Get The App

રાજેશ ખન્નાની દોહિત્રી નાઓમિકા સરન ડેબ્યુ કરવાની તૈયારીમાં

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
રાજેશ ખન્નાની દોહિત્રી નાઓમિકા સરન ડેબ્યુ કરવાની તૈયારીમાં 1 - image

બોલિવુડમાં એક વધુ સ્ટારકિડના ડેબ્યુના ભણકારા સંભળાઈ રહ્યા છે. એ સ્ટારકિડ છે નાઓમિકા સરન અને એ સદ્ગત રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી છે. નાઓમિકાની મમ્મી એટલે રિન્કી ખન્ના.  ટ્વિન્કલ ખન્નાની એ નાની બહેન. રિન્કી ખન્ના 'પ્યાર મેં કભી કભી' (૧૯૯૮) જેવી અમુક હિન્દી ફિલ્મો કરી ચુકી છે.

હમણાંથી દિનેશ વિજનની મેડ્ડોક ફિલ્મસની ઓફિસમાં નાઓમિકાના આંટાફેરા વધી જતા જાણકારોએ એવું અનુમાન લગાડયું હતું કે હવે આ સ્ટારકિડ બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

માહિતગાર સૂત્રોના જણાવવા મુજબ નાઓમિકાની પહેલી ફિલ્મ એક રોમાંટિક કોમેડી હશે, જે ૨૦૨૬ માં જુન બાદ ફ્લોર પર જવાની શક્યતા છે. ફિલ્મ શરૂ થયા પહેલા જ એનો હીરો બદલાઈ ગયો છે. અગસ્ત્ય નંદાને ધ્યાનમાં રાખી સ્ક્રીપ્ટમાં મેલ લીડનો રોલ લખાયો હતો. પરંતુ તારીખો અને બીજી અમુક બાબતોમાં મેળ ન પડતા હવે ફિલ્મની ટીમ વેદાંગ રૈના છેલ્લે આલિયા ભટ્ટની ફિલ્મ 'જિગરા' (૨૦૨૪)માં જોવા મળ્યો હતો. એ હાલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. વેદાંગ અને નાઓમિકાનો સ્ક્રીન ટેસ્ટ લેવાતા બંનેની કેમિસ્ટ્રી બહુ જામતી હોવાનું ટીમને લાગ્યું હતું.

નાઓમિકા છેલ્લા એક વરસથી ડેબ્યુ માટે ટ્રેનિંગ લઈ રહી છે. એ દરમ્યાન એણે એક્ટિંગના વર્કશોપ્સ અટેન્ડ કર્યા છે અને ડાન્સની તાલિમ પણ લીધી છે. નાઓમિકા પુરેપુરી રેડી ન થઈ જાય ત્યાં સુધી એની ડેબ્યુ મૂવીની જાહેરાત ન કરવાનું મેડ્ડોક ફિલ્મસે નક્કી કર્યું છે.