Get The App

રાની મુખરજી: પિતાના આશીર્વાદ કોઈ પણ રૂપમાં આવી શકે...

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
રાની મુખરજી: પિતાના આશીર્વાદ કોઈ પણ રૂપમાં આવી શકે... 1 - image

- 'પૂજા  પુરી થઈ ત્યાં જ મને નેશનલ  એવોર્ડ મળ્યાની  જાણ કરતો  ફોન આવ્યો...'  

બાપ-  દીકરી વચ્ચેના સ્નેહભર્યા  સંબંધ પર કદી પૂર્ણવિરામ  નથી મુકાતું.  પિતાએ  આ ફાની દુનિયા  છોડયા પછી   પણ એમની હાજરી  પુત્રીને સતત વર્તાતી રહે છે.  પોતાની  ફિલ્મ 'મિસીસ  ચેટરજી વર્સિસ નોર્વે'  (૨૦૨૩) માટે બેસ્ટ  એક્ટ્રેસનો નેશનલ  એવોર્ડ મેળવનાર  રાની મુખરજી ઉક્ત વાતની સાક્ષી   પુરી શકે છે.  ફિલ્મો  માટેના નેશનલ  એવોર્ડ્સ  આમ તો ઓગસ્ટમાં   જાહેર થયા હતા પરંતુ  પ્રેસિડન્ટ દ્રૌપદી  મુર્મુના  હસ્તે હમણાં  એવોર્ડ્સનું  વિતરણ થયું.

દિલ્હીમાં  એવોર્ડ   સ્વીકાર્યા બાદ  મુંબઈ આવીને રાનીએ મિડીયાને  એ સંબંધમાં  પોતાની પ્રતિક્રિયા  આપી.  ૪૭ વરસની વર્સેટાઈલ એક્ટરે લાગણી ભીના શબ્દોમાં કહ્યું, 'મારા માટે નેશનલ એવોર્ડના  ન્યુસ  સરરિયલ  (અલૌકિક) બની રહ્યાં. એ દિવસે હું  મારી નવી ઓફિસમાં ગૃહ પ્રવેશની  પૂજા કરતી હતી.  એ  સ્થળે પપ્પા  જ્યાં રહેતા હતા એ સ્થળે જ આવેલી છે. એટલે સ્વાભાવિક  રીતે તેઓ મને  યાદ આવતા હતા.  મારી પૂજા  પુરી થઈ ત્યાં જ મને નેશનલ  એવોર્ડ મળ્યાની  જાણ કરતો  ફોન આવ્યો. મને તરત થયું કે આ તો ડેડીના જ આશીર્વાદ છે.  ટાઈમિંગને  કારણે મને એમની હાજરી વર્તાઈ.'

રાનીએ   ફિલ્મમાં  પોતાના માસુમ બાળકો માટે   નોર્વેની  સરકાર સામે લડતી  મિસીસ  ચેટરજીના પાત્રને પડદા  પર સાકાર કરવા જીવ રેડી દીધો હતો.  એટલે એના માટે  નેશનલ  એવોર્ડ ખાસ બની રહ્યો  એનું બીજું એક કારણ આપતા.  'મર્દાની' ની નાયિકા   કહે છે, 'ફિલ્મમાં  દેવિકા ચેટરજીનું  (ભૂતપૂર્વ)  પ્લેબેક  સિંગર કૃષ્ણા  મુખરજી)ને ધ્યાનમાં રાખીને  ભજવ્યું  છે એટલે જ મને દિલથી એવું લાગે છે કે  કે મારા પેરેન્ટ્સના  આશિષરૂપે  જ મને આ એવોર્ડ મળ્યો છે.