Get The App

રેખા: માત્ર સ્વરૂપવાન જ નહિં, એક સશક્ત અભિનેત્રી

- મહિલા અમિતાભ તરીકે ઓળખાતી રેખાએ અંગત જીવનની નિષ્ફળતાને કોરાણે મુકી પોતાની છાપ પાથરી છે

- બોલીવુડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં જેની ગણના થઇ શકે એવી રેખા આજે ૬૬ વર્ષની થઇ, રેખાને નવી અભિનેત્રીઓની પેઢી પણ પોતાની પ્રેરણામૂર્તિ માને છે

Updated: Oct 30th, 2020

GS TEAM


Google News
Google News
રેખા: માત્ર સ્વરૂપવાન જ નહિં, એક સશક્ત અભિનેત્રી 1 - image


સ દાબગાર સૌંદર્ય ધરાવતી આ અભિનેત્રીની સફર ૧૯૬૬માં તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમમાં એક બાળ કલાાર તરીકે થઇ હતી. ત્યારબાદ રેખાએ ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે બોલીવુડના તમામ મુખ્ય અભિનેતાઓ જેવા કે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, જીતેન્દ્ર, રાકેશ રોશન તેમજ અક્ષયકુમાર સાથે કામ કર્યું છે. હજી પણ રેખા જ્યારે કોઇ ફેશન શો કે એવોર્ડ સમારંભમાં પ્રવેશ કરે છે ત્યારે લોકોના ભવા તણાય છે. હદી પણ રેખાએ શું પહેર્યું હતું તેના વિશે ચર્ચા થાય છે.

જો કે ગયા જમાનાની આ મહા અભિનેત્રી અનેકવાર પોતાના અંગત જીવનમાં બનતા બનાવો  બાબતે સમાચારોમાં ઝળખી છે. સેટ પર પોતાની થયેલી કથિત સતામણીથી લઇને તેના પતિની આત્મહત્યા સુધી રેખા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પણ આ તમામ બનાવોમાં રેખા પોતે જરા પણ વિચલિત નથી થઇ તેનું સૌંદર્ય, તેના વસ્ત્રો, તેની સ્ટાઇલ હંમેશા અકબંધ રહ્યા છે.

રેખાના જીવન વિશે યાસીર  ઉસ્માન દ્વારા લકાયેલા એક પુસ્તક રેખા : ધી અનટોલ્ડ સ્ટોરીમાં ફિલ્મ અંજાના સફરના સેટ પર રેખા સાથે થયેલી એક આઘાતજનક ઘટના વિશે લખાયું છે. આ ફિલ્મમાં વિશ્વજીત હિરો હતો અને દિગ્દર્શક હતા રાજા નવાથે. પુસ્તક મુજપ રાજા નવાથે તેમજ વિશ્વજીતે રેખાની સંમતિ વિના સ્ક્રીન પર ચૂંબનનું દ્રશ્ય ફિલ્માવવાનું નક્કી કર્યું. શૂટિંગ શરૂ થતાં  તેમણે કરેલી યોજનાને અમલમાં મૂકી હતી. કહેવાય છે કે આ બનાવ પછી રેખાને ખૂબ આઘાત લાગ્યો  હતો.

આ જ પુસ્તકમાં  વર્ણવાયેલા એક અન્ય પ્રસંગ મુજબ રેખા અને વિનોદ મહેરાના લગ્ન થઇ ગયા હતા. તેઓ જ્યારે કોલકતાથી મુંબઇ આવ્યા ત્યારે તેમણે વિનોદની માતાને મળવાનું નક્કી કર્યું. પણ જ્યારે તેઓ વિનોદના રહેઠાણે પહોંચ્યા ત્યારે વિનોદની  માતાએ ચપ્પલથી રેખાનું સ્વાગત કર્યું. તેણે રેખાને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારવાનો ઇન્કાર તો કર્યો એટલું જ નહિ પણ તેને ચપ્પલથી મારવા દોડી. આથી વિનોદ મહરેરાએ રેખાને તેના ઘેર જવા કહ્યું અને તેની માતાન ગુસ્સો શાંત થાય ત્યાં સુધી દૂર જ રહેવા જણાવ્યું.

 ફિલ્મ પડદે જબરજસ્ત સફળતા હાંસલ કરનારી રેખાને અંગત જીવનમાં માત્ર નિષ્ફળતા જ સાંપડી. તેના બીજા લગ્ન મુકેશ અગ્રવાલ સાથે થયા હતા. એમાં પણ રેખાના હાથમાં નાલેસી જ આવી. પુસ્તકમાં જણાવ્યા મુજબ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલે લગ્નના માત્ર સાત મહિનામાં જ રેખાના દુપટ્ટાથી આત્મહત્યા કરી લીધી. કહેવાય છે કે મુકેશ અગ્રવાલ હતાશાનો ભોગ બન્યો હતો. તેમે આત્મહત્યા કરી ત્યારે રેખા અમેરિકામાં એક સ્ટેજ શોમાં ભાગ લેવા ગઇ હતી.

