સ્કાર્લેટ જ્હોન્સન પ્રસિદ્ધ ફિલ્મ સર્જક માઈક ફ્લેનાગન દ્વારા દિગ્દર્શિત અને લિખિત 'ધી એક્સોર્સીસ્ટ'ના નવા રૂપાંતરમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. ફિલ્મનો હેતુ સિનેમેટીક ઈતિહાસમાં સૌથી આઈકોનિક હોરર વિશ્વ ઊભું કરવાનો છે. સ્ટુડિયોએ અગાઉ ૨૦૨૩માં 'ધી એક્સોર્સીસ્ટ-બીલીવર' સાથે ફ્રેન્ચાઈસીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો, પણ હવે આ નવું રૂપાંતર સમગ્રપણે નવી દિશામાં જઈ રહ્યું છે.
સ્કાર્લેટ જ્હોન્સન સામેલ થવાથી આ ફિલ્મ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. અભિનેત્રીએ તાજેતરમાં જ 'જ્યુરાસિક વર્લ્ડ: રિબર્થ' સાથે ભારે બોક્સ ઓફિસ સફળતા હાંસલ કરી હતી. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ૮૬૮ મિલિયન ડોલરની કમાણી કરતા સ્કાર્લેટ જ્હોન્સનના વૈશ્વિક સ્ટાર પાવરનો પરચો મળ્યો હતો. બે વખત એકેડમી એવોર્ડ નામાંકન પામેલી સ્કાર્લેટ જ્હોન્સને ૨૦૨૪માં 'ઈલીનોર ધી ગ્રેટ' ડિરેક્ટ કરીને પોતાના સર્જનાત્મક વ્યાપને વિસ્તાર્યો હતો. હવે સાયકોલોજીકલ તીવ્ર હોરર પ્રોજેક્ટમાં સામેલ થવાનો તેનો નિર્ણય તેની મહત્વાકાંક્ષા અને વર્સેટિલિટી બંનેનો સંકેત આપે છે.
ફ્લેનાગનના મતે સ્કાર્લેટ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી છે જેના પરફોર્મન્સ કાયમ વાસ્તવિક હોય છે, પછી તે ક્લાસીક ફિલ્મો હોય કે બ્લોકબસ્ટર. સ્કાર્લેટની 'ઈલીનોર ધી ગ્રેટ'નું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટીવલ ખાતે પ્રીમિયર થયું હતું. આગામી સમયમાં સ્કાર્લેટ માઈલ્સ ટેલર અને એડમ ડ્રાઈવર સામે જેમ્સ ગ્રેના 'પેપર ટાઈગર'માં દેખાશે. અપેક્ષા તો એવી છે કે સ્કાર્લેટની મુખ્ય ભૂમિકા અને માઈક ફ્લેનાગનનું કોમ્બિનેશન આધુનિક હોરરની નવી વ્યાખ્યા કરશે.


