રેબેલ વિલ્સન અને તેના દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ 'ધ ડેબ' ને લગતો કાનૂની વિવાદ હવે આરોપો, પ્રતિદાવો અને ચોંકાવનારા ખુલાસાઓની બહુ-સ્તરીય ગાથામાં ફેરવાઈ ગયો છે. આ લડાઈના કેન્દ્રમાં એક નવો માનહાનિનો દાવો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિલ્સને તેના એક નિર્માતા અમાન્ડા ઘોસ્ટ વિરુદ્ધ અનામી વેબસાઇટ્સ દ્વારા એક ઝુંબેશ ચલાવી હતી જેમાં ઘોસ્ટ સેક્સ ટ્રાફિકિંગમાં સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
ગયા વર્ષે જ્યારે 'ધ ડેબ'ના નિર્માતાઓએ રેબેલ વિલ્સન સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિલ્સને તેમના પર જાતીય સતામણી અને ઉચાપતનો ખોટો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં, વિલ્સને વળતો દાવો શરૂ કર્યો, અને ભારપૂર્વક કહ્યું કે તેને નિર્માણ પ્રક્રિયા દરમ્યાન ઉત્પીડનનો સામનો કરવો પડયો હતો. સમગ્ર વિવાદમાં ઉમેરો કરતા, ફિલ્મની મુખ્ય અભિનેત્રીએ જાહેરમાં વિલ્સનના દાવાઓને નકારી કાઢયા, અને કહ્યું કે ઘોસ્ટ દ્વારા તેનું ક્યારેય ઉત્પીડન કરવામાં આવ્યું નથી, જેનો વિલ્સને સતત ઈન્કાર કર્યો છે.
અમાન્ડા ઘોસ્ટે બીજો એક કેસ દાખલ કર્યો ત્યારે આ કેસમાં નવુ પ્રકરણ ઉમેરાયું જેમાં તેણે રેબેલ વિલ્સન, પીઆર એક્ઝિક્યુટિવ મેલિસા નાથન અને ટીએજી પીઆર પર સીધા આરોપ લગાવ્યા. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિલ્સને તેની જનસંપર્ક ટીમને ઘોસ્ટ વિશે બદનક્ષીભર્યા વાર્તાઓ બનાવવા અને ફેલાવવા સૂચના આપી હતી. આ આરોપોમાં ચોંકાવનારો દાવો સાામેલ છે કે હવે કાઢી નાખવામાં આવેલી અનામી વેબસાઇટ્સમાં ઘોસ્ટને શ્રીમંત પુરુષો માટે સેક્સ ટ્રાફિકિંગ અને મહિલાઓ પૂરી પાડવામાં વ્યસ્ત મેડમ તરીકે ચિત્રિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસમાં અસલી વિલન કોણ છે તે કોર્ટ જ નક્કી કરશે, પણ એક વાત તો ચોક્કસ છે કે જે ફિલ્મ 'ધી ડેબ' એક આશાસ્પદ ડેબ્યુ બનવાની હતી તે હવે હોલીવૂડની સૌથી કૌભાંડયુક્ત ફિલ્મ બની ગઈ છે.


