Get The App

હાવર્ડ સન્માન પર સયાની ગુપ્તા મારા માટે તો મારા પરિવારનું ગર્વ જ શ્રેષ્ઠ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
હાવર્ડ સન્માન પર સયાની ગુપ્તા  મારા માટે તો મારા પરિવારનું ગર્વ જ શ્રેષ્ઠ 1 - image

- 'સાડી પસંદ કરવાનો વિચાર મારી માતાનો હતો. તે 'દક્ષિણ એશિયન પર્સન ઓફ ધ યર' સન્માન હતું, તે પ્રતિનિધિત્વ હતું અને હું સાડીમાં પણ મારી જાતને મારી જાત જેવી જ અનુભવું છું,' 

સયાની ગુપ્તાને તાજેતરમાં જ હાવર્ડ યુનિવર્સિટી સાઉથ એશિયન એસોસિયેશન (એસએસ) દ્વારા 'સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર' તરીકે સન્માનિત કરવામાં આવી. આ અભિનેત્રી માટે તો આ સન્માન વધુ ગહન અને વ્યક્તિગત રીતે અત્યંત મહત્ત્વનું છે. આ સંદર્ભમાં તેણે કહ્યું, 'હાવર્ડ સન્માન તો જીવનમાં એકવાર મળેલી માન્યતા છે. મારા પરિવાર માટે આ ગર્વસન્માન જોવું એ તો સર્વસ્વ સમાન હતું. શિક્ષકો અને સમર્થકોના શૈક્ષણિક પરિવારમાંથી આવતા હાવર્ડનો એક ખાસ અર્થ છે. મેં આ પુરસ્કારએ લોકો વતી સ્વીકાર્યો છે, જેમણે મને વ્હાલની ઉછેટી છે. આ બાબત તો મારા વિજય જેટલો જ તેમનો પણ વિજય છે.'

હાવર્ડમાં તેના ભાષણના પ્રતિભાવો સંદર્ભે આ અભિનેત્રી ઉમેરે છે, 'આ પ્રતિભાવ તો ધાર્યા કરતાં ઘણો જબરદસ્ત હતો. પ્રેક્ષકોમાંના કેટલાંક લોકો તો દેખિતી રીતે ભાવુક થઈ ગયા હતા અને કેટલાંકે તો કહ્યું કે તેઓ તેને શાળાઓમાં પ્રદર્શિત કરવા માગે છે. મેં આ ભાષણ તો હાવર્ડ જતી મારી ફ્લાઈટમાં લખ્યું હતું. આ આખો અનુભવ મને ખૂબ જ અવાસ્તવિક લાગ્યો,' એમ તેણે જણાવ્યું હતું.

આ પ્રસંગ માટે સયાનીએ સભાન રીતે સારી શૈલીની પસંદગી પણ કરી છે. જે ઓળખ અને વ્યક્તિગતે આરામ- એમ બંનેને પ્રગટ કરે છે-પ્રતિબિંબિત કરે છે.

આ અંગે સયાની કહે છે, 'સાડી પસંદ કરવાનો વિચાર મારી માતાનો હતો. શરૂઆતમાં મારા મનમાં કંઈક બીજું હતું, પરંતુ તે યોગ્ય લાગ્યું કારણ કે તે 'દક્ષિણ એશિયન પર્સન ઓફ ધ યર' સન્માન હતું, તે પ્રતિનિધિત્વ હતું અને હું સાડીમાં પણ મારી જાતને મારી જાત જેવી જ અનુભવું છું,' આ માન્યતા તેના દિગ્દર્શકની શોર્ટ ફિલ્મ માટે જિત સાથે વધુ સુસંગત હતી. 'આસમાની' ફિલ્મને ૫૯ મા વર્લ્ડફેસ્ટ હ્યુસ્ટનમાં રેમી એવોર્ડ મળ્યો હતો અને ઇન્ડિ મીમ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને ઓડિયન્સ ચોઈસ એવોર્ડ-શ્રેષ્ઠ શોર્ટ  ફિલ્મ માટે મળ્યો હતો.