- 'સૈયારા' નામની એક લવ સ્ટોરી ટપકી પડે અને બોક્સ ઓફિસ પર 550 કરોડ રૂપિયાની કમાણી કરી જાય એ ચમત્કાર તો નહીં તો બીજું શું? આ ચમત્કાર થયો તેની સાથે એક મોટી ટ્રેજેડી પણ થઇ. આ ટ્રેજેડી એટલે એ જ દિવસે રજૂ થયેલી અનુપમ ખેરની ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ'. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માંડ 2.54 કરોડ રૂપિયા જ રળી શકી.
જ્યા રે ઓરિજિનલ રોમાન્ટિક હીરો શાહરૂખ ખાન જવાન ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવતો હોય અને વોર ટુથી માંડી સ્પેશ્યલ ઓપરેશન ટાઇપની સ્ટોરીઓની ચોતરફ બોલબાલા હોય ત્યારે અચાનક સૈયારા નામની એક લવ સ્ટોરી ટપકી પડે અને બોક્સ ઓફિસ પર ૫૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી જાય એ ચમત્કાર તો નહીં તો બીજું શું? આ ચમત્કાર થયો તેની સાથે એક મોટી ટ્રેજેડી પણ થઇ. આ ટ્રેજેડી તે એ જ દિવસે રજૂ થયેલી અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ . આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માંડ ૨.૫૪ કરોડ રૂપિયા જ રળી શકી. લગભગ ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાર વર્ષની મહેનત બાદ બનાવેલી આ ફિલ્મ સાવ ધોવાઇ જતાં અનુપમ ખેર હતાશ થઇ ગયા હતા. પણ દુનિયા આખીને પ્રેરણાત્મક પ્રવચનો આપનારાં અનુપમ ખેર એમ હતાશ થઇ જાય તે કેમ ચાલે. તેમણે પોતાની કહાની પોતાના શબ્દોમાં રજૂ કરી ત્યારે સમજાય કે શબ્દો કેવી છેતરામણી ચીજ છે. પ્રેરણાત્મક કહાણીઓ કહેનારાની હતાશાની વાત ચકિત કરી મુકે તેવી છે. ઓવર ટુ અનુપમ:
દસ વર્ષ અગાઉ મેં ભાડાંના ઘરમાં રહેવાનું પસંદકર્યું હતું. હું સંપત્તિ ધરાવવાનો ભાર વેંેઢારવા માંગતો નહોતો. મને તેને કારણે એક સ્વતંત્રતા મળતી હતી. અને આમ પણ મકાન કરતાં નાણાં વહેચવાનું સહેલું પડે છે. તમે જેટલા હળવા હો એટલી જ ઉંચી ઉડાન ભરી શકો છો. મને એક્ટિંગ, પુસ્તકો લખવા અને મારી સ્કૂલ ચલાવવાનું ગમે છે. મને મારા પિતાએ કહ્યું હતું આ દુનિયામાં સૌથી સરળ વાત બીજા કોઇને ખુશ કરવાનું છે. હું દરરોજ આ સલાહને અમલમાં મુકવાનો પ્રયાસ કરૂ છું.
પણ મારા પિતા દુનિયાની નજરે સફળ નહોતાં. અમે ગરીબ હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતાં હતા. મેં એકવાર મારા દાદાને પૂછયું હતું કે આપણી પાસે કશું નથી છતાં આટલાં બધાં ખુશ કેમ રહીએ છીએ. ત્યારે તેમણે કહ્યું હતું તમે જ્યારે એકદમ ગરીબ હો ત્યારે સૌથી મોટો વૈભવ ખુશી હોય છે. હું જ્યારે સંઘર્ષ કરતો હતો ત્યારે લોકો મને કહેતા હતા તું તો ટકલુ છે તારો ગજ નહીં વાગે. એકવાર નટરાજ સ્ટુડિયોમાં ગયો હતો ત્યારે એક આસિસ્ટન્ટન્ટે મને કહેલું કે લેખક કે આસિસ્ટન્ટ બની જા. તું કદી એક્ટર નહીં બની શકે. વર્ષો બાદ હું એ ઓફિસમાં પાછો ગયો ત્યારે એ આસિસ્ટન્ટ હતો ત્યાંને ત્યાં જ હતો.
