રીલ અને રિયલ: નિક્કી તંબોલી - અરબાઝ પટેલ
- અરબાઝ પટેલ સાથે નિક્કીની પ્રેમ કહાની બિગ બોસ મરાઠીની પાંચમી સિઝન દરમ્યાન શરૂ થઈ. અહીં બંને પહેલી વાર મળ્યાં અને ધીમે ધીમે બંને વચ્ચે એક મજબૂત બોન્ડ રચાતો ગયો.
નિક્કી તંબોલી ફરી એકવાર જનતાનું ધ્યાન આકર્ષવામાં સફળ રહી છે પણ આ વખતે તેના ઉગ્ર વ્યક્તિત્વ અથવા સેલિબ્રિટી માસ્ટર શેફ પર રાંધણ કળાની સાથે બિગ બોસ મરાઠી પાંચ સ્ટાર અરબાઝ પટેલ સાથે તેના પાંગરતા રોમાન્સ માટે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. રિયાલિટી શોના તણાવ અને ભાવનાત્મક વાતાવરણમાં શરૂ થયેલો તેમનો રોમાન્સ આશાસ્પદ અને સ્થાયી પ્રેમ કહાનીમાં પરિવર્તિત થયો છે જે હવે તેમની ખાનગી પળો અને જાહેર હાજરીઓમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે.
સેલિબ્રિટી માસ્ટર શેફ પર નિક્કી મજબૂત દાવેદાર હોવા છતાં અને તેણે તેમાં ઉત્તમ પરફોર્મન્સ આપ્યું હોવા છતાં તેના ચાહકોને તો તેના અંગત જીવનમાં જ વધુ રસ હતો. શોના વેડિંગ થીમ એપિસોડ દરમ્યાન જજ ફરાહ ખાન અને રણવીર બ્રારએ ડ્રીમ વેડિંગ વિશે ચર્ચા કરીને વાતાવરણ હળવું કર્યું ત્યારે નિક્કીએ નિખાલસ અને રોમેન્ટિક જાણકારી સાથે તમામને આશ્ચર્યચકિત કરી દીધા. લગ્ન વિશેની યોજના માટે પૂછવામાં આવતા નિક્કીએ સસ્મિત જણાવ્યું કે હાલ તો મારી લગ્નની કોઈ યોજના નથી, પણ મારે તો સ્વિટ્ઝરલેન્ડમાં જ લગ્ન કરવાં છે.
અરબાઝ પટેલ સાથે નિક્કીની પ્રેમ કહાની બિગ બોસ મરાઠીની સિઝન પાંચ દરમ્યાન શરૂ થઈ. અહીં તેઓ પહેલી વાર મળ્યાં અને ધીમે ધીમે બંને વચ્ચે એક મજબૂત બોન્ડ રચાતો ગયો. બિગ બોસ હાઉસમાં પારસ્પરિક પ્રશંસા અને મૈત્રી સાથે શરૂ થયેલો સંબંધ ગાઢ અને સ્થિર રિલેશનશીપમાં પરિવર્તિત થઈ ગયો. સમય જતા બંને જણા તેમની લાગણીઓ બાબતે વધુ નિખાલસ બન્યા અને પડદા પર તેમજ પડદાની પાછળ બંને વચ્ચેના વર્તામાં તેમની કેમિસ્ટ્રી સ્પષ્ટપણે દેખાય છે. સેલિબ્રિટી માસ્ટર શેફમાં નિક્કીને પ્રોત્સાહન આપવા અરબાઝની તાજેતરમાં વિશેષ હાજરીથી ચાહકોની નજરમાં તેમનો બોન્ડ વધુ મજબૂત બન્યો, જે શોના તીવ્ર રસાકસીભર્યા રાંધણકળાના પડકારો વચ્ચે મધુર અને પ્રામાણિક પ્રસંગ બની રહ્યો.
