- 'મૈં સેટ પર રાત કો 9 બજે પહોંચતા થા. મેરી પસલિયાં તૂટી થી, ફિર ભી ડાયરેક્ટર સાહબને ઐસા કહા. ઉનકી લેટેસ્ટ પિક્ચર 'મધારાસી' અભી રિલીઝ હુઈ હૈ જિસ મેં એક્ટર સુબહ છે બજે સેટ પર પહોંચતા થા, ફિર ભી...'
સલમાનનો ઈગો ગમે ત્યારે બહાર આવી જાય છે. સલમાન પોતાના વિશે કોઈએ નેગેટીવ ટિપ્પણી કરી હોય તો એ ભુલતો નથી. હમણાં રિયાલિટી શો 'બિગ બોસ'ના વીકએન્ડ એપિસોડમાં ખાને પોતાની આ વરસે માર્ચમાં રિલીઝ થયેલી પોતાની નિષ્ફળ ફિલ્મ 'સિકંદર' ના ડિરેક્ટર એ.આર. મુરુગદોસને એની કોમેન્ટ્સનો જવાબ આપી પોતાના મસમોટો ઈગોનો ફરી એકવાર પરચો કરાવ્યો.
સાઉથમાં મોટું માથું ગણાતા મુરુગોદોસે એક ઈન્ટરવ્યુમાં સિકંદરના ફ્લોપ જવા વિશે વાત કરતાં કહ્યું હતું કે મોટા સ્ટાર સાથે શૂટિંગ કરવું સહેલું નથી. સલમાન રોજ રાતે ૮ વાગ્યા પછી જ શૂટ માટે આવતો એને કારણે રોજ શૂટિંગમાં પ્રોબ્લેમ્સ આવતા. અમે વહેલી સવારથી શૂટિંગ કરવા ટેવાયેલા છીએ, પરંતુ બોલીવૂડમાં એ રીતે કામ નથી થતું. લગભગ બધા જ સીન્સ અમે ગ્રીન મેટ પર શૂટ કર્યાં. રાતે શૂટ થયેલા સીન્સમાં ડેલાઈટ ઈફેક્ટ લાવવા અમારે વીએફએનો બહોળો ઉપયોગ કરવો પડયો હતો. અધુરામાં પુરુ સેટ પર ઘણા બધા લોકો સ્ક્રિપ્ટમાં ફેરફારો સૂચવ્યા કરતાં હતાં.
૨૦૦ કરોડના બજેટમાં બનેલી સિકંદર બોક્સ-ઓફિસ પર માંડ ૧૧૦ કરોડનો વકરો કરી શકી અને ફ્લોપ જાહેર થઈ.
તાજેતરનો બિગબોસ ૧૯ના વીકએન્ડ કા વૉર એપિસોડમાં કોમેડિયન રવિ ગુપ્તાએ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. એણે સ્ટેજ પર સલમાનને પૂછ્યું કે તાજેતરની એવી કઈ ફિલ્મ છે જે કરવાનો તમને ખેદ છે? સલમાને તક ઝડપી લેતા કહ્યું , 'મને હમણાંની કોઈ મૂવી કરવાનો રંજ નથી. લોકો સિકંદરનું નામ ગણાવે છે પણ હું એવું માનતો નથી, ફિલ્મનો પ્લોટ સારો હતો... લેકિન ક્યા હૈ ના મૈં સેટ પર રાત કો ૯ બજે પહોંચતા થા ઉસમેં ગડબડ હો ગઈ. મેરી પસલિયાં તૂટી થી. ફિર ભી હમારે ડાયરેક્ટર સાહબ (મુરુગોદસ) ને ઐસા કહા. લેકિન ઉનકી લેટેસ્ટ પિક્ચર 'મધારાસી' અભી રિલીઝ હુઈ હૈ જિસ મેં એક્ટર સુબહ છે બજે સેટ પર પહોંચતા થા. બહોત બડી ફિલ્મ હૈ ઔર ઉતની હી બડી... સિકંદર સે બડી બ્લોકબસ્ટર (ફ્લોપ એવું વાંચો).'
સિકંદર સાથે સંકલાયેલા લોકોએ કઈ રીતે પોતાની સાથે છેડો ફાડયો એનો પણ સલમાને ઉલ્લેખ કર્યો હતો.


