Get The App

સૈયારા: હિટ મ્યુઝિક વગર હિટ લવસ્ટોરી શક્ય જ નથી...

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
સૈયારા: હિટ મ્યુઝિક વગર હિટ લવસ્ટોરી શક્ય જ નથી... 1 - image

- સ્પાય યુનિવર્સની વચ્ચે યશરાજ બેનર પ્રમાણમાં ઓછા બજેટની એક લવસ્ટોરી બનાવીને ઓડિયન્સ સામે મૂકી દેવા માગતું હતું

જ્યા રે ઓરિજિનલ રોમાન્ટિક હીરો શાહરૂખ ખાન જવાન ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવતો હોય અને વોર ટુથી માંડી સ્પેશ્યલ ઓપરેશન ટાઇપની સ્ટોરીઓની ચોતરફ બોલબાલા હોય ત્યારે અચાનક સૈયારા નામની એક લવસ્ટોરી ટપકી પડે અને બોક્સ ઓફિસ પર ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી જાય એ ચમત્કાર તો નહીં તો બીજું શું? આ ચમત્કારની પાછળ લેખક-દિગ્દર્શક મોહિત સૂરીનું ભેજું રહેલું છે. થ્રીલર્સ અને દેશપ્રેમની કહાનીઓ વચ્ચ ે લવ સ્ટોરી સૈયારા ક્યાંથી આવી તેની માંડીને વાત કરે છે મોહિત સૂરી.

મોહિત સૂરી મર્ડર ટુ અને આશિકી ટુ જેવી સફળ લવસ્ટોરીઓ અગાઉ બનાવી ચૂક્યા છે. મોહિતે એવા સમયમા ંઆ ફિલ્મ લખીને તૈયાર કરી હતી કે જ્યારે લવસ્ટોરી બનાવવા માટે કોઇ તૈયાર જ નહોતું. પંડિતો કહેતા કે લોકો કોરોના મહામારી દરમ્યાન તેમના ઘરોમાં લવસ્ટોરીઓ જોઇ જોઇને એવા કંટાળ્યા છે કે હવે તેમને તો મોટા સીન પર મારામારી અને લાર્જર ધેન લાઇફ એન્ટરટેઇનમેન્ટ જ ખપે છે. સૂરી કહે છે, હું જ્યારે આ ફિલ્મની પટકથા લઇને ફરતો હતો ત્યારે ઘણાને ખરેખર મારી ચિંતા થતી હતી કે હવે આવી ફિલ્મ કોણ બનાવે છે? કોરિયન ફિલ્મ એ મોમેન્ટ ટુ રિમેમ્બર પરથી આઇડિયા લઇને સૂરી મ્યુઝિકલ રોમાન્સની કથા કહેવા માગતા હતા. 

યશરાજ ફિલ્મ્સ, જે હાલ તેમનું સ્પાય યુનિવર્સ રચવામાં મગ્ન છે, તેઓ પણ એક નાનકડી લવ સ્ટોરી બનાવી લેવા માંગતા હતા. તેઓ ૫૦ કરોડ રૂપિયા રોકી બે નવોદિતોને ચમકાવતી લવ સ્ટોરી બનાવવાનો જુગાર ખેલવા તૈયાર હતા. તેમાં પણ અનુષ્કા શર્મા અને રણવીર સિંહ જેવી પ્રતિભાઓને પારખી મોખરે કરનાર કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ મુખર્જીએ જ્યારે અહાન પાંડે અને અનીત પદ્દાની જોડીને આ લવસ્ટોરી માટે સૂચવી ત્યારે યશરાજ ફિલ્મ્સને ખાતરી થઇ ગઇ હતી કે રોમાન્સ માટે જેમનું નામ ખાસ લેવામાં આવે છે તે ફિલ્મ કંપની પાસે રોમાન્સની જોરદાર બાજી આવી ગઇ છે. 

