Get The App

'સૈયારા'ના અહાન-અનિતના ફેન્સ પર ખોબલે ખોબલે પ્રેમ પત્રો!

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
'સૈયારા'ના અહાન-અનિતના ફેન્સ પર ખોબલે ખોબલે પ્રેમ પત્રો! 1 - image


- 'મને ખબર નથી  કે મારા માટે આગળ ભવિષ્યમાં શું છે,  પરંતુ હું   જાણું છું  કે મારા હૃદયમાં  અનેરો પ્રેમ અનુભવું છું. આટલું જ નહીં,   હું પોતે પણ  તમારા માટે આ જ પ્રેમ અનુભવું  છું.

અહાન પાંડે અને અનિત પદ્દાની પ્રથમ  ફિલ્મ 'સૈયારા' સુપરહીટ નિવડી અને એક નવું જ સ્વપ્ન  સાકાર થયું.  આટલું જ નહીં,  તેઓ રાતોરાત સ્ટારડમની સુંવાળી  ધરતી સુધી  પહોંચી ગયા.  'સૈયારા'  ફિલ્મે  વિવેચકોની પણ પ્રશંસા  મેળવી તથા બોક્સ ઓફિસ   પર પણ નાણાંની  ટંકશાળ  પાડી દીધી.  તાજેતરના જ આંક પર ધ્યાન રાખીએ  તો વિશ્વભરમાં  આ  ફિલ્મે રૃા. ૫૦૦ કરોડથી પણ વધુ કમાણી કરી આગેકૂચ  જારી રાખી હતી.

આ  બંને નવોદિત કલાકારોએ  તેમના પ્રેમની ઉજવણી કરતાં  તેમના ચાહકોને  સંવેદનશીલ નોંધ  લખી છે. 

અહાન અને  અનિતે પ્રેક્ષકો તરફથી મળેલી   સ્વીકૃતિ બદલ  કૃતજ્ઞાતા વ્યક્ત  કરતાં  ફિલ્મની  તસવીરો પણ શેર કરી છે. અહાને તો તેની દાદીને યાદ કરીને એક ભાવનાત્મક નોંધ લખી.  તેઓ મને આ સફળતા  પ્રાપ્ત થતી જોઈ શક્યા હોત. તેણે લખ્યું, 'દાદી, મુઝે હમેશાં  રાજ બુલાતીથી કાશ વો આજ ક્રિશ કો દેખ પાતી.' વધુમાં જણાવ્યું, 'સિતારોં  મેં સિતારા, એક તન્હા તારા-દાદી  મેરી..... વહાં  સે  દેખ કર મુઝ.....મુશ્કુરાયેગી- યે સિર્ફ આપકે  લિયે હૈ દાદી....

મોહિત સૂરીના  દિગ્દર્શનની સફળતા  પાછળ ચાહકોનો આભાર   માનનીને અહાને તેના અંદર રહેલા બાલકના સ્વપ્ન પૂરા કરવા-બંને  (અહિાન અને અનિત)એ  ચાહકોનો આભાર માન્યો.  'મને ખબર નથી  કે મારા માટે આગળ ભવિષ્યમાં શું છે,  પરંતુ હું   જાણું છું  કે મારા હૃદયમાં  અનેરો પ્રેમ અનુભવું છું. આટલું જ નહીં,   હું પોતે પણ  તમારા માટે આ જ પ્રેમ અનુભવું  છું.

 હું આ પ્રેમને હમેશાં  અને હમેશાં અનુભવતો રહીશ.  આ સાથે તેણે ઉમેર્યું, 'આ ચમત્કાર  માટે આભાર.  હું ઈચ્છું  છું કે હું પણ તને  દરેકને ગળે લગાવી શકું.  તેરે બિના તો કુછ ના રહેંગે.' 

અનિત પણ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ હતી.  તેણે સ્વીકાર્યું હતું કે તમારા બધાનો  જે પ્રે મળ્યો  છે તેને કારણે મારું  હૃદય ગદ્ગદ્  થઈ ગયું છે. - ભારે થઈ ગયું છે. અને હું તો આગળ શું હ શે એ વાતથી  જ ડરી રહી છું.  'મને આગળ શું છે તોેનો ડર લાગે છે.  ડર છે કે હું તેને પરો કરી શકીશ.  પણ મારી પાસે  જે કઈ છે,  મારા નાનામાં નાના  અંશને પણ હું તને બહાર લાવીશ.  જો તે તમને હસાવશે કે રડાવશે, અથવા કંઈક  યાદ કરાવશે, જે તમને ભૂલી  ગયા છે.  જો તે તમને થોડું  ઓછું એકલું   અનુભવ  કરાવશે  તો કદાચ તે માટે  જ હું અહીં છું.  અને હું સતત આવા પ્રયાસ કરતી રહીશ.  પછી ભલે જે મારી પાસે  જે કંઈ હોય તેની સહાયે  હું તમારું મનોરંજન  કરતી રહીશ  કારણકે હું તમે અપાર પ્રેમ કરું છું, ' એમ  અનિતે સમાપન કર્યું છે. 

Tags :