હજી તે રેખા પોતાના પતિના અવસાનનો શોક મનાવે એ અગાઉ જ મીડિયાએ તેને ખલનાયિકા તરીકે દર્શાવી દીધી. અગ્રવાલની માતાએ કહ્યું હતું એ ડાકણે મારા પુત્રનો જીવ લીધો. તાબડતોબ તમામ અખબારો અને ટીવીમાંરેખા વિશે ઘસાતુ લખાવા માંડયું. રેખાની ત્યારે જ રજૂ થયેલી ફિલ્મ શેષનાગમાં પણ તોડફોડ અને શાંહી ફેંકવાના બનાવ બન્યા હતા. રેખાના આવા કપરા સમયે માત્ર તેના ચાહકો જ નહિ પણ તેના સહયોગી કલાકારોએ પણ તેને તરછોડી દીધી હતી.

એવા સમયે સુભાષ ઘાઇ જેવા દિગ્દર્શકે ત્યાં સુધી કહી નાંખ્યું કે હવે રેખા માટે વ્યવસાયિક રીતે કામ કરવું અશક્ય છે. કોઇપણ દિગ્દર્શક તેની સાથે કામ કરવા તૈયાર નહિ થાય. તો પચી પ્રેક્ષકો તેને ભારતીય નારી અથવા ઇન્શાફની દેવી તરીકે સ્વીકાર  કેવી રીતે કરશે. રેખાએ ફિલ્મ ઉદ્યોગ પર કલંગ લગાડયું છે અને હવે તેને સાફ કરવું અત્યંત મુશ્કેલ છે.

કોઇપણ સન્માજનક પરિવાર માટે  રેખાને એક પુત્રવધુ તરીકે સ્વીકારવી અશક્ય છે. સુભાષ ઘાઇના આવા કડવા નિવેદન પછી લાગતું હતું કે રેખા ફિલ્મી પડદેથી અદ્રસ્ય થઇ જસે. અનુપમ ખેરે તો રેખાના અંતની ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે એક રાષ્ટ્રીય ખલનાયિકા બની ગઇ છે. તેની કારકિર્દી તેમજ અંગત જીવન પર હવે પડદો પડી ગયો છે.

જો તે મને સામે મળશે તો હું કેવી પ્રતિક્રિયા આપીશ એની  પણ મને ખાતરી નથી. પણ રેખા જેનું નામ. પોતાના સહયોગીઓના આવા વલણ પછી પણ તેણે હિંમત હારી નહી. ૨૨મી જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ આર.કે. સ્ટુડિયામાં જ્યારે ઋષિ અને નીતુ કપૂરના લગ્નનો ભપકાદાર સમારંભ ચાલી રહ્યો હતો ત્યારે નીતુની અંગત સહેલી ગણાતી રેખાએ સફેદ સાદી અને લાલ ચાંદલા સાથે પ્રવેશ કર્યો. એટલું જ નહિ પણ તેને લાલ સિંદૂર પણ લગાડયું હતું અને મંગળસૂત્ર પણ પહેર્યું હતું. નીતુ અને ઋષિને મળીને રેખા પછી અમિતાભ પાસે ગઇ અને તેની સાથે થોડી વાત કરી. કહેવાય છે કે એ વખતે જયા બચ્ચનથી રડવાનું નહોતી રોકી શકી. જો કે રેખાએ પછી સ્પષ્ટતા કરી હતી કે શૂટિંગમાંથી સીધી આવી હોવાતી સિંદૂર અને  મંગળસૂત્ર કાઢતા ભૂલી ગઇ હતી.

આ તમામ વિંટબણાઓ વચ્ચે પણ રેખાએ પોતાની અંગત જીવનની નિષ્ફળતાને પાછળ મૂકીને એકથી એક ચડિયાતી ફિલ્મો કરી તેને ઉમરાવ જાન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો  એવોર્ડ મળ્યો ત્યારે પણ તેને અમિતાભના નામનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

આજે રેખા વિતેલા જમાનાની અભિનેત્રી ભલે કહેવાય પણ આજની યુવા અભિનેત્રીઓપણસ્ટાઇલ અને ફેશન માટે તેને આદર્શ માને છે. એટલું જ નહિ, પણ અદાકારીમાં પણ રેખાએ પાછું  વાળીને નથી જોયું. ઉમરાવ જાન જેવો ભપકાદાર રોલ હોય કે જૂથી અને ઘર જેવા સાદી ભૂમિકા હોય, રેખાએ પોતાની અમિત છાપ દરેક ભૂમિકામાં છોડી છે. એટલે ત તો ૬૬માં જન્મદિને પણ રેખાનું યુવા અભિનેત્રીઓ માટે આદર્શ છે.

Tags :