જે વખતે બોલીવૂડના ટોચના કલાકારો પણ દિગ્દર્શકોને સિનેગૃહો સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ બની ગયા હાતં એવા સમયમાં જુવાનજોધ અભિનેત્રી સારા અલી ખાનની બબ્બે ફિલ્મો 'સ્કાય ફોર્સ' અને 'મેટ્રો... ઈન ડિનો' એ સારી કમાણી કરી હતી.
જો કે સારા અલી ખાન સિનેમાની સળતાનો સઘળો યશ પોતાના નામે નથી કરતી. તાજેતરમાં જ ૩૦ વર્ષની થયેલી આ અદાકારા પરિપક્વ મહિલાની જેમ કહે છે કે તેની ફિલ્મની સફળતાનો શ્રેય તેના દિગ્દર્શકને ફાળે જાય છે, તે વધુમાં કહે છે કે પડદા પરના કલાકારોએ જ કહાણી જાય છે. તે વધુમાં કહે છે કે પડદા પરના કલાકારોએ જ કહણી કહે છે જે તેમના દિગ્દર્શક કહેવા માતા હોય, અને તે પણ તેમની સુચનાને અનુસરીને. જે તે કલાકારે તેના દિગ્દર્શન કહે તે મુજબ જ કરવું જોઈએ. હું ખુશનસીબ છું કે મને હિન્દી ફિલ્મોદ્યોગના સારા સારા દિગ્દર્શકો સાથે કામ કરવાની તક મળી છે.
અલબત્ત, સારા પોતાની ફિલ્મોની પસંદગી બાબતે એકદમ ચોક્કસ રહે છે. તે કહે છે કે કઈ અને કેવી ફિલ્મ લેવી તે સંપૂર્ણપણે મારી મુનસફી પર અવલંબે છે. હું બોક્સ ઓફિસનો વિચાર કરીને ફિલ્મની પસંદગી નથી કરતી. ખરેખર તો આવું કરવું ભુલભર્યું ગણાય. બોક્સ ઓફિસનું પરિણામ ક્યારેય આપણા હાથમાં નથી હોતું. મને જે કામ કરવાથી ગર્વની અનુભૂતિ થાય એવું કામ જ હું સ્વીકારું છું. હું ઈચ્છું છું કે મારી ફિલ્મો સફળ જ થાય. એક કલાકાર તરીકે હું તેમાં સારામાં સારું કામ આપવાનો પ્રયાસ કરું છું. જો કે મારા મતે દરેક ફિલ્મની પણ કિસ્મત હોય છે.
છેલ્લાં કેટલાક સમયથી બોક્સ ઓફિસ વિશે કંઈપણ કહેવું લગભગ અસંભવ બની ગયું છે ત્યારે જાણીતા કલાકારો પણ ઓટીટી પ તરફ વળી રહ્યાં છે. તો શું સારા પણ આ માધ્યમમાં કામ કરવા તૈયાર છે? આના જવાબમાં અભિનેત્રી કહે છે કે જો મને સારી સ્ટોરી કહેવાની તક મળતી હોય તો માધ્યમથી મને કોઈ ફરક નથી પડતો.
સારાઅલી ખાન અને અર્જુન બાજવા ડેટિંગ કરી રહ્યાં છે?
અભિનેત્રી સારા અલી ખાનની ડેટિંગની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ. એનું કારણ એ છે કે તે અભિનેતા-મોડેલ અર્જુન પ્રતાપ બાજવા સાથે દિલ્હીના એક ગુરુદ્વારાની મુલાકાત લેતી જોવા મળી છે. વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં સારા અલી ખાન સફેદ સૂટમાં ગુરુદ્વારા બાંગ્બા સાહિબમાંથી બહાર નીકળતી જોવા મળે છે.
થોડીવાર પછી અર્જુન પણ તેની સાથે જ કારમાં જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા પછી રત જ ચાહકોએ હાર્ટ- ઈમોજી અને 'બેસ્ટ જોડી' જેવા ફેન ટેગ્સથી ટિપ્પણીથી એ વિભાગ ભરી દીધો હતો.
આ વર્ષની શરૂઆતમાં ફેલાયેલી અફવા અંગે સંબોધતા અર્જુન પત્રકાર સાથે વાત કરતો નજરે પડે છે. 'લોકોએ જે કંઈ લખવું હોય તે લખે હું ફક્ત મારી જાત પર અને મારે શું કરવું છે તેના પર મારું ધ્યાન કેન્દ્રીત કરું છું. અને તે ખરેખર મને પરેશાન નથી કરતું.
સારા અને અર્જુને સૌપ્રથમ ગયા વર્ષે ઓક્ટોબરમાં ડેટિંગની અફવા ફેલાવી હતી. જ્યારે તેઓ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. આ પછી ડિસેમ્બરમાં તેમની સોશિયલ મીડિયા પોસ્ટ આવી હતી. જેમાં ચાહકોએ લિંક કરી હતી. શંકા હતી કે તેઓ રાજસ્થાનમાં સાથે વેકેશન માણી રહ્યાં છે. અર્જુન એક અભિનેતા ઉપરાંત અચ્છો સંગીતકાર પણ છે. તેણે ડિજાઈનર વરુણ બહલ અને રોહિત બાલ માટે મોડેલ તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેણે દિગ્દર્શક પ્રભુદેવા સાથે 'સિંઘ ઈઝ બ્લિન્ક' (૨૦૧૫) અભિનેતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન બાજવાની ચારેક સિંગલ્સ પણ બહાર પડયાં છે.