'બિગ બોસ ૧૪' પર પોતાના ઉગ્ર અને કોઈ બકવાસ સહન ન કરવાના અભિગમથી પ્રસિદ્ધ થયેલી નિક્કી માટે આ નવો સંબંધ તેના જાહેર વ્યક્તિત્વનું કોમળ અને નમ્ર પાસુ દર્શાવે છે. પોતાની નીડરતા અને મનોરંજક હાજરીથી લોકપ્રિયતા હાંસલ કર્યા પછી તેણે 'ખતરોં કે ખિલાડી ૧૧' સહિત બહુવિધ રિયાલિટી શોમાં ભાગ લીધો તેમજ ફિલ્મો અને મ્યુઝીક વીડિયોમાં પણ કામ કર્યું. પણ ચાહકોને તો તેના વાસ્તવિક જીવન અનુભવો, અરબાઝ સાથે તેનો સંબંધ, પરિવાર વિશે તેના મંતવ્યો અને કાયમ વિકસિત થતા તેના અંગત મૂલ્યો દ્વારા જ તેનું પરિપકવ અને ભાવનાત્મક સમૃદ્ધ પાસુ દેખાઈ રહ્યું છે.
સેલિબ્રિટી માસ્ટર શેફ પરની ઘટનામાં તેના સહભાગી પ્રતિસ્પર્ધી ગૌરવ ખન્ના સાથે તેનું ઘર્ષણ, ગેરસમજણો અને આખરે મિત્રતા પણ થઈ ત્યારે નિક્કીએ પછીના એપિસોડમાં સ્પષ્ટતા કરી કે કિચનમાં થયેલી ઉગ્ર ટપાટપી ક્યારે પણ અંગત નહોતી. એમાં નફરત નહોતી, મિત્રતા હમેંશા હતી, પણ કિચનમાં સામાન્ય ખટપટ તો થયા કરે, એમ કહીને નિક્કીએ બંને વચ્ચેની શત્રુતા વિશેની તમામ અટકળો શાંત પાડી દીધી. નિક્કીએ ઉમેર્યું કે રાંધણ કળા પ્રત્યેની તેની રુચિને કારણે તે પરિવારની વધુ નજીક આવી શકી છે અને ખોરાક મિત્રતા તેમજ પ્રેમ સહિતના કોઈપણ સંબંધમાં લોકોને નજીક લાવી શકે એવી તેની માન્યતા વધુ દ્રઢ બની છે.
શો પર રનર અપ બની હોવા છતાં નિક્કી તેની ગતિશીલ ઊર્જા, નિખાલસતા અને ભાવનાત્મક વિકાસને કારણે સીઝનની સૌથી યાદગાર હસ્તીઓ પૈકી એક ઊભરીને સામે આવી છે. નિક્કીએ સાબિત કર્યું કે તે જટિલ સંબંધોમાંથી પસાર થઈને પણ ઉચ્ચ તણાવવાળા વાતાવરણમાં પોતાના પર સંયમ રાખી શકે છે. પણ કિચનના તણાવ અને સ્પર્ધાત્મક ભાવનાની પાર અરબાઝ પટેલ સાથે તેનો સંબંધ તેના વ્યક્તિત્વમાં એક તાજગીભર્યો વિરોધાભાસ છે, જેમાં સહચર્ય, સમર્થન અને પ્રમાણિક પ્રેમની ઝલક દેખાય છે.
'બિગ બોસ પાંચ' અને 'સ્પ્લિટવિલા ૧૫' દરમ્યાન પોતાના શાંત અને સંયમિત સ્વભાવ માટે જાણીતો અરબાઝ નિક્કીના લાગણીશીલ અને જોશીલા વર્તનનો પૂરક બને છે. તેમના સંબંધના મૂળ પારસ્પરિક આદર અને સમજદારીમાં રોપાયેલા છે અને બંને તેમના અંગત જીવનમાં પ્રગતિ કરીને એકમેકની વ્યાવસાયિક સફરના સમર્થક બની રહ્યા છે.
નજીકના સમયમાં ક્ષિતિજ પર સ્વિસ લગ્ન હોય કે નહીં, પણ આ કપલ રિયાલિટી ટીવીની સૌથી લોકપ્રિય જોડી પૈકી એક બન્યું હોવાનું નકારી શકાય એમ નથી. તેમની પ્રેમકહાની એ વાતનો પુરાવો છે કે કેવી રીતે અણધાર્યા સ્થળે પણ ખરા સંબંધો પણ વિકસી શકે છે.