Get The App

રિતેશ દેશમુખ : નસીબદારને જ ફ્રેન્ચાઈઝનો હિસ્સો બનવાની તક મળે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
રિતેશ દેશમુખ : નસીબદારને જ ફ્રેન્ચાઈઝનો હિસ્સો બનવાની તક મળે 1 - image

રિતેશ  દેશમુખે  લગ્ન કર્યા પછી  ફિલ્મોમાં  કામ કરવાનું  ઓછું  કરી નાખ્યું  હતું,  પણ એ  સાચું નથી.  રિતેશ  તો અત્યારે  બીજી મરાઠી  ફિલ્મ 'રાજા શિવાજી' નું દિગ્દર્શન  કરી રહ્યો  છે.  આટલું જ નહીં, આ વર્ષના  પ્રારંભમાં  એ ફરી  ફિલ્મો ભણી  પાછો ફર્યો  'હાઉસફૂલ-૫ '  ફ્રેન્ચાઈઝમાં જોડાયો.  આ  ફિલ્મ સફળ રહી તેનાં ઘણાં  કારણો છે. આ ઉપરાંત  રિતેશ 'મસ્તી-૪'  અને  'ધમાલ-૪'  ફ્રેન્ચાઈઝ સાથે પણ સંકળાયેલો  છે.  આવી ધમાકેદાર  સફળ  ફ્રેન્ચાઈઝ સાથે જોડાવા  બદલ એ પોતાને નસીબદાર અભિનેતા  માને છે.

રિતેશને  લાગે છે કે  કોઈ પણ કલાકાર જો એ કોઈ પણ ફ્રેન્ચાઈઝીનો  ભાગ  હોય તો ખુદને નસીબદાર સમજવી જોઈએ.  અત્યારે  હું ચાર  ફિલ્મોમાં  કામ કરી રહ્યો છું. દર્શકોની પ્રશંસા મળી છે એટલે જ અમે ભાગ-૪ અને ભાગ-પાંચ બનાવી શક્યા છીએ. જો કે રિતેશ દેશમુખ એવું દ્રઢપણે માને  છે કે આનું શ્રેય  માત્ર કલાકારોને જ જાય છે, એવું નથી. ફિલ્મની રિલીઝ પછી લોકો તેને ટેકો આપવા  માટે બહાર આવે છે તે તમામ દર્શકો  સૌથી વધારે આભારને પાત્ર છે. 

૪૬વર્ષ આ અભિનેતા તેની બીજી  મરાઠી  ફિલ્મ 'રાજા શિવાજી'નું  દિગ્દર્શન  કરી રહ્યો છે.  આ સંદર્ભે  રિતેશ દેશમુખ  કહે છે કે જ્યારે  એક  ફિલ્મની સિક્વલ બને એ પછી ત્રીજો અને ચોથો ભાગ આવતો રહે તો શક્ય છે કે દર્શકોને એ નવો અને તાજગીભર્યો ન  લાગે, વાર્તા પુનરાવર્તિત  થતી હોય તેવું લાગે. આવી સ્થિતિમાં દર્શકોનો રસ ઓછો થતો જાય એવું પણ શક્ય છે. બધુ પ્રેક્ષકો  પર આધારિત  છે. 

વાત તો સાચી.