બીજી તરફ મોહિત સૂરીએ પણ નેટફલિક્સ પર ધ રોમાન્ટિક્સ જોઇ હતી. યશરાજ ફિલ્મ્સના ઉદય અને મૂળની કથા કહેતી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઇ સૂરીને ખાતરી થઇ ગઇ હતી કે લવસ્ટોરીઓ જ યશરાજનો ટ્રેડમાર્ક છે. સૂરી કહે છે જ્યારે યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મ બનાવી તેમના ટ્રેડમાર્ક રોમાન્સ ભણી પાછાં વળવા માંગતા હોવાનું મને સમજાયું ત્યારે મારા માટે આ પ્રોજેક્ટ એકદમ મહત્વનો બની ગયો. નાનો હતો ત્યારથી હું થિયેટરમાં જઇને યશરાજ અને આદિત્ય ચોપડાની ફિલ્મો જોતો આવ્યો છું. અમે તેમની આ ફિલ્મો જોઇને જ પ્રેમમાં  પડયા હતા. મારે હવે તેમના માટે લવસ્ટોરી બનાવવાની હતી. 

મોહિત સૂરી કહે છે, મારી ફિલ્મોમાં સંગીત ઘણીવાર ઇમોશનલ નેરેટિવની ઉપરવટ જાય છે. જો મારો સારો મ્યુઝિકલ રેકોર્ડ હોય તો તેનું શ્રેય મારા કાકાઓ મહેશ ભટ્ટ અને મુકેશ 

ભટ્ટને જાય છે. તેમના બેનર વિશેષ ફિલ્મ્સ દ્વારા મને મોટો બ્રેક મળ્યો હતો. મહેશ ભટ્ટની બહેન હીના સૂરી એ મોહિતની માતા છે. આમ, મહેશ ભટ્ટ તેના મામા થાય છે. ૩૭ વર્ષની વયે જ જેનું અવસાન થયું હતું તે હીના સૂરી દક્ષ સૂરીને પરણી હતી. દક્ષ સૂરીનું પણ ૨૦૧૧માં અવસાન થયું હતું. તેમનાં સંતાનોમાં મોહિત સૂરી અને સ્માઇલી સૂરી તથા કુમકુમ સહગલનો સમાવેશ થાય છે.  

૪૪ વર્ષના મોહિત સૂરી કહે છે, મ્યુઝિક અને રોમાન્સ એકમેક સાથે ગૂથાયેલાં હોય છે. તમે મને એક લવસ્ટોરીનું નામ કહો જેમાં સારું મ્યુઝિક ન હોય. મોહિત સૂરીએ ફહીમ અબ્દુલ્લા જેવા પ્રતિભાશાળી ગાયકનો સૈયારામાં બખૂબી ઉપયોગ કર્યો છે. મોહિત સૂરીને પોતાની મ્યુઝિકલ સેન્સ પર પાકો ભરોસો એટલે તેમણે કોઇ રિલ્સ, ઇન્ટરવ્યુ કે સીટી ટુર્સની જફામાં પડ્યા વિના ફિલ્મના સાઉન્ડ ટ્રેક પર જ મદાર રાખ્યો. નવોદિતોને મીડિયા સામે કે દર્શકો સામે રજૂ કરવાના ગિમિક કરવાને બદલે તેમના કામને જ દર્શકો જુએ અને તેમની પ્રતિભાને વખાણે કે વખોડે તેવો ખેલ મોહિત સૂરીએ પાડયો. પહેલાં જ દિવસે ૨૧.૫ કરોડ રૂપિયાની કમાણી થઇ. આંકડાઓ ફુલાવવામાં આવ્યા હોવાની શંંકાઓ કરવામાં આવી પણ ત્રણ દિવસમાં ૮૩ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેકશન જોઇ બધાંની બોલતી બંધ થઇ ગઇ અને ફરી એકવાર પુરવાર થયું કે રોમાન્સની વાત આવે ત્યારે યશરાજ દા કોઇ જવાબ નહીં. 

હવે બધાંની નજર ઓર એક લવસ્ટોરી પરમ સુંદરી પર નોંધાયેલી છે. જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફ્રેશ જોડીને ચમકાવતી મેડ્ડોક ફિલ્મ્સની આ ફિલ્મ ઓગસ્ટના અંતમાં રજૂ થઇ રહી છે. જો આ ફિલ્મ સફળ નીવડશે તો બોલિવુડમાં ફરી એકવાર લવસ્ટોરીની મોસમ બેસશે.