Get The App

રજનીકાંત અને કમલ હસન મેગા ફિલ્મમાં એક સાથે કામ કરવા તૈયાર!

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
રજનીકાંત અને કમલ હસન મેગા  ફિલ્મમાં એક સાથે કામ કરવા તૈયાર! 1 - image


સુપરસ્ટાર રજનીકાંત અને સુપરસ્ટાર  કમલ હાસન - બંને  તમિળ ફિલ્મોના  દિગ્ગજ અભિનેતા! આ બંને કલાકારોએ અનેક અભૂતપૂર્વ  લોકપ્રિય, હીટ  ફિલ્મો આપી છે અને તેને કારણે આદજે પણ આ બંને કલાકાર સુપરસ્ટાર  તરીકે જાણીતા છે. આ બંનેએ   ચાર દાયકાથી પણ વધુ સમય ફિલ્મોમાં   વિતાવ્યો છે.  અને એક લાંબા  અંતરાલ પછી  ફરીવાર  બંને કલાકારો એક સાથે આવવા  તૈયાર છે અને  એની જાહેરાત   ખુદ રજનીકાંતે પત્રકારો સમક્ષ કરી  છે. 

ચેન્નઈ  વિમાનમથક પત્રકારો સાથે વાતચીત  કરતાં રજનીકાંતે આ સમાચાર  શેર કર્યાં અને  જણાવ્યું  કે આ મહત્ત્વાકાંક્ષી  પ્રોજેક્ટનું  નિર્માણ  કમલ હાસનના બેનર રાજકમલ  ફિલ્મ્સ ઈન્ટરનેશનલ અને રેડ જાયન્ટ મુવીઝ દ્વારા  સંયુક્ત  રીતે  કરવામાં  આવશે.    જો કે આ સાથે જ તેમણે જણાવ્યું  હતું  કે આ પ્રોજેક્ટના દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ  (પટકથા) હજુ નક્કી  નથી. અમે રાજકમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ  અને રેડ જાયન્ટ  મુવીઝ સાથે  મળીને  એક  ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ.   દિગ્દર્શક  હજુ  નક્કી  નથી થયા. કમલ અને હું સાથે   મળીને એક ફિલ્મ કરવા માગીએ છીએ.  જો અમને વાર્તા અને ભૂમિકા  મળશે  તો અમે અભિનય  કરીશું, એમ ૭૪ વર્ષીય અભિનેતા  રજનીકાંતે  પત્રકારોને  જણાવ્યું હતું.

જો આ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ  આપવામાં આવે તો તે લાંબા સમયથી રાહ જોવાતી! ઓનસ્ક્રીન  પ્રોજેક્ટ બનશે, એમ રજનીકાંતે  જણાવ્યું  હતું.  લગભગ   ૪૬ વર્ષ પછી  બે તમિળ દિગ્ગજ   કલાકારો  ફરી આવી રહ્યાં છે.

રજનીકાંત  અને કમલ હાસને છેલ્લે  ૧૯૭૯માં  ફેન્ટસા  ફિલ્મ 'અલવુદ્દીનમ્ અથબુથા વિસાક્કમ્' માં   સાથે દેખાયા હતા.   (૧૯૭૭) , અબલ  અપ્પી દિથ મ્ ' અને  નૈનિથાલે ઈન્તિકુમ્ ' (૧૯૭૯)  ફિલ્મો કરી હતી. રજનીકાંતની આગામી  ફિલ્મ 'જેલર-૨'  છે,  જે 'જેલર'  ફિલ્મની  સિક્વલ  છે. આ  ફિલ્મનું દિગ્દર્શન  લોકેશ કનાગરાજ કરી રહ્યા  છે.  જેમણે તાજેતરમાં  આ કલાકાર સાથે 'કુલી' બનાવી  હતી,  જે  ઓગસ્ટમાં રિલીઝ થઈ હતી.  કમલ હસને  તાજેતરમાં જ દિગ્ગજ  ફિલ્મ સર્જક મણિરત્નમ્  દ્વારા  દિગ્દર્શિત  ફિલ્મ 'ઠગ લાઈફ' માં અભિનય કર્યો હતો.  આ  ફિલ્મ  જૂનમાં  રિલીઝ થઈ હતી.

કમલ હસન - રજનીકાંતની સંયુક્ત વાપસીની જાહેરાતથી એમના ચાહકો ફોર્મમાં આવી ગયા છે. આનંદની લહેર કી પ્રસરાવી દીધી છે. એવુ કહેવાની કશી જરુર ખરી? .

Tags :