Get The App

સાધના : જુની અભિનેત્રીઓમાં અનોખું સ્થાન બનાવનાર અદાકારા

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
સાધના : જુની અભિનેત્રીઓમાં અનોખું સ્થાન બનાવનાર અદાકારા 1 - image

- 'શ્રી 420'ના ગીત 'ઇકે બલમ આજા'માં ગ્રૂપમાં સામેલ હતી. તે વખતે તેના માતા-પિતાની આથક સ્થિતિ નબળી હતી અને સાધના ઘરની એકમાત્ર કમાનારી વ્યક્તિ હતી

- 'એક ફૂલ દો માલી' માં સંજય સાથે

હરિ શિવદાસાનીની પુત્રી બબીતા રાજ કપૂરના સૌથી મોટા પુત્ર રણધીર કપૂરની પત્ની છે અને હરિ શિવદાસાનીના ભાઇની પુત્રી સાધનાએ પોતાની ફિલ્મી કરિયર એક ડાન્સર તરીકે શરૂ કર્યું હતું. તે પહેલીવાર 'શ્રી ૪૨૦'ના ગીત 'ઇકે બલમ આજા'માં ગ્રૂપમાં સામેલ હતી. તે વખતે તેના માતા-પિતાની આથક સ્થિતિ નબળી હતી અને સાધના ઘરની એકમાત્ર કમાનારી વ્યક્તિ હતી. આરકે નૈયર રાજ કપૂરના સહાયક નિર્દેશક હતા અને ત્યારે જ તેમની મિત્રતા થઇ. આરકે નૈયરે એક દિવસ ટ્રેનમાં સફર કરતી વખતે 'લવ ઇન સિમલા'નો વિચાર કર્યો અને તેઓ સીધા શશધર મુખર્જીને મળવાં ગયા. શશધર મુખર્જી પાસે પ્રતિભાને ઓળખી લેતી આંખો હતી. જ્યારે આરકે નૈયર ગ્રૂપ ડાન્સ સાધનાને શશધરને મળવા લઇ ગયા ત્યારે તેમણે પૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું કે તે જ નાયિકા હશે. ત્યારે શશધરને એક વાતનો સંશય હતો કે નાયિકાનું માથું મોટું છે. કહેવાય છે કે આવશ્યકતાઓ જ અવિષ્કારની જનેતા હોય છે. નૈયર સાહેબે તરત જ તેને મેકઅપ રૂપમાં લઇ જઇને કાતર વડે થોડા વાળ કાપીને તેને માથા તરફ કટ આપ્યો. સમય જતાં આ જ હેરસ્ટાઇલ -'સાધના કટ' તરીકે લોકપ્રિય થઇ. ફિલ્મ હતી 'લવ ઇન શિમલા.' સાધનાએ બિમલ રોયની 'પરખ'માં કામ કર્યું. 'લવ ઇન શિમલા'ની બોક્સ ઓફિસ પરની સફળતાની સાથે 'પરખ'એ તેને પ્રતિભાશાળી કલાકાર તરીકે પ્રસિદ્ધિ અપાવી. દરેક ફિલ્મની સાથે સાધનાની લોકપ્રિયતા વધતી ગઇ અને રામાનંદ સાગરની 'આરઝુ'માં તેમણે નાયક રાજેન્દ્ર કુમારને અપાયું તેટલું જ એટલે કે પાંચ લાખ રૂપિયા મહેનતાણંુ અપાયું. આશા પારેખ અને સાયરા બાનો તેમના જ સમયગાળાની અભિનેત્રીઓ હતી પરંતુ સાધાનાએ સૌથી વધુ લોકપ્રિયતા મેળવી. જે આરકે સ્ટૂડિયોમાં 'શ્રી ૪૨૦'માં તે ગ્રૂપ ડાન્સર હતી, તે જ સ્ટૂડિયોમાં તે સ્ટાર બનીને આવી થોડાં સમય પછી તે રાજ કપૂર સાથે નાયિકા બનીને પણ આવી, ફિલ્મ હતી 'દુલ્હા-દુલ્હન!'. તેના સંઘર્ષ અને સફળતાને કારણે રાજ કપૂર તેને 'સધ્ધોરાની' કહીને સંબોધતા હતી.

