Get The App

રાજકુમાર રાવ : સોશિયલ મીડિયા પર બધું જ વ્યક્ત કરવું જરૂરી નથી!

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
રાજકુમાર રાવ : સોશિયલ મીડિયા પર બધું જ વ્યક્ત કરવું જરૂરી નથી! 1 - image

- 'સોશિયલ મીડિયા પર તમે કંઈ ન લખો તો એનો અર્થ એ નથી કે તમે જે-તે મુદ્દાની સંવેદનશીલતાની  સમજતા નથી કે તમને કોઈ પરવા નથી'

મહારાષ્ટ્રમાં થોડા દિવસથી ચાલી રહેલા હિન્દી-મરાઠી ભાષાના સંવેદનશીલ મુદ્દા અંગે અભિનેતા રાજકુમાર રાવે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આવા સેન્સિટીવ મામલા અંગે હિન્દી ફિલ્મના કલાકારો કંઈ નહીં બોલી મૌન જાળવી રહ્યા છે, એનો અર્થ એ નથી કે તેમના મનમાં આ મુદ્દા અંગે કોઈ અભિપ્રાય નથી. તેઓ નહીં બોલીને આ મુદ્દા અંગે ઉદાસીનતા દાખવી રહ્યા છે, એ ખોટું છે, એમ રાજકુમાર રાવનું કહેવું છે.

તાજેતરમાં આ મુદ્દા અંગે 'સ્ત્રી'ના અભિનેતા રાજકુમાર રાવે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે જ્યારે કંઈક વિવાદાસ્પદ મુદ્દો હોય ત્યારે ઘણા લોકો સાચું બોલવાનું ટાળે છે. આ સંદર્ભે રાવે જણાવ્યું હતું કે 'લોકોએ આવા મુદ્દા વિશે વાત કરવી જોઈએ, જે અંગે તેઓ   સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હોય, પરંતુ આ બધું કશી મજબૂરીથી ન થવું જોઈએ.' તેમણે સમજાવ્યું કે કલાકારો ઘણા જ સંવેદનશીલ હોય છે અને સામાજિક બાબતોથી પ્રભાવિત હોય છે ત્યારે તેમણે તેમની લાગણી જાહેરમાં - ખાસ કરીને સોશિયલ મીડિયા પર - વ્યક્ત કરવાનું ગુમરાહ કરનારું બની શકે છે.

રાજકુમાર રાવ કહે છે, 'જો કોઈ મુદ્દો હોય, પણ તમને લાગે છે કે દરેક મુદ્દા પર બોલવાની જરૂર નથી તો તમે સોશિયલ-મીડિયા પર કોઈ પોસ્ટ ન પણ નાખો. એનો અર્થ એ નથી કે તમને તે મુદ્દાની-સંવેદનશીલ વિવાદની કોઈ પરવા નથી. મને લાગે છે કે મને લાગે છે કે આ થોડું વિચિત્ર છે. જેમ કે હું મારા દેશને પ્રેમ કરું છું, હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું, પણ તેનાથીય આગળ એટલે કે દેશથી આગળ જો ગમે તે બનતું હોય તો બેશક મને ખરાબ લાગે છે. ખાસ કરીને કલાકારોને. તો તેનું કારણ એ છે કે અમે ઘણા સંવેદનશીલ માણસો છીએ. હું ખૂબ ખરાબ અનુભવું છું, પણ જો હું આ અંગે કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર ન કરું તો એવું માની લેવામાં આવે છે કે મને ખરાબ નથી લાગતું કે ખરાબ નથી લાગ્યું. સોશિયલ મીડિયા ક્યારથી નક્કી કરવાનું પ્લેટફોર્મ બન્યું કે કોઈને પરવા છે કે નહીં?