Get The App

રાણા દુગ્ગાબાતી: નીચું નિશાન તાકવાનું જ નહીં

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
રાણા દુગ્ગાબાતી: નીચું નિશાન તાકવાનું જ નહીં 1 - image

સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ હિન્દી ફિલ્મોમાં પણ જમાવટ કરવા માગે છે. સૌ પહેલા તો તેણે સ્પિરિટ મીડિયા નામની પ્રોડક્શન કંપની સ્થાપી. તેની પહેલી ફિલ્મ 'કાન્થા' (અથવા 'કાન્તા') રિલીઝ પણ થઈ ગઈ છે. આ રિલીઝ પહેલાં, રાણાએ તેના પ્રથમ હિન્દી પ્રોડક્શનની પણ જાહેરાત કરી છે, જેમાં મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અરવિંદ અડિગાની 'લાસ્ટ મેન ઈન ટાવર' નામની નવલકથા પર આધારિત છે. એક નવા અધ્યાયને ચિહ્નિત કરતા હોય તેમ રાણાની કંપની તમિળ, તેલુગુ અને હિન્દી સહિત પાંચ ભાષામાં આ ફિલ્મો બનાવશે. 

રાણા કહે છે, 'ભાષાઓ, શૈલીઓ અને નવી સર્જનાત્મક ભાગીદારીને આવરી લેતી અમારી આગામી ફિલ્મ રજૂ કરતાં મને તો બહુ હરખ થાય છે. 'કાન્થા'  પીરિયડ ફિલ્મ છે અને એ ફિલ્મથી લઈને અરવિંદ અડિગાની નવલકથા પર આધારિત અમારી પ્રથમ હિન્દી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન સુધીનું બધું જ અમે ઇન-હાઉસ કરવાના છીએ.  દરેક ફિલ્મ પોતાની દુનિયા અને અનોખી દ્રષ્ટિ લાવે છે. અમારી શરુઆતની ફિલ્મોમાં જ દુલકર સલમાન અને મનોજસર જેવી અદ્ભુત અભિનય પ્રતિભાને લાવવાની તક મળી છે, જે એક સન્માનની વાત છે. તેઓ ફિલ્મોમાં જે સૂક્ષ્મતા અને જુસ્સો લાવ્યા છે તે જોવાનો ખૂબ જ આનંદ છે.'

રાણા દુગ્ગુબત્તીને આપણે 'બાહુબલિ' સહિત ઘણી ફિલ્મોમાં એક્ટર તરીકે જોયો છે. 'બાહુબલી'ની સફળતામાં રાણાનો પણ ઘણો મોટો હાથ છે. રાણાએ ઓટીટી શોઝ પણ કર્યા છે. એક નિર્માતા તરીકે એ બાહુબલિ સાબિત થાય છે કે નહીં તે તો સમય જ બતાવશે.