Get The App

રણદીપ હુડાને હવે લાગ્યો રાઇટિંગનો ચસકો!

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
રણદીપ હુડાને હવે લાગ્યો રાઇટિંગનો ચસકો! 1 - image


- 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વરસો ગાળ્યા બાદ મને હવે છેક પ્રતીતિ થઈ છે કે લખતી વખતે મારી ક્રિએટિવિટી સૌથી વધારે ખીલે છે. 

હવે હું લેખનકાર્યના પ્રેમમાં પડી ગયો છું. મારી વાર્તાઓ મારા અનુભવો અને અનુભૂતિઓનું પ્રતિબિંબ છે.'

રણદીપ હુડાને તમે મલ્ટિપલ પર્સનાલિટી ગણાવી શકો. એ એથ્લીટ છે, એક્ટર છે, પર્યાવરણ અને વન્યજીવન પ્રેમી છે, રાઇટર અને ડિરેક્ટર પણ છે. છેલ્લે એણે 'સ્વાતંત્ર્યવીર સાવરકર' નામની બાયોપિકનું ડિરેક્શન કરવા ઉપરાંત એની સ્ક્રીપ્ટમાં રાઇટર તરીકે યોગદાન આપ્યું હતું. સાવરકરની બાયોપિકમાં રણદીપે લીડ રોલ પણ કર્યો હતો અને પોતાના પાત્રને ન્યાય આપવા એણે બહુ વજન ઉતાર્યું હતું. મૂવી ભલે દર્શકો અને બોક્સ ઓફિસને પ્રભાવિત ન કરી શકી પણ હુડાને એક અંગત લાભ કરાવતી ગઈ. એક્ટર-ડિરેક્ટરને ફિલ્મ રાઇટિંગ (લેખન)નો ચસકો લગાવતી ગઈ. પોતાને લેખન પ્રત્યે ઊંડો પ્રેમ થઈ ગયો હોવાનું રણદીપે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે. એને કારણે પોતાને જીવનના વિવિધ સ્વરૂપને સમજવાની તક મળતી હોવાનું એક્ટરનું માનવું છું.

'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વરસો ગાળ્યા બાદ મને હવે છેક પ્રતીતિ થઈ છે કે રાઇટિંગ મારી ક્રિએટીવ મુમેંટ્સનો સૌથી સરસ હિસ્સો છે. હવે હું લેખનકાર્યના પ્રેમમાં પડી ગયો છું. એક્ટિંગથી હું બીજાની લખેલી સ્ટોરીઝને સ્ક્રીન પર સાકાર કરું છું, પરંતુ મારી કલમ મને એવી સ્ટોરીઝ લખવા પ્રેરે છે જે 

મેં જાત જોઈ છે અને અનુભવી છે,' એમ રણદીપ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહે છે.

છેલ્લે સની દેઉલ સામે 'જાટ' ફિલ્મમાં એક ખૂંખાર અને નિર્દય ખલનાયકની ભૂમિકામાં જોવા મળેલો હુડા હવે એક ફુલ ફ્લેજ્ડ રાઇટર બની ગયો છે. પોતાના રાઇટિંગને ફિલ્મો પુરતું સીમિત ન રાખી એ વાચનપ્રેમીઓને પોતાની વાર્તાઓનો આસ્વાદ કરાવવા ઇચ્છે છે. હાલ રણદીપ મુંબઈના વર્સોવા અને આરામ નગરની ગલીઓમાં જોવા મળતા રોજિંદા જીવનને વાર્તાઓમાં ઢાળી રહ્યો છે. લગ્ન પછી એક્ટરના જીવનમાં જે ઠહેરાવ આવ્યો છે એની આ ફળશ્રુતિ ગણી શકાય. નહિતર એક જમાનામાં રણદીપ હુડા ઇન્ડસ્ટ્રીમાં સુસ્મિતા સેનના લિવ-ઇન બોયફ્રેન્ડ તરીકે જ જાણીતો હતો.

એક્ટિંગ કરિયરની વાત કરીએ તો રણદીપ થોડા વખતમાં સૈમ હાગ્રેવના ડિરેક્શનમાં બની રહેલી અમેરિકન એક્શન, એડવેન્ચર, કોમેડી ફિલ્મ 'મેચબોક્સ'માં જોવા મળશે. એ ઉપરાંત એની પાસે વોર મૂવી 'ઓપરેશન ખુકરી' પણ છે. 

Tags :