- સારા લેખકો અને દિગ્દર્શકોની અછત છે. લોકોને તાલીમ આપવાની જરૂર છે. લેખકોને વધુ સારી ફી ચુકવવાની જરૂર છે અને સંગીત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
રવિ કિશન અત્યારે તેની કારકિર્દીના સૌથી સશક્ત તબક્કામાંથી એકમાં પસાર થઈ રહ્યો છે. તેણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને નિષ્ફળતા સહન કરી છે, પણ હાર નથી માની, નિરાશ નથી થયો તેથી જ તે આજે અત્યંત મજબૂત સમયકાળમાંથી પસાર થઈ રહ્યો છે. 'લાપતા લેડિઝ' અને 'મામલા લિગલ હૈ' ના આ કલાકાર અત્યારે તેની કેટલીક સૌથી પ્રભાવશાળી ભૂમિકાનો આનંદ માણી રહ્યો છે. જો કે સમય એવો પણ હતો જ્યારે બોલીવૂડમાં અર્તપૂર્ણ તકનો અભાવ હતો. આ સમયકાળમાં રવિ કિશને ભોજપુરી સિનેમાથી દૂર રહેવાનું અને પોતાના માટે એક મજબૂત જગ્યા બનાવવાનું પસંદ કર્યું અને આખરે તે સૌથી મોટા સ્ટાર્સમાનો એક બન્યો.
આ સંદર્ભમાં રવિકિશન કહે છે, 'બધાએ મને કહ્યું, 'હું સમાપ્ત થઈ જઈશ. અને કોઈ મને હિન્દી ફિલ્મોમાં ભૂમિકા આપશે નહીં, પરંતુ મને મારા ભગવાનમાં વિશ્વાસ હતો. કરો યા મરો. મારી પાસે ા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એવું નથી કે મને બોલીવૂડમાં ઘણી ઓફરો મળી રહી હતી. અથળા સારી કમાણી થઈ રહી હતી. તેથી મેં એક તક લેવાનું નક્કી કર્યુ અને આ પછી તો બધી વસ્તુઓ યોગ્ય થવા લાગી, એમ તેણે શેર કર્યુ.ં
આજે જ્યારે પ્રાદેશિક સિનેમા દેશભરમાં ધ્યાન અને આદર મેળવી રહી છે ત્યારે રવિકિશન ભોજપુરી સિનેમાના ઈતિહાસ અને તેની ધારણાને આકાર આપવામાં તેમની ભૂમિકા પર પ્રતિબિંબ પાડે છે. તે કહે છે, ' હિન્દી સિનેમાના મારા દિવસો અને જબરદસ્ત સંઘર્ષ પછી હું રાહ જોઈ રહ્યો હતો અને ઈચ્છતો હતો કે ભોજપુરી સિનેમાને પણ આદર મળે અને તેના કલાકારોને પણ આદર પ્રાપ્ત થાય. અમે આ બાબત પર ખૂબ મહેનત કરી અને આજે મારા જુનિયરો તેનો લાભ મેળવી રહ્યાં છે.
આ સાથે જ રવિ કિશન ઉમેરે છે, 'મારા મનમાં વિચાર હતો કે પ્રશંસા મેળવવી એ કંઈ ખોટું ન કહેવાય. અને કહેવામાં આવે છે કે ભોજપુરી ફિલ્મો કોઈ નહીં દેખેંગા ઔર આજ બો સબ હો રહા હૈ. આમ છતાં, હજુય ઘણું બધું કામ કરવાનું બાકી છે. આમ દિલ્હી દૂર હૈ અને સારી ફિલ્મો બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. સારા લેખકો અને દિગ્દર્શકોની અછત છે. લોકોને તાલીમ આપવાની જરૂર છે. લેખકોને વધુ સારી ફી ચુકવવાની જરૂર છે અને સંગીત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેને પુનર્જિવિત કરવાની જરૂર છે.
હું ટૂંક સમયમાં ભોજપુરી ફિલ્મ બનાવીશ. જે સંભવતઃ સંગીતપ્રધાન હશે. આ ઉપરાંત મારો ઉદ્દેશ એવી સ્ક્રિપ્ટ શોધવાની છે, જે આપણને રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને બતાવી શકે.
એ સાચું કે ભાજપના સાંસદ બન્યા પહેલા રવિ કિશને સખત પરિશ્રમ કર્યો છે, જેને ઈશ્વરે યોગ્ય ફળ આપ્યું છે.


