Get The App

રજની ગાંગુલી : 'લોકો મને રૂપાલીની મમ્મી તરીકે ઓળખે એ મારા માટે પૂરતું છે'

Updated: May 30th, 2024

GS TEAM

Google News
Google News
રજની ગાંગુલી : 'લોકો મને રૂપાલીની મમ્મી તરીકે ઓળખે એ મારા માટે પૂરતું છે' 1 - image


- 'મારી મમ્મી એક પ્રભાવશાળી વક્તા છે. તે તૈૈયારી વિના પણ સરસ બોલી શકે છે. મહિલા સશક્તિકરણ પર એ અવારનવાર બોલતી હોય છે. આ બાબત મેં 'અનુપમા'માં મારા પાત્ર માટે આત્મસાત કરી છે.'

અ ભિનેત્રી રૂપાલી ગાંગુલીએ દશમું ધોરણ પાસ કર્યું ત્યારે તેણે તેની માતા રજની ગાંગુલીમાં પહેલીવાર સુપરવુમનનું સ્વરૂપ નિહાળ્યું હતું. મમાએ કહ્યું, 'હું મારો અભ્યાસ પૂર્ણ કરવા માગું છું. ખરેખર તો તે (મારી મમા) સારી પૃષ્ઠભૂમિમાંથી આવી ન હોવાથી તેણે તેનો અભ્યાસ અધૂરો છોડી દેવો પડયો. આથી જ હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે મારી માતાએ તેનો સ્નાતક તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો. જેના કારણે જ મને મારી માતાને ખરાઅર્થમાં ખરા સ્વરૂપમાં જોવા મળી... એક સુપરવુમન જેવી. ખરેખર તો તેનામાં સાવ જુદો જ પ્રકાશ અનુભવાતો હતો અને મને તેના પર ગર્વની લાગણી છે,' રૂપાલી ગાંગુલીએ જણાવે  છે. 

આ બાબતનો ઉલ્લેખ તેની માતાએ કર્યો અને સાથે કટાક્ષ કરતા રજનીએ જણાવ્યું, 'મને ડર હતો કે લોકો મને ચીડવશે કે મારી પાસે કૉલેજની કોઈ ડિગ્રી નથી. આથી જ મેં બધાના મોં બંધ કરવા બીએની ડિગ્રી મેળવી.'

રસપ્રદ વાત તો એ છે કે રજનીનું શૉબિઝ સાથે પણ જોડાણ હતું, કારણ કે તેણે દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે કામ કર્યું હતું. 'સરોજ સોહનલાલ (કોરિયોગ્રાફર) સાથે કામ કરતી હતી અને હું પણ ત્યાં હતી. હું ત્યાં તેનો માત્ર ડાન્સ જોતી હતી અને તે ઘણીવાર મને તેમની સાથે જોડાવાનું કહેતી. ઘણી વાર સરોજ મને સાથે લઈ જતી હતી. તેની સાથે મેં કોરિયોગ્રાફીનું કામ કર્યું હતું. મેં અરુણા ઈરાનીના ગીત 'એય્ ફસા...' ('બૉબી', ૧૯૭૩) પર કામ કર્યું હતું. કમ્પોઝર વસંત દેસાઈ સાથે મેં લાવણી ડાન્સર તરીકે ઘણા સ્ટેજ-શૉઝ કર્યા હતા. દિગ્દર્શક હૃષિકેશ મુકરજીની ફિલ્મ 'આશીર્વાદ' (૧૯૬૮)માં મેં લાવણી નૃત્ય કર્યું હતું. તે વેળા લીલા ગાંધી મારી સાથે હતા,' રજની ગાંગુલી યાદ કરતાં કહે છે.  

આમ છતાં, લગ્ન પછી રજનીએ ગૃહિણી બનવાનો નિર્ણય કર્યો. 'મારું સ્વપ્ન હતું કે કરીઅરમાં એક બિંદુ પર મારે પહોંચવું, પણ હું મારું સ્વપ્ન પરિપૂર્ણ કરી ન શકી, પરંતુ મારા બંને સંતાનો (પુત્રી રૂપાલી અને પુત્ર કોરિયોગ્રાફર વિજય ગાંગુલી)એ મારા માટે પરિપૂર્ણ કર્યું,' તેણી કહે છે.

ગૌરવપૂર્ણ માતા પોતાની પુત્રી વિશે ગૌરવભેર કહે છે, 'રૂપાલીએ કદીય અમને તેના સંઘર્ષનો ભાર વર્તાવા દીધો નથી. મને ખરાબ લાગતું હતું કે તેણે 'સંજીવની', 'પરવરિશ' અને 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' શૉમાં અદ્ભુત કામ કર્યું હોવા છતાં પણ તેને ક્યારેય એવોર્ડ મળ્યો નથી, પરંતુ આજે તો દરેક એવોર્ડ તેનો છે. લોકો મને રૂપાલીની મમ્મી કહીને બોલાવે છે એ જ મારા માટે પૂરતું છે.' 

રૂપાલી ગાંગુલી તેની માતા રજની માટે વધુમાં જણાવે છે, 'મારી મમ્મી એક પ્રભાવશાળી વક્તા છે. તે તૈૈયારી વિના સરસ ભાષણો આપી શકે છે. એ મહિલા સશક્તિકરણ પર અવારનવાર બોલતી હોય છે. આ બાબત મેં 'અનુપમા'માં મારા પાત્ર માટે આત્મસાત કરી છે.' 

Tags :