પણ હવે જમાનો બદલાઇ ગયો છે. એ જમાનામાં સુનિલ દત્ત, વિનોદ ખન્ના કે હેમામાલિનીને મળવા સેટ પર જઇ શકાતુ ંહતું. આજે તો અભિનેતા એક આખો રસાલો લઇને ફરતો હોય છે. આજે એ હૂંફ રહી નથી. આજે એકલતા વધારે લાગે છે. હું નસીબદાર છું કે અનિલ કપૂર મારો પડોશી છે. હું ઘણીવાર તેના ઘરે કોફી પીવા પહોંચી જતો હોઉ છું. સતીશ કૌશિકના ગુજરી ગયા બાદ આ સંપર્ક વધારે સઘન બની ગયો છે. આજે તમે કોને ઓળખો છો તે વધારે મહત્વની બાબત બની ગઇ છે. આમ છતાં જ્યારે મારી ફિલ્મ તન્વી ધ ગ્રેટનું ટ્રેલર રજૂ કર્યું ત્યારે શાહરૂખ, અમિતાભ બચ્ચન, અભિષેક, પ્રભાસ, રિતેશ દેશમુખ અને મધુ ભંડારકરે ટ્વિટ કરી મને ટેકો આપ્યો હતો. આ સંબંધો મહત્વના છે પણ હવે લોકો સુધી પહોંચવાનું મુશ્કેલ બની ગયું છે. હું લોકો સાથે ટોળાંમાં ભળી શકતો નથી. મને મારા મૂલ્યની ખબર છે મારે કાફલો લઇને મારી મહત્તા સ્થાપવાની જરૂર પડતી નથી.
સારાંશની વાત કરીએ તો મેં છ મહિના સુધી રિહર્સલ કર્યા હતા. હું શિવાજી પાર્ક જઇને વૃદ્ધોની દિનચર્યા જોતો હતો. હું ચાલવાની લાકડીને સાથે રાખી સૂતો હતો. અમે પહેલી જાન્યુઆરી ૧૯૮૪ના રોજ શૂટિંગ શરૂ કરવાના હતા પણ ૨૦ ડિસેમ્બરે ડ્રામા સ્કૂલના મારા સાથી સુહાસ ખાંડકેએ જણાવ્યું કે રાજશ્રીએ મારા બદલે રાજેશ ખન્નાને સાઇન કરી લીધો હોવાની વાત સાંભળવા મળી છે. હું આંચકો ખાઇ ગયો. મેં રેશનની દુકાનના પબ્લિકફોન પરથી મહેશ ભટ્ટને ફોન લગાડયો. તેમણે જણાવ્યું તેઓ કોઇ નવા એક્ટરને લેવાનું જોખમ ખેડવા માંગતા નથી. મારું દિલ તુટી ગયું અને હું બેગ ભરીને મુંબઇ છોડી રવાના થવા તૈયાર થઇ ગયો. પણ હું વીટી સ્ટેશને જતો હતો ત્યાં મને મારા દાદાના શબ્દો યાદ આવ્યા, જ્યારે તમે કશી અપેક્ષા રાખી ન હોય તો તમારે કશું ગુમાવવાનું રહેતું નથી. પછી હું ભટ્ટ સાબના ઘરે ગયો અને તેમની સામે રડી પડીને જણાવ્યું કે સંજીવ કુમાર આ રોલ મારા કરતાં બહેતર નહીં કરી શકે. પછી હું રવાના થવા કેબમાં બેસતો હતો ત્યારે જ મહેશ ભટ્ટે મને પાછો બોલાવ્યો અને ફોન કરી રાજ શ્રીને જણાવ્યું કે અનુપમ જ આ ભૂમિકા ભજવી શકશે. બસ, પછીનો ઇતિહાસ તો આખી દુનિયા જાણે છે. ભટ્ટ સાબમારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા.
