Get The App

સ્કાર્લેટ જ્હોન્સન: ડિરેક્ટર તરીકે પણ મારે સરસ ફિલ્મો કરવી છે

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
સ્કાર્લેટ જ્હોન્સન: ડિરેક્ટર તરીકે પણ મારે સરસ ફિલ્મો કરવી છે 1 - image

- 'અગાઉ કલાકાર તરીકે જે બાબત મને નડતી હતી તેને જોવાનો મારો દ્રષ્ટિકોણ હવે બદલાઈ ગયો છે'

સ્કાર્લેટ જોહાનસન પૂરી તૈયારી અને પૂરા મનથી ડાયનાસોરના વિશ્વમાં કદમ માંડી ચૂકી છે. ૪૦ વર્ષની વયે આ અગ્રણી અભિનેત્રી આઈકોનિક સાય-ફાય એક્શન ફ્રેન્ચાઈસીની લેટેસ્ટ ફિલ્મ  'જ્યુરાસિક વર્લ્ડ રિબર્થ'માં દેખાઈ. 

તાજેતરમાં એક મુલાકાતમાં જોહાનસને જણાવ્યું કે જ્યુરાસિક રિબર્થ આ સીરીઝની અત્યાર સુધીની સૌથી ડરામણી ફિલ્મ છે. મેં જ્યુરાસિકના ચાહકો સાથે વાત કરી ત્યારે  તેમણે ખુદ કહ્યું કે આ ફિલ્મ સૌથી વધુ ભયાવહ હતી. જોકે સ્કાર્લેટે કબૂલ કર્યું કે તે પોતાની પુત્રીને આ ફિલ્મ ચોક્કસ જોવા દેશે. 

બે બાળકોની માતા સ્કાર્લેટ ખાસ કરીને ફિલ્મના કન્ટેન્ટ વિશે પૂરી રીતે સજાગ છે. મૂળ જ્યુરાસિક પાર્ક બાળક તરીકે જોવાના અનુભવને હજી તે યાદ કરે છે. એ કહે છે કે એ સમયે હું દસ વર્ષની હતી અને ફિલ્મના ડરામણા દ્રશ્યો સારી રીતે માણ્યા હતાં.  જ્યુરાસિક સીરીઝની આ ખાસિયત છે, તે તમામ રીતે રોમાંચક છે. દ્રશ્ય તરીકે પણ અને ભાવનાત્મક રીતે પણ તે દર્શકોને આકર્ષે છે.

અત્યંત ઓછા રિહર્સલ સમય સાથે ઝડપથી બની રહેલી ફિલ્મમાં કામ કરવા કાસ્ટમાં ઝડપથી તાલમેલ અને પારસ્પરિક વિશ્વાસ કેળવવા જરૂરી હતા. સ્કાર્લેટે  કહે છે કે જ્યુરાસિક વર્લ્ડ રિબર્થના સર્જનની સૌથી શ્રેષ્ઠ બાબત છે કે શૂટીંગ દરમ્યાન અમે સૌ એક પરિવારની જેમ વ્યવહાર કરતા હતા. 

આ ફિલ્મના શૂટ દરમિયાન સ્કાર્લેટ માત્ર સિનેમેટીક જંગલોમાં ભટકી નહોતી રહી, પણ સાથે સાથે એક દિગ્દર્શક તરીકે રચનાત્મક વિશ્વમાં પણ વિચરી રહી હતી. દિગ્દર્શક તરીકે તેની ડેબ્યુ ફિલ્મ 'ઈલીનોર ધી ગ્રેટ'નું મે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટીવલ ખાતે પ્રીમિયર થયું હતું. જૂન સ્ક્વીબ અને એરિન કેલીમેન અભિનિત આ ફિલ્મ સ્કાર્લેટની કલાત્મક સફરમાં નવુ પ્રકરણ ચિહ્નિત કરે છે. 

સ્કાર્લેટે સ્પષ્ટતા કરી કે પ્રી- પ્રોેડક્શન અગાઉની પ્રક્રિયા વિશે મારો અભિગમ ભિન્ન છે. એક કલાકાર તરીકે તમે આશા રાખો છો કે દિગ્દર્શક તમારા કાર્ય પ્રત્યે સજાગ હોય અને યોગ્ય સૂચનાઓ આપે, પણ  તેના પર તમારુ કોઈ નિયંત્રણ નથી હોતું. મને સિક્કાની બીજી બાજુનો અનુભવ થયો. અગાઉ એક કલાકાર તરીકે જે બાબત તેને નડતી હતી હવે દિગ્દર્શક બન્યા પછી તેને આ જ બાબત માટે આદર થયો.

કાનમાં સ્ક્વીબ અને કેલીમેન સાથે રેડ કારપેટ પર ચાલવાનો અનુભવ જોહાનસન માટે લાગણીસભર હતો.  ઈલીનોર ધી ગ્રેટ આલોચકોની પ્રશંસા મેળવી રહી છે ત્યારે એક ફલ્મસર્જક તરીકે સ્કાર્લેટનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે.