રાજકુમાર રાવની પત્ની તરીકેની ઓળખ હવે વિઘ્ન બને છે: પત્રલેખા
- 'હું પહેલાં એક અભિનેત્રી છું, પછી કોઈની પત્ની...'
- 'મેં સારા અને ખરાબ એમ બંને પ્રકારના દિવસો જોયા છે. તમે તમારી જાતને ખુશ રાખી કેવી રીતે જીવો છો એ જ મહત્ત્વનું છે, બીજું કશું નહીં. કામ સમગ્ર જીવન નહીં, તેનો એક હિસ્સો માત્ર છે'
મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગમાં તમારી તકદીર જોર કરતી હોય તો થોડા સમયમાં જ તમે સમૃદ્ધ બની શકો છો. ઘણીવાર સફળતા અને સુંદરીની મહેરબાની એકસાથે પણ થાય છે. રાજકુમાર રાવ અને પત્રલેખાના કિસ્સામાં પણ આમ બન્યુ ંછે. રાજકુમાર રાવને તેનો લાંબો સંઘર્ષ ફળ્યો છે, પણ પત્રલેખાની કારકિર્દી ધાર્યા પ્રમાણે ઉંચકાઇ નથી. પત્રલેખાની ફિલ્મ ફૂલે સફળ થતાં પત્રલેખાને પોતાની વાત કરવાની તક મળી છે. પત્રલેખાએ આ તક ઝડપી પોતાની રામ -સોરી રાવ કહાણી સુનાવી દીધી છે.
પત્રલેખા કહે છે, એક સમય એવો હતો કે મને થઇ ગયું હતું કે મારી કારકિર્દીમાં હવે બહું દમ રહ્યો નથી અને હું એક્ટિંગ છોડી દેવાનું પણ વિચારવા માંડી હતી. મારા માટે આ વર્ષો ખૂબ મુશ્કેલ બની રહ્યા હતા. પણ આ જ તો જિંદગી છે. પરિસ્થિતિ મુશ્કેલ બને એટલે તમે મેદાન છોડી ભાગી જતાં નથી. તમને કશું ગમે તો તે કરતાં જ રહો છો. તમારે સતત કામ કરતાં રહેવું જોઇએ. ફૂલે ફિલ્મની સફળતાથી રાતોરાત કશું બદલાઇ જવાનું નથી તેની મને ખબર છે. પણ હવે મને વિશ્વાસ છે કે ગમે તે થાય મારું કામ તો ચાલી જશે.
ફિલ્મ ઉદ્યોગમાં આવેલાં પરિવર્તનો વિશે વાત કરતાં પત્રલેખા કહે છે, આજે કાસ્ટિંગનું કામ ઘણું બદલાઇ ગયું છે. હવે સોશ્યલ મિડિયા પર તમારા ફોલોઅર્સની સંખ્યા અને તમારું ફેન ફોલોઇંગ બધું જોવામાં આવે છે. પણ મને તો ફુલે ફિલ્મ ચાલી તેનો ખૂબ આનંદ છે. મને વિશ્વાસ છે કે મારી પ્રગતિ થઇને જ રહેશે. પોતાના આ આત્મ વિશ્વાસનું શ્રેય પત્રલેખા પોતે ફિલ્મ ઉદ્યોગમાં ગાળેલાં એક દાયકાના સંંઘર્ષપૂર્ણ સમયને આપે છે. પત્રલેખા કહે છે, મેં સારા અને ખરાબ એમ બંને પ્રકારના દિવસો જોયાં છે. તમે તમારી જાતને ખુશ રાખી કેવી રીતે જીવો છો તેના સિવાય કશું મહત્વનું નથી. અગાઉ હું મારા કામને ગંભીરતાથી લેતી હતી અને હું જે કામ કરૂ છું તેનાથી મારી ઓળખ બને છે તેમ માનતી હતી. પણ હવે મેં આ બધું માનવાનું બંધ કરી દીધું છે. હવે કામ એ તો મારા સમગ્ર જીવનનો એક હિસ્સો માત્ર છે. તે મારી આખી જિંદગી નથી.
પેટ છૂટી વાત કરતાં પત્રલેખા કહે છે, ઘણીવાર મારો વૈવાહિક દરજ્જો મારી ઓળખની આડે આવે છે. લોકો મને માત્ર રાજ કુમાર રાવની પત્ની તરીકે ઓળખે તેની મને ચીડ છે. ક્યું કી મેરા ભી એક નામ હૈ. મેરા એક અસ્તિત્વ હૈ. ઘણાં લોકો માની લે છે કે મારી સંઘર્ષયાત્રા સરળ રહી હશે કેમ કે મારી સાથે રાજ કુમાર રાવ રહ્યો છે. પણ એવું નથી. પત્રલેખા ફોડ પાડી કહે છે, ક્યું કી આપકો લગતા હૈ કી મેરી જિંદગી આસાન હો સકતી હૈ ક્યું કી મેરે હસબન્ડ...યા મેરે અબતક કે બોયફ્રેન્ડ ઇતને ફેમસ હૈ. મગર આપ પૈર જમાના ચાહતે હો તો વો કભી આસાન નહીં હોતા હૈ. તુમ્હારી અપની કરિઅર બનાના ચાહો તો વહ બહુત મુશ્કિલ બાત હૈ. પત્રલેખા કહે છે કે તેને રાજકુમાર રાવની પત્ની તરીકે નહીં પણ એક અભિનેત્રી તરીકે ઓળખાવવુ વધાર ગમે છે. હું આ સફળ એક્ટરની એક પત્નીનું લેબલ હટાવીને જ ઝંપીશ.
પત્રલેખાનું આ ઝનૂન ક્યાંથી આવે છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. પત્રલેખાની મોટી ફરિયાદ હવે એ છે કે લોકો હવે તેને તેના પતિ રાજકુમાર રાવ સુધી પહોંચવાની એક સીડી માનવા માંડયા છે. પોતાની લાક્ષણિક શૈલીમાં પત્રલેખા કહે છે, કભી ભી લોગ મેરે પાસ આતે હૈ રાજ તકપહુંચને કે લિયે..મેરે પાસ સ્ક્રિપ્ટ લેકર આતે હૈ. વો મુઝે ફિલ્મમેં લેના ચાહતે હૈ ઇસ કે લિયે નહીં મગર વો રાજ કો કાસ્ટ કરના ચાહતે હૈ. તો આપકો સમઝ આતા હૈ કી યે તો મછલી ફસાને કા ગલ બના રહે હૈં. મેં કહ દેતી હું ઐસે લોગો સે કી તુમ અપની સ્ક્રિપ્ટ ઔર ફિલ્મ દોનો લે કે રાજ કે પાસ જાવ.પત્રલેખા ઉમેરે છે કે આવી રીતે લોકો મારો સંપર્ક કરતાં રહે છે પણ મેં કદી રાજ કુમાર રાવને આવા કોઇ પ્રોજેક્ટમાં સામેલ કર્યો નથી. મારા માટે એ હલકું કામ છે.
તાજેતરમાં એક શોમાં તેણે પત્રલેખાનું માન ન રાખતાં રસોઇયાને કેવી રીતે રવાના કરી દીધો હતો તેની વાત કરી હતી. રાજકુમાર રાવે જણાવ્યું હતું કે અમારા ઘરમાં અમે એકરસોઇયો રાખ્યો હતો. તે ૪૮ વર્ષનો અનુભવી કૂક હતો. તેના કારણે મને જીવનમાં પહેલીવાર મેક્સિકન શાકાહારી વાનગીઓ ખાવા મળી હતી. અગાઉનો રસોઇયો તો હરીસબ્જી અને રાઇસથી જ કામ ચલાવી લેતો હતો. બે દિવસ બાદ પત્રલેખાએ મને કહ્યું, આ માણસ મારી સાથે સરખી રીતે વાત કરતો નથી. મને લાગે છે કે તેને કશો વાંધો છે. મને સમજાયું કે શું સમસ્યા છે. ત્રીજા દિવસે પત્રલેખાએ જ્યારે તેને કશું કહ્યું તેણે મોં બગાડીને વાત કરી. મેં તેને બોલાવ્યો અને કહ્યું, આપ અપના બેગ પેક કિજિયે ઓર ચલે જાઇયે. દર્શકોએ રાજકુમાર રાવને તેની પત્નીનો પક્ષ લેવા બદલ તાળીઓ પાડી વધાવી લીધો હતો. રાજકુમાર રાવ અને પત્રલેખાએ એક દાયકા સુધી ડેટિંગ કર્યા બાદ ૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કરી લીધાં હતા. તેમણે બંનેએ સિટી લાઇટ ફિલ્મ અને વેબ સિરિઝ બોઝ: ડેડ/અલાઇવ સાથે કરી છે. વીશ યુ ઓલ ધ બેસ્ટ, પત્રા!