આજે તેમણે મારા પુસ્તક ડિફરન્ટ બટ નો લેસની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તક તન્વી ધ ગ્રેટ ફિલ્મ વિશે છે. આ ફિલ્મ આમ તો બનવાની જ નહોતી. ફિલ્મનું શૂંટિંગ શરૂ થાય તેના એક મહિના અગાઉ મારા ફાયનાન્સિયરે હાથ ઉંંચા કરી નાંખ્યા. પણ મેં તમામ મુશ્કેલીઓ પાર કરીને પણ આફિલ્મ બનાવવાનું નક્કી કરી નાંખ્યું અને મારા દોસ્તારોને મળી નાણાં ઉભાં કર્યાં. આ ફિલ્મના મૂળમાં મારું જીવન રહેલું છે. મારી ભત્રીજી તન્વી ઓટિસ્ટિક છે. આ પ્રકારના બાળકો તેમના સંસારમાં જ ખોવાયલાં રહે છે. ગુરગાવમાં એક લગ્ન દરમ્યાન અમે બધાં મોજમજા કરી રહ્યા હતા ત્યારે તે એક તરફ ઉભી રહીને ચૂપચાપ પહાડોને તાકી રહી હતી. મે તેને પૂછયું કે તે શું જોઇ રહી છે ત્યારે તેણે મને કહ્યું કે હું મારા સંસારને જોઇ રહી છું. મને તેનો સંસાર તો બહું ન સમજાયો પણ તેણે જે પ્રમાણિકતા અને પવિત્રતાથી આ વાત કહી તે મારા દિલને સ્પર્શી ગઇ. મેં અભિષેક અને અંકુર સાથે મળી એક વર્ષ કામ કરી તેની પટકથા તૈયાર કરી. તન્વી સરસ ગાતી હતી એટલે મેં ફિલ્મ મ્યુઝિકલ બનાવવાનો દાવ ખેલ્યો. મેં તેને સાઉન્ડ ઓફ મ્યુઝિકના તાલમાં રજૂ કરવાનું નક્કી કર્યું. અમે કાન્સ, લંડન અને ન્યુ યોર્કમાં પણ આ ફિલ્મ રજૂ કરી. પણ ભારતમાં આ ફિલ્મ ન ચાલી તે ન ચાલી અને હું હતાશ થઇ ગયો. પણ હતાશા મને ઘેરી વળી હોય તેવું અગાઉ ૨૦૧૨માં બન્યું હતું અને મને તેની ખબર પણ પડી નહોતી. એ વર્ષે યશ ચોપડા, મારા પિતા અને મારો મેનેજર શેટ્ટી ગુજરી ગયા હતા. વર્ષો બાદ મને સમજાયું કે આ બધાં અવસાનોના આઘાતને કારણે હું હતાશામાં સરી ગયો હતો. હું ઉંઘી શકતો નહોતો. બધાં અખતરાં સ્લિપિંગ પીલ્સ સુદ્ધાં ફેઇલ ગયા. પછી હું મારા આંખના ડોક્ટર ડિસોઝા પાસે ગયો. શૂટિંગની લાઇટ્સને કારણે મારી આંખ સૂકી થઇ ગઇ છે તો મને આંખમાં નાંખવાના ટીપાં આપો તેમ મેં તેમને કહ્યું. પહેલાં તો તે અચકાયા પછી જણાવ્યું, તાર ેઆંખના ડોક્ટરની નહીંં સાયકિયાટ્રિસ્ટની જરૂર છે. મને આશ્ચર્ય થયું. ધ બેસ્ટ થીંંગ અબાઉટ યુ ઇઝ યુ નામની બેસ્ટસેલર બુક મં લખી હતી. હું પ્રવચનો આપતો હતો. હું આશાવાદી વકતા હતો. પણ મેં મારા આંખના ડોક્ટરની સલાહ માની મારા હાથમાં મારું પુસ્તક લઇને સાયકિયાટ્રિસ્ટના ક્લિનીકમાં પહોંચી ગયો. હું મારો વારો આવે