Get The App

સમીર સોનીને હવે રહેવું છે સદા યુવાન

Updated: Oct 14th, 2021

GS TEAM

Google News
Google News
સમીર સોનીને હવે  રહેવું છે સદા યુવાન 1 - image


- 'હવે  હું વધુ વયનો   થવા લાગ્યો  છું.  મને હવે  પુખ્ત  ભૂમિકાઓ  મળે  છે.  હવે, હું કેવો દેખાવ  છું એના પર ફોકસ નથી રહેતું,  પણ મારા અભિનય પર ધ્યાન આપવામાં આવે છે. નેગેટિવ રોલ્સ  તો એક ફન છે અને તેની કોઈ સરહદ કે સીમા નથી હોતી,'   

'હું  જન્મદિવસે  મૂંઝવણ  અનુભવું  છું. હું મારો  ફોન પણ બંધ કરી દઉં છું.'  એમ કહે છે અભિનેતા સમીર સોની.  તાજેતરમાં  જ તેનો  જન્મદિન  ગયો. સમીર સોની  જન્મદિવસે કહે છે, 'હવે હું મોટો  થઈ ગયો  છું.  અમે મોટી ઉજવણી  નથી કરતાં. ' હવે  મારી વય વધી  છે.  જો  મેં ૧૮ વર્ષ પૂરા કર્યા હોત તો હું જરૂર  રોમાંચ અનુભવતો હોત,' એવું તે  ઉમેરે  છે. સમીર સોની તેના પરિવારજનો સાથે  શાંતિથી  ભોજન લેવાનું પસંદ કરે છે અન ેતેણે તેની  જિંદગીમાં માંડ ત્રણથી  ચાર જન્મદિવસની ઉજવણી  કરી  છે, પાર્ટીઓ યોજી  છે.  સમીર કહે છે, 'હું  સાંઠ વર્ષનો થઈશ ત્યાં સુધી ૪૦ વર્ષનો રહીશ.'

આ  વર્ષે  સમીર સોનીની ચાર   ફિલ્મો રિલીઝ  થઈ,  જેમાં 'મુંબઈ સાગા', 'ધ બિગબુલ', 'સ્ટેટ ઓફ સીઝ ઃ ટેમ્પલ એટેક' અને 'ચહેરે' નો સમાવેશ  થાય છે.  આ ઉપરાંત  'કાર્ટેલ' સહિત બે વેબ  સીરિઝ  રજૂ  થઈ છે. સમીર સતત  કામ કરતાં  રહેવાની મજા માણી રહ્યો છે અને  તેને આનંદ છે કે લોકોને અલગ  દ્રષ્ટિએ  નિહાળી  રહ્યા  છે.

મેં તાજેતરમાં  જ સૌરભ  સૌરભ  શુકલાના દિગ્દર્શનમાં  સની લિયોની  સાથે વિક્રમ ભટ્ટની સીરિઝમાં  કામ કર્યું  છે. 'કાર્ટેલ' ને પણ ખૂબ સારો પ્રતિસાદ  મળી રહ્યો  છે અને  લોકોને મારી  નેગેટિવ  ભૂમિકા  ગમી  છે. અગાઉ  લોકોને  કોઈક સારી  વ્યક્તિ  જોવાની  ગમતી જે યુવાન પતિ હોય,  મોટો ભાઈ હોય કે ધનાઢય  ટાઈકૂનની  ભૂમિકામાં  હોય. આ  કારણે  હું ટાઈપકાસ્ટ  થઈ ગયો. 

'હવે  હું વધુ વયનો   થવા લાગ્યો  છું.  મને હવે  પુખ્ત  ભૂમિકાઓ  મળે  છે.  હવે, હું કેવો દેખાવ  છું એના પર ફોકસ નથી રહેતું,  પણ મારા અભિનય પર ધ્યાન આપવામાં આવે છે. નેગેટિવ રોલ્સ  તો એક ફન છે અને તેની કોઈ સરહદ કે સીમા નથી હોતી,'  એમ  સમીરે  જણાવ્યું હતું.

સમીરનું  એક  પુસ્તક  આવતા મહિને રિલીઝ  થવાનું  છે. જે  અંગે  તે રોમાંચ  અનુભવે  છે. એ સ્વીકારે  છે કે આ પુસ્તક કંઈ અન્ય સેલિબ્રિટીએ  લખેલા   પુસ્તક  જેવું તો નથી  અને એ અનુભવોના   સંસ્મરણો પણ નથી.  આ પુસ્તક  તો પોતે અંતર્મુખ હોવાથી અને બહિર્મુખ  દુનિયામાં  કેવી રીતે ટકી રહેવું તેની શોધખોળ છે.  તેમાં મારી  ડાયરીનો પણ એક હિસ્સો  છે. મેં  પ્રશ્ન  કર્યો  છે કે  સાચું શું  છે, ખોટું શું છે. આપણે  શા માટે ધનાઢય  કે વિખ્યાત  બનવા પર ભાર આપીએ  છીએ?  સ્વાસ્થ્યની  ઘણી સમસ્યાઓ  છે. હકીકતમાં  પ્રકાશકો માટે મારી શરત એ   હતી કે પુસ્તકના કવર પર મારો ચહેરો નહીં હોય.'  એમ સમીર કહે છે.  તેણે ભૂતકાળમાં  'બાગબાં'  (૨૦૦૩) અને 'વિવાહ' (૨૦૦૬) જેવી  ફિલ્મો કરી  છે.

Tags :