- 'આર્યન ખાન પાસેથી ઘણું શીખવા જેવું છે. એ એક નીડર દિગ્દર્શક છે. લોકોને પોતાનો 'વોઇસ' શોધતાં વર્ષો લાગે છે, પરંતુ આર્યન પહેલાં પ્રોજેક્ટથી જ જાણતો હતો કે પોતે એકઝેટ્લી શું બનાવવા માગે છે...'
વેબ સીરિઝ 'બેડ્સ ઓફ બોલીવૂડ'માં ચમકેલો અને ઘણા લોકોના ધ્યાનમાં આવેલો અભિનેતા રાઘવ જુયાલ અત્યારે અત્યંત ખુશખુશાલ છે અને તેને જે પ્રેમ અને ચાહના મળી છે, તેમાં ડૂબી રહ્યો છે - તરી રહ્યો છે. આ વેબ સીરિઝમાં તેના કોમિક ટાઈમિંગ માટે અત્યંત જાણીતા એવા રાઘવને આ શોમાં તેને હળવા પાસાં બતાવવાનો જે મોકો મળ્યો, તેનાથી તેના ચાહકો થોડા સમય માટે સાવ વંચિત રહી ગયા હતા.
૩૪ વર્ષીય આ અભિનેતાએ જાણી જોઈને કોમેડીમાંથી બ્રેક લીધો અને 'કિલ' (૨૦૨૪), 'ગ્યારા ગ્યારા' (૨૦૨૪) અને 'યુધ્ધ' (૨૦૨૪)માં વધુ તીવ્ર અને આક્રમક ભૂમિકા ભજવી અને પછી આ શૈલી-કોમેડીમાં પાછો ફર્યો છે. છેલ્લા કેલાંક વર્ષોમાં મને ઘણી કોમેડી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં તે બધી માટે ના પાડી દીધી. મેં જાણીજોઈને પહેલાં 'કિલ' ફિલ્મ કરી કારણ કે મારે મારી જાતને એક ગંભીર અભિનેતા તરીકે સાબિત કરવો હતો. આ પ છી નિર્માતાઓએ મારામાં કંઈક અલગ જોવાનું શરૂ કર્યું કારણ કે તેનાથી મારા માટે ઘણા દરવાજા ખુલી ગયા. હવે તેઓ મુખ્ય ભૂમિકા સાથે મારા પર વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે હું તેમની ઓફર પરિપૂર્ણ કરી શકું છું, એમ રાઘવે જણાવ્યું હતું.
બેડ્સ ઓફ બોલીવૂડ પૂર્ણ કરવા સાથે મેં એક વર્તુળ પૂર્ણ કર્યું. રાઘવ તેના દિગ્દર્શક આર્યન ખાનના પણ ઘણાં વખાણ કરે છે. તે કહે છે, આર્યન મારી ખાસ કાળજી રાખતો હતો. તેણે મને શાનદાર-ઉત્તમ દ્રશ્યો આપ્યા અને ખાતરી કરી કે મારી બધી શંકા દૂર થાય. તેનું કારણ એ હતું કે હું હીરોના મિત્રની ભૂમિકા ભજવવા અંગે થોડો શંકાસ્પદ હતો, આમ કહી તે વધુમાં ઉમેરે છે કે તે હવે આર્યનના પિતા અભિનેતા શાહરુખ ખાન અને આર્યનની બહેન અભિનેત્રી સુહાના ખાન સહિત સમગ્ર ખાન પરિવારની નજીક છે. તેઓ હવે મારા માટે તો પરિવાર જેવા છે. આર્યનની વાત કરીએ તો તેની પાસેથી ઘણું બધુ શીખવા જેવું પણ છે. તે એક બહાદુર-નીડર દિગ્દર્શક છે. લોકોને પોતાનો અવાજ શોધવામાં વર્ષો લાગે છે, પરંતુ તે પહેલાં પ્રોજેક્ટથી જ જાણતો હતો કે તે શું બનાવવા માગે છે અને તેને તેના વિશે કોઈ ડર નહોતો, એમ રાઘવ શેર કરે છે.ઘવ જુયાલે જણાવ્યું હતું.


