Get The App

શાલીન ભાનોટ : કોઈ મને ટીવી કલાકાર તરીકે ઓળખે તો એ ગમે છે!

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
શાલીન ભાનોટ :  કોઈ મને ટીવી કલાકાર તરીકે ઓળખે તો એ ગમે છે! 1 - image

વીસથી વધુ  ટીવી  શોઝમાં   કામ કર્યાં  પછી  અભિનેતા  શાલીન  ભાનોટ ગર્વથી  પોતાની સફર  પર પ્રતિબિંબ પાડે છે અને  જણાવે છે જ્યારે મેં ઓટીટી  પર ઈન્સ્પે.  અવિનાશ સાથે  પ્રવેશ કર્યો  ત્યારે મારી આગામી  ફિલ્મ અંગે  પણ ઘણી અટકળો  અફવા  પ્રસરવા લાગી.  ત્યારે પણ મને એવું લાગ્યું કે આ બધી વાતો તેના સ્થાને જ રહેશે,  જ્યાંથી તે  શરૂ થઈ હતી.

આ એક એવી  ઈન્ડસ્ટ્રી  છે જ્યાં ઘણીવાર   પ્રતિભાને  ટીવી   અભિનેતા   જેવા લેબલ  આપી વર્ગીકૃત  કરવામાં આવે છે. શાલીન  ભાનોટ ખંચકાટ  વિના કહે છે કે, 'હું  મારી પોતાની   કોઈપણ ઓલખ  સ્વીકારવા  વિના કહું છું કે મને ટીવી અભિનેતા  હોવાનું  ખૂબ ગર્વ છે.  જો મને ખૂબ જ ગમે  છે. આ જ મારી  ઓળખ છે. અને તેમાં કશું ખોટું પણ નથી.

ફિલ્મોમાં  પ્રવેશવા પહેલા ટેલિવિજનથી દૂર રહેવાની  કેટલીક વૃત્તિને  સંબોધિત કરે છે. અને તે  વધુમાં  જણાવે છે, 'તમારે તમારી પોતાનીસાચી ઓળખથી શા માટે શરમાવું જોઈએ?  આ જ કારણ  છે કે તમે  આટલા દૂર સુધી  પહોંચ્યાછો. લોકો પોતાની  શક્તિઓ ભૂલી જાય છે અને તેઓ કોણ છે તે જ તેઓ વિસરી જાય છે તમારે  ક્યારેય છુપાવવું ન જોઈએ કે તમે ક્યાંથી  આવ્યા છો.

રિયાલિટી શો 'રોડીઝ'થી  પોતાની  કારકિર્દીની  શરૂઆત  કર્યા પછી  ૪૧ વર્ષીય  ખેલાડી છેલ્લે ૨૦૨૪માં 'ખતરોં કે ખિલાડી' માં  જોવા મલ્યો  હતો.  શાલીન  ભાનોટ  ટેલિવિઝન  દ્વારા આપવામાં આવતી નાણાંકીય  સુરક્ષા  તરફ પણ ધ્યાન આપે છે.  આવી વાતચીતમાં  ઘણીવાર  અવગણવામાં આવે છે.

આ સાથે જ શાલીન કહે છે, 'જો તમે  જાડા  હો તો તેને સ્વીકારો.  જો કોઈ મને જાડો  કહે તો હું તેને સ્વીકારીશ.   તેમાં નારાજ  કે નિરાશ  તવાનું  કોઈ કારણ નથી. આનું કારણ  એ  છે કે ટીવી અભિનેતા  હોવા પર પણ આ જ ફોર્મ્યુલા  લાગુ પડે છે.  તે વધુમાં સમજાવે  છે, ' મેં ક્યાંક  વાંચ્યું  છે કે હું ટેલિવિઝન  પર સૌથી વધુ  કમાણી કરનારા  કલાકારોમાં એક છું.   જે અદ્ભૂત  છે. મેેં ૧૦૦  કરોડ હૃદય અને ઘર સુધી  પહોંચવા માટે ખરેખર સખત મહેનત કરી છે.  કોઈ શહેર,  થિયેટર  એટલા બધા નથી , જેટલા  ઘર છે.  આ બધા ઘરમાં આપણા ટીવી શોઝ પહોંચે  છે.  લોકો ેતને નિહાળે છે.  આ પ્રકારની  પહોંચ  તો અજોડ  છે, એમ તેણે ઉમેર્યું હતું.