આરકે નૈયર અને સાધનાનો પ્રેમ ઘણો સમય સુધી ચાલ્યો અને પછી લગ્ન થયાં, પરંતુ સંતાન ન થઇ શક્યું. તેમને બે વાર એબોર્શન થઇ ગયું, પરંતુ સાધના નૈયરની બહેનના બાળકોને પોતાનાં જ માનતી રહી અને પોતાના વિલમાં સંપત્તિનો અધિકાર તેમને આપ્યો. તેઓને કરિયરના સુવર્ણકાળમાં થાઇરાઇડની બીમારીએ જકડી લીધાં. આજે જે રોગનો ઇલાજ દિવસની એક ગોળી ખાવાથી સહજપણે થઇ જાય છે, ત્યારે ઘણો ગંભીર ગણાતો હતો. તેની સાથે તેમને અન્ય એક રોગ લાગુ પડયો જેને લીધે લંડન જઈ તેમને પોતાની એક આંખ કઢાવવી પડી અને અસલ આંખ જેવો જ પથ્થર લગાવવામાં આવ્યો.

આ બીમારીઓને કારણે તેમના કારકિર્દીના તપતા સૂર્યને ગ્રહણ લાગી ગયું અને કેટલાંક સમય માટે ફિલ્મોથી દૂર રહ્યાં. બાદમાં તેમના પતિ આરકે નૈયરે તેમને લઇને 'ગીતા મેરા નામ' જેવી અત્યંત સફળ ફિલ્મ બનાવી. તેમણે નારી સિપ્પીને નિર્માતા બનવામાં મદદ કરી, ફિલ્મ હતી 'વો કૌન થી.' તે ફિલ્મમાં મદનમોહને સંગીત આપ્યું હતું અને 'નયના બરસે રિમઝિમ- રિમઝિમ પિયા તેરે આવન કી આસ' ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. દેવ આનંદ સાથેની તેમની 'હમ દોનો'નું સંગીત પણ કમાલનું હતું. સાધનાએ બીઆર ચોપરાની મલ્ટીસ્ટારર ફિલ્મ 'વક્ત'માં પણ કામ કર્યું હતું. સાધના મોટાભાગે કેરળથી આવેલી ગરીબ છોકરીઓને પોતાને ત્યાં કામે રાખતી અને તેમને જીવવાનો અને સેવા કરવાનો પાઠ મનોયોગથી શીખવતી. આ કળા શીખીને તે છોકરીઓને દેશી-વિદેશી ધનિકોને ત્યાં સારા વેતન પર કામ મળવા લાગ્યાં. તેમાંની એકે બધી ઓફર ફગાવી દીધી અને છેલ્લાં દસ વર્ષોથી સાધનાની સેવા કરી રહી હતી. 

સાધનાનો શાનદાર ફ્લેટ કાર્ટર રોડ પર અને તેઓ તેને ભાડે તે બંગલામાં રહેતી હતી, જે તેણે ૫૦ વર્ષ પહેલાં આશા ભોંસલે પાસેથી ભાડે લીધો હતો. આશાજીએ તે બંગલો જે બિલ્ડરને વેચ્યો, તેણે સાધનાને એનકેન પ્રકારે ડરાવવા-ધમકાવવાના પ્રયત્નો કર્યાં પરંતુ સાધના ડરના ભૂતથી ક્યારેય ડરી નહી. તેમની અંતિમયાત્રા આ બંગલામાંથી જ નિકળી હતી. ત્રણ વર્ષ સુધી કેન્સર સામે ઝઝુમ્યા પછી તેમનું અવસાન થયું હતું.