તેની રાહ જોતો હતો ત્યારે લોકો મને ઓળખી ગયા અને સેલ્ફી લેવા માંડયા. હું ક્લિનીકમાં પ્રવેશ્યો કે તરત જ મેં ડોકટર કશું કહે તે પહેલાં જ મેં તેમને પૂછયું કે મને તમારી સમસ્યા જણાવો. તેમણે મને તેમની સમસ્યા જણાવી અને મેં એક કલાક સુધી થેરપિસ્ટની જેમ તેમની સમસ્યાઓ ઉકેલી આપી. છેલ્લે જ્યારે હું રવાના થવા ઉભો થયો ત્યારે તેમણે મને હાથમાં પ્રિસ્ક્રિપ્શન પકડાવ્યું, તમે મેનિક ડિપ્રેશન એટલેૈ કે પ્રફુલ્લતા અને વિષાદની વચ્ચે ઝુલતા હો તેમ હતાશાથી પીડાઇ રહ્યા છો. દવાઓ લીધા વિના સાજા થવાનું નક્કી કર્યું. હવે મને સારું છે. હજી મારી ઉંઘ પુરી પાછી ફરી નથી. પણ હવે હું માનસિક સમસ્યાઓની વકીલાત કરતો થઇ ગયો છું. પણ મેં મારા ડોકટર સાવંત પાસે જવાનું બંધ કર્યું નથી. હું તેમની દવા લેવા નહીં પણ તેમની સાથે વાતો કરવા જાઉં છું. એકવાર મેં તેમને કહ્યું કે, ઘણીવાર હું કલ્પના કરૂ છું કે અજાણ્યા લોકોને એકલતા કેવી પીડતી હશે. તરત જ તેમણે મને કહ્યું, સ્ટોરીઓ બનાવવાનું બંધ કર. તેઓ ખુશ પણ હોઇ શકે. તારી કલ્પનાઓ તને ઉદાસ બનાવે છે.
પણ આજે ભૂતકાળમાં ડોકિયું કરૂ તો જણાય છે કે સતીશ કૌશિકનું અચાનક જવું હું સહી શક્યો નહોતો. તે જાણે એક ખરાબ આદત બની ગયો હતો. હજી પણ યશરાજ સ્ટુડિયો પાસેથી પસાર થાઉં ત્યારે ડ્રાઇવરને તેની ઓફિસમાં લઇ જવા કહી બેસું છું. પણ સૌથી મોટો ધક્કો મને મારા પિતાના મોતનો લાગ્યો હતો. મારા પિતાની હાલત એવી થઇ ગઇ હતી કે તેમના માટે ખોરાક માટી બની ગયો હતો અને પાણી એસિડ બની ગયું હતું. તે ધીમે ધીમે ભૂખે મરી રહ્યા હતા. તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં તે મને કશું કહેવા માંગતા હતા. તે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતા. તેમણે કાગળ પર ૨૦ મિનિટ લખ્યા કર્યું. પણ તેમણે લખેલાં કાગળમાં માત્ર લાઇનો હતી, શબ્દો નહોતાં.આમ છતાં મેં હું સમજી ગયો હોવાનો દેખાવ ચાલુ રાખ્યો. તેમણે નિરાશ થઇ મને નજીક બોલાવી મારા કાનમાં કહ્યું, જિંદગી જી લે! મોતનો સામનો કરી રહેલો માણસ મને કહેતો હતો જિંદગી પુરી માણી લે. અને હું માનું છું કે ખરી થેરેપી વાતચીત છે. પણ આપણે હવે વાત કરતાં નથી.
હવે એઆઇ અને નાનામોટાં સ્ક્રિન્સથી ઘેરાયેલાં આપણે માનવ સાથે સંવાદ સાધવાની કળા વિસરી રહ્યા છીએ.


