મૃત્યુને એક એવી ખોટ છે, જેની ક્ષમતાને અન્વેષણ કરવાની બાકી હતી. તેમની પાસે ઘણું બધું હતું. શેખર કપૂરને ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ પણ મેળવ્યા છે. અરે, વર્ષો પહેલાં તેમણે 'ખાનદાન' સીરિયલમાં કામ પણ કર્યું છે અને ૧૯૮૩માં કલ્ટ ફિલ્મ 'માસૂમ' સાથે દિગ્દર્શનની શરૂઆત કરી હતી. શેખર કપૂર એક પ્રતિભાસંપન્ન ફિલ્મસર્જક છે ત્યારે તેમની ટીપ્પણી કેટલી મહત્ત્વની સાબિત થાય છે.

Gujarat