- 'હું દિવસમાં ઓછામાં ઓછી સાત વખત હનુમાન ચાલીસાના પાઠ કરું જ છું. હનુમાન ચાલીસાના પાઠ તો મારા માટે ધ્યાન સમાન છે.'
અભિનેત્રી રિયા ચક્રવર્તી કેવા ભયાનક તોફાનમાંથી પસાર થઈ છે તે સૌ કોઈ જાણે છે. ૨૦૨૦માં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી જેલ અને સામાજિક બહિષ્કારનો સામનો કર્યાના પાંચ વર્ષ પછી રિયાને સીબીઆઈ તરફથી ક્લિન ચિટ મળી હતી, જે ચુકાદાનો તો રાજપૂતના પરિવારે સુધ્ધાં વિરોધ કર્યો હતો. આ અગ્નિપરીક્ષાએ જ રિયાને પોસ્ટ- ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) સામે લડવા અને તેના જીવનને ફરીથી સારું બનાવવા માટે જબરદસ્ત સંઘર્ષ ખેલવા સામે સક્ષમ બતાવી હતી.
રિયા વિશ્વાસપૂર્વક કહે છે કે તેનું દુ:ખ એક સેતુ બની ગયું, જે તેને અન્ય લોકો સાથે જોડતું હતું. તેની વેદનાને ઓછું કરતું હતું. મેં જે અનુભવ્યું તે એટલું જાહેર હતંું કે ઘણા લોકો આપમેળે તેમની સમસ્યાઓ મારી સાથે શેર કરતાં હતાં અને આમ કરવામાં તેઓ આરામદાયક અનુભવતા હતા. આનું કારણ એ હતું કે તેઓ માનતા હતા કે હું માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને વધુ સારી રીતે સમજું છું. અરે, મારા પોતાના મિત્રોમાં કેટલીક છોકરી- યુવતીઓએ મને તેમના પતિઓ અથવા પરિવારના સભ્યો વિશે વાત કરી, જેમને હું દસ વર્ષથી ઓળખું છું, પરંતુ જેઓ પહેલા વાત કરવામાં ખૂબ ડરતા હતા. મને પણ કંઈક ખરાબમાંથી બચી ગયેલી જોઈને તેઓ અંતે ખુલીને વાત કરતાં હતાં.
આ ૩૨ વર્ષીય અભિનેત્રી યાદ કરે છે કે કૃતજ્ઞાતા અને શ્રધ્ધાએ તેને સૌથી ભયાનક અંધકારમય તબક્કામાં પણ મને મજબૂત બનાવી રાખી. 'હું જાગીને સૂવા જતી અને પોતાને યાદ કરાવતી કે હું શેના માટે આભારી છું. જ્યારે એવું લાગતું હતું કે આભાર માનવા માટે તો કંઈ જ નથી. હું મારી જાતને કહેતી, મારા પગ કામ કરે છે. મારા હાથ કામ કરે છે, મારી આંખો જુએ છે અને આજ માટે આટલું જ પૂરતું છે.
જોકે તેની શક્તિનો સૌથી મોટો સ્રોત તો તેના દૈનિક હનુમાન ચાલીસાના પાઠમાંથી આવ્યો હતો. 'મેં ૨૦૨૦માં તેને વાંચવાનું શરૂ કર્યું અને હવે હું તેને દિવસમાં ઓછામાં ઓછા સાત વખત તો પાઠ કરું જ છું. હનુમાન ચાલીસાના પાઠ તો મારા માટે ધ્યાન સમાન છે.' કહીને રિયા ઉમેરે છે કે તેનાથી આગળ તે થોડા મિત્રો સાથેના ઊંડા પ્રામાણિક સંબંધો છે, જેને હું નિષ્ઠાથી વળગી રહી છું, એમ રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું.


