Get The App

રોબી અને ટોમ: રીલ કરતાં રિયલ લાઈફ વધુ રોમાંચક

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
રોબી અને ટોમ: રીલ કરતાં રિયલ લાઈફ વધુ રોમાંચક 1 - image

આવેલેન્ટાઈન વીકએન્ડ પર સૌની નજર 'વુધરીંગ હાઈટ્સ' ફિલ્મ પર ટકેલી હતી. એક તરફ ચાહકો આ કાલ્પનિક પ્રેમ કહાની પર ઓવારી ગયા છે, જ્યારે બીજી બાજુ લોકો રોબી અને એના પતિ ટોમ એકર્લીની રિયલ લાઈફ સ્ટોરીથી પણ એટલા જ આકર્ષિત થયા છે. 

૨૦૧૩ની આસપાસ રોબી 'ધી વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ'માં મસ્તમજાનો અભિનય કરીને છવાઈ ગઈ હતી. ક્રમશ: એ હોલિવુડની સૌથી બિઝી કલાકારો પૈકીની એક બની ગઈ. બીજી તરફ એકર્લી એક આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે પડદા પાછળ કામ કરી રહ્યો હતો. તેમનો પ્રથમ સંપર્ક ગ્લેમેરસ અથવા ચર્ચાસ્પદ નહોતો. તે સાદો અને સાહજિક હતો. ત્યાર પછી શરૂ થઈ ગાઢ મિત્રતા, જે લાંબા શૂટીંગ દિવસો દરમ્યાન વધુ પાંગરી. રોબીએ ઘણીવાર જણાવ્યું છે કે મિત્રતા સૌથી મહત્ત્વની છે. ૨૦૧૪ સુધીમાં લાગણીઓ વધુ બળવત્તર બની અને તેમણે ડેટિંગ શરૂ કર્યું. એમણે સંબંધ ગોપનીય રાખવાનું પસંદ કર્યંુ. 

ડિસેમ્બર ૨૦૧૬માં કપલે ઓસ્ટ્રેલિયામાં લગ્ન કરી લીધાં. હોલિવુડની ચમકદમકથી દૂર આ લગ્ન સમારંભ નાનો અને સ્વજનો પૂરતો જ સીમિત હતો. 

લગ્ન અગાઉ રોબી અને એકર્લીએ લકી ચેપ એન્ટરટેન્મેન્ટ નામની કંપની સ્થાપી હતી. નાની પ્રોડક્શન કંપની તરીકે શરૂ થયેલું આ સાહસ આજે હોલિવુડમાં મહિલા કેન્દ્રિત વાર્તાઓને પ્રોત્સાહન આપવા પ્રસિદ્ધ બન્યું છે. 

૨૦૨૪ના ઉત્તરાર્ધમાં, લગ્નનાં લગભગ આઠ વર્ષ પછી કપલે એક બાળકને જન્મ આપ્યો. તેમના સ્વભાવને અનુરૂપ તેમણે વિગતો ખાનગી જ રાખી. તેમણે કોઈ નાટકીય જાહેરાતો ન કરી. 

હવે ૨૦૨૬માં રોબી જ્યારે 'વુધરીંગ હાઈટ્સ' પ્રમોટ કરી રહી છે  અને ફરી એકવાર તે સાહિત્યની સૌથી જટિલ નાયિકાઓ પૈકીનું પાત્ર નિભાવી રહી છે. આ વખતે એકર્લી તેની સાથે એક પતિ ઉપરાંત ફિલ્મના એક્ઝિક્યુટિવ  પ્રોડયુસર તરીકે પણ ઊભો છે. લોસ એન્જલસ પ્રીમિયર ખાતે કપલે તેમની સ્થિર ભાગીદારીનો શાંત પણ શક્તિશાળી પુરાવો આપ્યો. જે ઉદ્યોગમાં સંબંધો ઝબકે છે અને પછી બુઝાઈ જાય છે ત્યાં તેમની રિલેશનશિપ સતત વિકસી રહી છે. વાહ!