Get The App

રજનીશ દુગલ : ચુંબન દ્રશ્યોથી ભાગતો કલાકાર છેવટે ઈમરાન હાશ્મીના પગલે!

Updated: Jun 8th, 2023

GS TEAM

Google News
Google News
રજનીશ દુગલ : ચુંબન દ્રશ્યોથી ભાગતો કલાકાર છેવટે ઈમરાન હાશ્મીના પગલે! 1 - image


- 'બધા મને કહેતા હતાં કે તું મૉડેલિંગના ક્ષેત્રમાં ટોપ પર છો તો તારે ચોવીસ વર્ષે લગ્ન ન કરી લેવાય, પણ મેં કોઈની વાત કાને ન ધરી. '

સુ પર મૉડેલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રજનીશ દુગલે '૧૯૨૦', 'ડેન્જરસ ઈશ્ક', 'એક પહેલી લીલા', 'વજહ તુમ હો' જેવી ફિલ્મો ઉપરાંત રિઆલિટી શો 'ખેતરોં કે ખિલાડી', 'આરંભ', 'સંજોગ'માં કામ કર્યું. તાજેતરમાં તેની વેબ સીરિઝ 'ઈન્સપેક્ટર અવિનાશ' રજૂ થઈ.

પોતાને આ ભૂમિકા શી રીતે મળી તેના વિશે રજનીશ કહે છે કે મેં 'બગાવત'માં દલિત 'શંકર'ના પાત્રનું કામ આટોપ્યું જ હતું ત્યારે મને જાણ થઈ કે રણદીપ હુડ્ડાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી વેબ સીરિઝ 'ઈન્સપેક્ટર અવિનાશ' માટે સમાંતર કિરદાર 'અહલાવત' માટે કલાકારો શોધાઈ રહ્યાં છે. હું તરત જ દિગ્દર્શક નીરજ પાઠકને મળવા પહોંચી ગયો. જો કે મને જોતાવેંતે તેમણે મને કહ્યું હતું કે તેં 'શંકર'ના કિરદાર માટે વધારેલા દાઢીમૂછ તારે કપાવી નાખવા પડશે. મેં જ્યારે ક્લીન શેવ કર્યું ત્યારે મને એમ લાગ્યું જાણે હું 'શંકર' મટી ગયો છું. આ કિરદાર મારા અગાઉના પાત્રો કરતાં તદ્દન વેગળું છે. તે વધુમાં કહે છે કે સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભલે રણદીપ હુડ્ડા ભજવી રહ્યો છે, પરંતુ શોના લેખક-દિગ્દર્શક નીરજ પાઠકે એ પ્રત્યેક ભૂમિકા બખૂબી લખી અને ફિલ્માવી છે. જો કે મારા ભાગે જે રોલ આવ્યો તે મને પહેલેથી જ ગમ્યો હતો.

રજનીશમાં અભિનય પ્રતિભા ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેના પ્રશંસકોને લાગે છે કે હજી સુધી રજનીશને એવંલ કામ નથી મળ્યું જેવું મળવું જોઈએ. અભિનેતાને પણ કંઈક અંશે આવું લાગે છે. જો કે તે જુદા લહેજામાં કહે છે કે અભિનેતા તરીકે હું પરિપક્વ થયો છું. આમ છતાં મને હજી ઘણું કરવું છે.

રજનીશ બહુ આયોજનપૂર્વક અભિનય ક્ષેત્રે પ્રવેશ્યો હતો. તે કહે છે કે મેં '૧૯૨૦' સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી, પરંતુ તેનાથી પહેલા હું સુપરમૉડેલ હતો. મેં એક વર્ષ સુધી પૈસા જમા કર્યા. ત્યાર પછી હું ફિલ્મોમાં આવ્યો. મારી '૧૯૨૦' સુપરહીટ ગઈ. તેથી મને માત્ર શ્રેષ્ઠ ફિલ્મો અને વેબ સીરિઝ પસંદ કરવાનો અવકાશ મળ્યો.

મઝાની વાત એ છે કે ગ્લેમર વર્લ્ડમાં હોવા છતાં રજનીશે માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધાં હતાં. તે કહે છે કે હું ૨૦ વર્ષનો હતો ત્યારથી પલ્લવી સાથે મને દોસ્તી હતી. અમારી વચ્ચે સારી સમજ વિકસી હતી. ૨૪મા વર્ષે મેં લગ્ન કર્યાં ત્યારે બધા મને કહેતા હતાં કે તું મૉડેલિંગ ક્ષેત્રે ટોચ પર છે તેથી તારે હમણાં વિવાહ ન કરવા જોઈએ, પરંતુ મેં કોઈની વાત કાને ન ધરી. આજ દિન સુધી મને મારો આ નિર્ણય આડે નથી આવ્યો.

એક સમય એવો હતો જ્યારે રજનીશ ચુંબન દ્રશ્યો આપવા તૈયાર ન થતો. તે કહે છે કે મેં કિસિંગ અને ઇન્ટિમેટ સીન ન આપવા પડે એટલે 'મર્ડર'ની ઑફર પાછી વાળી હતી. મેં અન્ય કેટલીક ફિલ્મો પણ આ કારણસર જ નહોતી સ્વીકારી. જો કે પછીથી તેણે 'વજહ તુમ હો', 'બેઈમાન લવ', 'લીલા' જેવી ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો આપ્યાં હતાં અને છેવટે પોતાના ગીત 'મોહબ્બત બરસા દે'માં શ્રેણીબધ્ધ કિસ કરીને પત્ની પાસેથી 'ઈમરાન હાશ્મી'નું બિરૂદ પામ્યો. 

Tags :