રોમિત રાજ : દમદાર રોલ મળે એટલે ભયોભયો .
- 'લાંબી કારકિર્દી દરમિયાન બધું જ નિહાળ્યું છે, પરંતુ મુશ્કેલ તબક્કામાં હું ક્યારેય નિરાશ નથી થયો. આ તો જીવનમાં એક ભાગ છે. હું હંમેશા આગળ જોવામાં માનું છું. હું ટીવી તેમ જ વેબ શોઝ કરવા માગું છું'
રોમિત રાજ તાજેતરમાં જ નવ મહિના સુધી ટીવી શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં સશક્ત ભૂમિકા ભજવ્યા બાદ એ શો છોડી ગયો છે. આ સંદર્ભે એ કહે છે, 'મને શોમાં રોહિતની ભૂમિકા ભજવવામાં મજા આવી, પણ મારો ટ્રેક સમાપ્ત થઈ ગયો અને હવે હું મારા ગીતની રાહ જોઈ રહ્યો છું હવે રોમિત રાજ મુખ્ય ભૂમિકા ભજવવા માટે ઘણો ઉત્સુક છે. જેમ કે ૨૦૦૬-'૦૭'ની આસપાસ લોકપ્રિય શો 'મયકા' અને 'ઘર કી લક્ષ્મી બટિયા' સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઇન્ડસ્ટ્રીમાં તેને ૨૦ વર્ષ થઈ ગયા છે. આ કંઈ નાનોસૂનો સમયકાળ નહીં કહેવાય, પણ તેની ઉત્સુક્તા અદ્ભુત છે અને કોઈપણ કલાકારે તેના જીવનમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવવાની અભ્યર્થના હોય છે.
રોમિત કહે છે, 'રોમેન્ટિક ડ્રામા, થ્રિલર અથવા મર્ડર મિસ્ટ્રી હોય અને તેમાં મુખ્ય ભૂમિકા હોય તો તે પરફોર્મન્સ માટે ઉમદા સ્કોપ પૂરો પાડે છે અને દરેક અભિનેતા આ માટે યોગ્ય તક મળે તેની આશા સેવતો હોય છે. મેં જ્યારે સશક્ત સમાંતર ભૂમિકા માટે પ્રયત્ન શરૂ કર્યા અને મેં સારા પ્રોડક્શન હાઉસ ભણી મારું ધ્યાન કેન્દ્રીત કર્યું અને મુખ્ય ભૂમિકા ભજવવાની તૈયારી આદરી છે.'
બે દાયકા લાંબી કારકિર્દી પર એક નજર નાખતા રોનિત કહે છે, 'હું મુખ્ય ભૂમિકા ભજવવાની આશા રાખું છું. મુખ્ય ભૂમિકાઓ પ્રદર્શન માટે વધુ અવકાશ આપે છે અને દરેક અભિનેતા સારી તકો માટે તૈયાર હોય છે. મારું ધ્યાન સારા પ્રોડક્શન હાઉસો સાથે કામ કરવા અને મુખ્ય ભૂમિકા પર પાછા ફરવા પર છે.'
લાંબી કારકિર્દી દરમિયાન બધુ જ નિહાળ્યું છે, પરંતુ મુશ્કેલ તબક્કામાં તે ક્યારેય નિરાશ નથી થયો. આ તો એક અભિનેતાના જીવનમાં એક ભાગ છે અને હું હંમેશા આગળ જોવામાં માનું છું. વિવિધ માધ્યમો ખુલતા હું ટીવી તેમ જ વેબ શોઝ કરવા માગું છું. વેબ સીરિઝ 'નામ ગુમ જાયેગા'માં છેલ્લે રોમિત નજરે પડયો હતો.
અંગત મોરચાની વાત કરતાં રોમિત રાજ કહે છે કે 'તેને લગ્નના પંદર વર્ષ થયા. આ સંદર્ભે તે શેર કરતા જણાવે છે, લગ્નને ખીલવા માટે ખુશી-આનંદ તો ચાવીરૂપ છે. ટીના મારી શક્તિ છે. મારા જીવન દરમિયાન મારી સાથે રહી છે. ટીનાએ મારા જીવનમાં આવેલા ચડાવ-ઉતાર વેળા મારી પડખે રહી છે.
ખાસ કરીને જ્યારે મારી પાસે કામ નહોતું ત્યારે મારા આ પડકારજનક તબક્કા દરમિયાન મારો ટેકો બની રહી હતી.'
શિલ્પાને એક સ્વતંત્ર અને સફળ મહિલા બદલ માન આપું છું
રોમિતની સગાઈ ૨૦૦૯માં અભિનેત્રી શિલ્પા શિંદે સાથે થઈ હતી, પણ આજે પણ જ્યારે તેને આ સંબંધ વિશે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે, 'મને આશ્ચર્ય થાય છે કે ૧૬ વર્ષ પછી પણ છ મહિનાથી ઓછા સમય સુધી ચાલેલી કોઈ વાત હજુ પણ નજર સમક્ષ ટરવરે છે. ક્યારેય કોઈ નકારાત્મકતા નહોતી. તે બનવાની પણ નહોતી. શિલ્પાએ પોતાના માટે સારું કર્યું છે. જો કે અમે વર્ષોથી એકબીજા માટે સંબંધ બાંધ્યા નથી. અમે એક બીજાને શુભેચ્છા પાઠવી છે. શિલ્પા તો એક સ્વતંત્ર અને સફળ મહિલા છે, જે માટે હું તેને માન આપું છું,' એમ રોમિતે ઉમેર્યું હતું.