'દરેક અભિનેતાના જીવનમાં એક બાબત સૌથી મોટું સત્ય છે અન ેતે છે સફળતાની પાછળ દોડવા કરતાં વધુ શાંત રહો, એવું કહે છે, અભિનેતા શરદ મલ્હોત્રા! જે અત્યારે લાંબા અરસા પછી ફરી સ્મોલ સ્ક્રીન પર આવી રહ્યો છે. તેનો છેલ્લો ટીવી શૉ ૨૦૨૨માં આવ્યો અને ૨૦૨૩માં તો એ ઘણાં ઓટીટી શોમાં નજરે પડયો. જો કે આ સાથે જ તેણે ઝડપથી સ્પષ્ટતા કરી કે 'મેં કદીય ટીવી પરથી બ્રેક લીધો નથી. હું તો બીજા જ દિવસથી વિચારી રહ્યો હતો - કંઈક સારું થવાની રાહ જોતા ત્રણ વર્ષ વિતી ગયા. આ પછી મને લાગ્યું, 'હંું માત્ર રાહ જોતો રહી શકતો નથી. મારે એક ડગલું આગળ વધવું પડશે, અને તે પણ એક અભિનેતા તરીકે!
આ સાથે જ શરદ મલ્હોત્રા ઉમેરે છે, 'આપણા તરફથી પણ પ્રયત્ન જરૂરી છે, એમ કહી તે ઉમેરે છે, આ તબક્કો તો એક શાંત તબક્કા તરીકે વર્ણવવા જેવો છે. જ્યાં પ્રોજેક્ટ્સ સાકાર થવાની નજીક હતા, પણ મોટા ભાગે તે નિષ્ફળ ગયા. આ બાબત તો આ વ્યવસાયની વાસ્તવિકતા તમે ઊંચાઈ પર સવારી કરવાને બદલે શાંત બનીને રહો. શો-બિઝમાં બે દાયકા પૂરા થયા એ બાબતને પ્રતિબિંબિત કરતા શરદ કહે છે, 'ક્યારેય મારી આસપાસના લોકો મારી કારકિર્દીના ૨૦ વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. તે વેળા મારા મનમાં એક જ વિચાર હતો. હા આ ૨૦ વર્ષ જરૂર થયા છે, પણ તેમાંય સખત પરિશ્રમ સિવાય કશુંય સરળ નથી હોતું. તે પોતાની સફરનું શ્રેય તેના આસપાસના લોકોને આપે છે. ભલે પછી તે મારી પત્ની હોય, - આપણે લગ્નના છ વર્ષની પણ ઉજવણી કરી રહ્યા છીએ. કે પછી મારા માતાપિતા હોય કે મારા સમર્થન આપનારા હોય - આ બધા જ હમેશાં મારે એક સામુહિક યાત્રામાં સામેલ રહ્યાં છે. અને આ બધુ મેં મારા જીવનમાં ઘણે મોડેથી શીખ્યું છે. આ બધા ક્યારેય મારાથી દૂર નથી થયા, પણ તે હમેશાં આપણે બનીને મારી સાથે રહ્યા છે. એમ શરદ ઉમેરે છે.
હવે શાંતિ પછી, તે જેને તોફાન કહે છે, તે પછી અભિનેતાની આગળ શું છે તે માટે ઉત્સાહિત છે,' એમ શરદ મલ્હોત્રા જણાવે છે. આ અંગે ખાસ કારણ વ્યક્ત કરતાં તે કહે છે. અંતે તો 'ખાખી' પહેરવા મળે છે.
ત્રણમાંના બે પ્રોજેક્ટ્સ તો એક મહિનામાં રિલીઝ થયા. હું તો અનેરો રોમાંચ અનુભવતો હતો કેમકે હું હમેશાં પોલીસની ભૂમિકા ભજવવા માગતો હતો અને હવે હું મારા સૌથી યોગ્ય અવતારમાં આવી શક્યો છું. શરદ શેર કરે છે કે 'મને આગામી બંને પ્રોજેક્ટ્સમાં ખૂબ અલગ રીતે 'પોલીસ અધિકારી' તરીકે દર્શાવવામાં આવ્યો છે. શરદ હાલમાં તેને ઓટીટી શોનો આનંદ માણી રહ્યો છે. આ સાથે જ તે ઉમેરે છે, 'આ કંઈક અનોખી વાત હોવી જોઈએ, જે આઉટ-ઓફ-ધ-બોક્સ' હોય. એમ શરદે સમાપન કરતાં જણાવ્યું હતું.


