Get The App

રાજકુમાર રાવ : હું મારી જાતને ફિલ્મોદ્યોગનો પ્રતિનિધિ નથી માનતો !

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
રાજકુમાર રાવ : હું મારી જાતને ફિલ્મોદ્યોગનો પ્રતિનિધિ નથી માનતો ! 1 - image


'લવ સેક્સ ઔર ધોખા' ફિલ્મને રિલિઝ થયાને પંદર વર્ષ થઈ ગયા છે, એ ફિલ્મના હીરો રાજકુમાર રાવ હતા. આ રીતે ફિલ્મના હીરોની કારકિર્દીને પણ પંદર વર્ષ થયા. આ કંઈ ટૂંકી કારકિર્દી ન કહેવાય હજુ પણ તે સક્રિય છે અને આગળ ને આગળ વધી રહી છે. અહીં રાજકુમાર રાવે પંદર વર્ષ સુધી કામ કર્યા પછી અને પોતાના અંગત જીવનને પોતાની ઓનસ્ક્રીન વ્યક્તિથી અલગ કરીને શું શીખ્યા તે અંગેની વાતો કરી છે, જે ખૂબ જ રસપ્રદ છે. જો કે આજે જે સ્થાને-સ્થળે પહોંચ્યો છે, તેનાથી ખૂબ ખુશ છે.

આટલા વર્ષો લાંબી કારકિર્દીમાં શું પાઠ શીખ્યા તે વિશે અભિનેતાને પૂછ્યું તો રાજકુમાર રાવ કહે છે, 'મને એવું લાગતું નથી કે હું કંઈ પાઠ શીખ્યો છું, પણ તમે તમારું કામ કરો અને તમારું માથું નીચું રાખો.'

રાજકુમારે તાજેતરમાં એક એક્શન ફિલ્મ 'સ્ત્રી-૨'માં જબરદસ્ત કામ કર્યું. આ અંગે તેણે વિગતવાર જણાવ્યું, 'પોતાને (તમારે) આગળ ધપાવતા રહેવાની અને કામ કરતાં રહેવાની જરૂર છે, કારણ કે તે જ એક માત્ર વસ્તુ છે જેના માટે લોકો તમને યાદ રાખશે.'

પોતાના અંગત જીવન માટે ખૂબ જ ખાનગી રહેવા માટે જાણીતા ૪૦ વર્ષીય રાજકુમાર ઉમેરે છે કે, 'જ્યારે તમે સેટ પર હો ત્યારે મારું ધ્યાન મારા કામ પર કેન્દ્રીત હોય છે. બાકી બધુ તો ઘોંઘાટ હોય છે.' તાજેતરમાં જાહેરાત કર્યા પછી તેની પત્ની અભિનેત્રી પત્રલેખા સાથે તેના પહેલા સંતાનની અપેક્ષા રાખી રહ્યો છે. રાજકુમાર રાવ અમને આગળ કહે છે, 'હું મારી જાતને ફિલ્મ ઉદ્યોગનો પ્રતિનિધિ માનતો નથી. હું એક કલાકાર છું, એવું હું માનું છું. મને મારી આ નોકરી ગમે છે. પછી હું મારા ઘરે પાછો ફરું છું અને હું રાજ કરું છું. મારું જીવન ખૂબ જ ખુશીથી અને શાંતિથી જીવું છું.'

આ અભિનેતાની 'અલીગઢ' (૨૦૦૫) અને ન્યૂટન (૨૦૧૭ જેવી અને વખણાયેલી ફિલ્મનો સમાવેશ થાય છે. તેણે પોતાના નવીનત્તમ પ્રોજેક્ટમાં વધુ ભયાનક, એક્શન-ફોરવર્ડ ભૂમિકા ભજવીને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે. નવા એ લાગે છે કે શું આ તાજેતરના ભૂતકાળમાં રિલિઝ થયેલી તીવ્ર એક્શન ફિલ્મોનું પરિણામ છે, પરંતુ રાજકુમાર એવું નથી માનતો કે આ ઉદ્યોગોના વલણોથી પ્રભાવિત કોઈ નવી ઘટના છે. 'એક્શન તો ઘણાં લાંબા સમયથી એક મુખ્ય શૈલી રહી છે.'

તેઓ વધુમાં જણાવે છે, 'હિન્દી ફિલ્મોમાં દિગ્દર્શક મનમોહન દેસાઈ સરે 'અમર અકબર એન્થોની' (૧૯૭૭) અને દિગ્દર્શક યશ ચોપરાજી 'દીવાર' (૧૯૭૫) બનાવવાનું શરૂ કર્યું. એવું નથી કે અચાનક સિનેમામાં એક નવી શૈલી ખુલી ગઈ છે, પરંતુ હકીકત એ છે કે તાજેતરના ભૂતકાળમાં તેમાંથી કેટલીક એક્શન ફિલ્મોએ ખરેખર સારી કામગીરી બજાવી છે, પરંતુ કેટલીક સારી કામગીરી બજાવી નથી. મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે તે એક સારી ફિલ્મો હોવી જોઈએ. ફિલ્મની સામગ્રી તેની શૈલી કરતાં વધુ મહત્વની છે.'

Tags :