હિન્દી સિનેમામાં કમર્શિયલ રીતે સૌથી સફળ અને પ્રસિદ્ધ દિગ્દર્શકો પૈકી એક, ફિલ્મસર્જક રોહિત શેટ્ટી તેમના જૂહુ નિવાસસ્થાનની બહાર ગોળીબારની ઘટના પછી અસાધારણ અંગત અને વ્યાવસાયિક પડકારનો સામનો કરી રહ્યા છે. હવે જ્યારે તે વધુ સખત સુરક્ષા પરિસ્થિતિ હેઠળ 'ગોલમાલ-૫' સાથે આગળ વધી રહ્યા છે ત્યારે તેમની આ જ અડગતાની આકરી કસોટી થઈ રહી છે.
રવિવારે વહેલી સવારે બનેલી ગોળીબારની ઘટનાએ મુંબઈના જૂહુ વિસ્તારમાં આંચકો સર્જ્યો જ્યારે બે હુમલાખોરોએ દિગ્દર્શકના ઘર શેટ્ટી ટાવરની બહાર અનેક રાઉન્ડ ફાયર કર્યા. કોઈને ઈજા તો નહોતી થઈ પણ પોલીસે તાત્કાલિક ફિલ્મસર્જકના રહેઠાણ ફરતે સુરક્ષા ચુસ્ત કરી અને તપાસ શરૂ કરી દીધી. વિવાદથી મોટાભાગે દૂર રહેતા તેમજ બોક્સઓફિસ મનોરંજન આપવામાં એકાગ્ર દિગ્દર્શક માટે આ ઘટના તેમની અંગત જગ્યામાં પરેશાન કરનારી દખલગીરી સાબિત થઈ છે.
અસ્વસ્થ કરનારા સંજોગો છતાં રોહિત શેટ્ટી તેમની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને ભયથી હાનિ ન થાય તેના માટે મક્કમ છે. બોલીવૂડની સૌથી સફળ પૈકી એક કોમેડી ફ્રેન્ચાઈસી 'ગોલમાલ -૫'ની નવી આવૃત્તિ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે, પણ તેમાં અસાધારણ સુરક્ષા પગલા લેવાયા છે. આયોજન મુજબ શૂટ ૧૫ ફેબુ્રઆરી પછી શરૂ થાય તો શેટ્ટી સાવધાની પૂર્વક તૈયાર કરાયેલી બે ટિઅર સુરક્ષા સીસ્ટમમાં કામ કરશે, જે તેમની તકેદારી તેમજ મક્કમતા બંને દર્શાવે છે.
સેટ પર આયોજિત કરાયેલી સુરક્ષા વ્યવસ્થા તેમની સલામતી કેવી રીતે કરવામાં આવી છે તે દર્શાવે છે. આશરે ૬૦ સુરક્ષા કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે જેઓ બે સ્તરનું સુરક્ષા કવચ રચશે. પ્રથમ સ્તરમાં સ્થાનિક પોલીસ રહેશે જ્યારે બીજા સ્તરમાં શેટ્ટીના અંગત બોડીગાર્ડ રહેશે. આ માળખાની અંદર દિગ્દર્શક નિયંત્રિત ઝોનમાં કામ કરશે, જ્યાં માત્ર અમુક જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે.
શૂટ વાતાવરણના તમામ પાસાની રચના શેટ્ટીની સુરક્ષા ફરતે કરાઈ છે. જૂનિયર કલાકારો અને વિક્રેતાઓથી લઈને દૈનિક પગારદાર ક્રૂ સભ્યો સુધીના સેટ પરના તમામ વ્યક્તિઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન તેમજ આઈડી વેરિફિકેશન કરાવવું પડશે. તાત્કાલિક પ્રવેશ પૂર્ણપણે પ્રતિબંધિત કરાશે.
ફિલ્મસર્જકની સુરક્ષામાં માહિતી મેનેજમેન્ટ પણ મહત્વની ભૂમિકા નિભાવશે. શૂટ સમય અને સ્થળની વિગતો માત્ર જરૂર હોય તેની સાથે જ શેર કરાશે. કોલ શીટ પણ મર્યાદિત રીતે વિતરીત કરાશે અને સ્થળની વિગતો બિનજરૂરી જાહેરાત ટાળવામાં આવે તેવી રીતે રજૂ થશે. બેબાકપણે કામ કરવા તેમજ ચુસ્ત સક્ષમતા સાથેના જટિલ સેટ સાથે ટેવાયેલા દિગ્દર્શક માટે મહિતીનો આ નિયંત્રિત પ્રવાહ તેમની કાર્યશૈલીમાં મહત્વનો ફેરફાર સાબિત થશે.
ગોળીબારની ઘટના પછીના આંચકા શેટ્ટીની અન્ય વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને પણ સ્પર્શી ગયા છે. જોન અબ્રાહમ અભિનિત અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવન પર આધારીત અતિ અપેક્ષિત ફિલ્મ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૫માં ફ્લોર પર ગયેલી આ ફિલ્મ અત્યાર સુધી સાતત્યતાથી આગળ વધી રહી હતી. જાન્યુઆરીના અંત સુધી શેટ્ટી ઊટીમાં સ્થળ ચકાસી રહ્યા હતા, પણ હવે હાલના સંજોગો હેઠળ બાકીના શૂટ વિશે ફેરવિચારણા કરવામાં આવશે.
દરમ્યાન ફિલ્મ ઉદ્યોગની અનેક સંસ્થાઓએ રોહિત શેટ્ટી પરના હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે અને તેને ફિલ્મ ઉદ્યોગના સભ્યોને લક્ષ્યાંક બનાવતી ચિંતાજનક ધાકધમકીના હિસ્સા તરીકે ગણાવી છે. ઉદ્યોગની ચિંતા સર્વસામાન્ય છે, પણ અડગતા, ટીમવર્ક અને દર્શકોને મનોરંજન પૂરુ પાડવા અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા ફિલ્મસર્જક શેટ્ટીએ પોતાના કાર્યમાં એકાગ્રતા જાળવી રાખી છે.
રોહિત શેટ્ટી હવે વધારાની સુરક્ષા સાથે આગળ વધી રહ્યા છે ત્યારે તેમના પ્રતિસાદે તેમની કારકિર્દીને વ્યાખ્યા આપતા અભિગમનું પ્રતિબિંબ પાડયું છે. 'અનુકૂળ થાવ, નિયંત્રણ મેળવો અને આગળ વધો.' અનિશ્ચિતતા વચ્ચે પણ દિગ્દર્શક શેટ્ટી તેમની રચનાત્મક સફર ચાલુ રાખવા મક્કમ છે, જે ફરી એકવાર સાબિત કરે છે કે ધાકધમકી તેમને તેમના કાર્ય અથવા વિઝનમાંથી વિચલિત નહિ કરી શકે.


