રાધિકા આપ્ટે માતૃત્વના બોજ નીચે દફન થવા તૈયાર નથી
- 'મેં મોટાભાગે દિવસના 16-18 કલાક શૂટ કર્યું છે. હવે મારા માટે એટલો ટાઈમ આપવો શક્ય નથી. આવું કરવા જાઉં તો મારી પુત્રીનું મોઢું પણ ન જોઈ શકું. એટલે મારે હવે કોન્ટ્રેક્ટ્સમાં જુદી શરતો મૂકવી પડશે'
દીપિકા પાદુકોણ બાદ બોલિવુડની એક બીજી એક્ટ્રેસને મમ્મી બન્યા પછી એક્ટિંગ કંઈ રીતે શરૂ કરવી અને પોતાના પરિવાર અને કામ વચ્ચે કઈ રીતે બેલેન્સ રાકવું એની ચિંતા સતાવી રહી છે. પોતાના વિદેશી મ્યુઝિશ્યન હસબન્ડ બેનેડિકટર ટેલર સાથે લંડનમાં રહેતી રાધિકા આપ્ટેએ હમણાં મુંબઈના સિલેક્ટેડ મિડીયા સાથે કોન્ફરન્સ કોલ પર ઈન્ટરએક્શન કરી હિન્દી ફિલ્મોમાં પોતાના પુનરાગમન વિશે અને ૫ મહિના પહેલા મા બન્યા બાદ પોતાની લાઈફમાં કેટલી બદલાઈ છે એ વિશે ખુલ્લા દિલે વાત કરી.
મિડીયાએ સૌપ્રથમ રાધિકાને એ હિન્દી ફિલ્મોમાં ફરી કામ શરૂ કરવા વિશે શું વિચારે છે એવું પૂછ્યું. એનો એકદમ પ્રેક્ટીકલ જવાબ આપતા ૩૯ વરસની એક્ટરે કહ્યું, 'આપણા ઈન્ડિયામાં જે રીતે ફિલ્મોનું કામકાજ ચાલે છે એ જોતા મને લાગે છે કે મારા માટે એ રીતે કામ કરવું શક્ય નથી. તમને એનું કારણ કહું, મુંબઈમાં ફિલ્મોના શૂટિંગ માટેની નોર્મલ શિફ્ટ ૧૨ કલાકની હોય છે અને એ ઉપરાંત તમારે હેરસ્ટાઈલ અને મેકઅપ માટે ટાઈમ આપવો પડે એ જુદો. વળી, પ્રવાસમાં પણ સમય જાય. બધુ મળીને મિનીમમ ૧૩ કલાક ગણી લેવાના. અને તમે તો જાણો છો કે બોલિવુડમાં કોઈ શૂટિંગ ટાઈમ પર પૂરું નથી થતું. મારી આખી કરીઅરમાં મેં મોટાભાગે દિવસના ૧૬-૧૮ કલાક શૂટ કર્યું છે. હવે મારા માટે એટલો ટાઈમ આપવો શક્ય નથી. એવું કરવા જાઉં તો મારી પુત્રીનું મોઢું પણ ન જોઈ શકું. એટલે મારે હવે મારા કોન્ટ્રેક્ટ્સમાં જુદી શરતો મૂકવી પડશે અને મને લાગે ે કે ઘણા ફિલ્મેમેકર્સને એ સામે વાંધો હશે.
તાજેતરમાં રાધિકાની હોલીવૂડ ફિલ્મ 'સિસ્ટર મિડનાઈટ' રિલીઝ થઈ છે. એનું શૂટિંગ એક્ટરે પ્રેગનન્સી પહેલા પૂરું કર્યું હતું. પુણેરી ગર્લ આપ્ટેને એક મોટું સુખ છે કે બાળકીના ઉછેરની અડધોઅડધ જવાબદારી એનો મ્યુઝિશ્યન હસબન્ડ ટેલર એની સાથે વહેંચી લે છે. બધો બોજ એના એકલા પર નથી. એ વિશે વાત કરતા 'અંધાધૂન' ની હિરોઈન કહે છે, 'બેબીના આવ્યા પછી બધુ રોજેરોજ બદલાતું રહે છે. એટલે અમે એક પ્રકારનું સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારી પોતાની જરૂરિયાતો અને એકબીજા સાથે સમય ગાળવાનું મૂકી નથી દીધું. મા તરીકેની ફરજો બજાવવામાં હું સંપૂર્ણપણે ખંૂંપી ગઈ હોઉં મને નથી લાગતું એને માટે મારા સંપૂર્ણ અસ્તિત્ત્વનો, મારી જાતનો હું ભોગ નથી આપી રહી. મારો પાર્ટનર અને હું પુત્રીના ઉછેરમાં સરખા ભાગે ઈન્વોલ્વ (સામેલ) છીએ. મિડીયામાંથી પછી પૂછાયું કે મેડમ, અત્યારે લંડનમાં તમારી લાઈફ-સ્ટાઈલ કેવી છે? પુણે કે મુંબઈ કરતા ત્યાંની જીવનશૈલી કેટલી અલગ છે? એ વિશે વાત કરતા રાધિકા કહે છે, 'અમે લંડનમાં બધુ કામ જાતે કરીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે અમારી પુત્રી માટે અમે એક પણ નોકર રાખ્યો નથી. અમારા ઘરમાં આયા નથી, નાઈટ નર્સ નથી અને કૂક પણ નથી, બધ્ંાુ જાતે કરવાનું એટલે લાઈફ બહુ હેકટીક છે પણ અમને એ ગમે છે. સૌ જાણે છે કે નવજાત શિશુઓ લાંબી ઊંઘ નથી કરતા. મારા માટે રોજ નવો દિવસ ઉગે છે. માંડ અઢીથી ત્રણ કલાકની નિંદર લઈ શકું છું. આ એક અદભુત પણ બહુ આકરી જર્ની છે. ઈન શોર્ટ, તમારું બાળક તમને દુનિયાને એક જુદી જ નજરે જોતા કરી દે છે.' આપ્ટેની નારીવાદી વિચારસરણીથી ઈન્ડસ્ટ્રીમાં સૌ વાકેફ છે. પોતાના જેવી વર્કિંગ અવર્સની સમસ્યા ફિલ્મોના સેટ પર કામ કરતી બધી માતાઓને નડે છે એ જાણતી અને સમજતી એક્ટ્રેસ કહે છે, 'ફિલ્મોના સેટ પર દોડાદોડી કરતી બીજી સ્ત્રીઓને જોઈને મને નવાઈ લાગે છે. એમાંથી ઘણીને બાળકો હશે. તેઓ કઈ રીતે પોતાની લાઈફ મેનેજ કરતી હશે એવો વિચાર આવે છે. ફિલ્મોના દરેક ડિપાર્ટમેન્ટમાં આજે સ્ત્રીઓ સક્રિય છે. આપણે જેન્ડર ઈક્વાલિટીની વાતો કરીએ છીએ. આપણે સમાજમાં પુરુષો પોતાના બાળકોની દરકાર ન લે તો એ ચાલે, પણ એક મા એવું ન કરી શકે. એથી આ ઈન્ડસ્ટ્રીમાં ઘણી માતાઓએ કામ છોડી દેવું પડે છે. એ બધુ જોતાં મારે હવે મારા કામમાં બદલાવ લાવવો પડશે. મારી પાસે અત્યારે બે પ્રોજેક્ટ્સ છે જે સાઈન કર્યા પહેલા મારે એના કોન્ટ્રાક્ટ્સમાં ફેરફાર કરવો પડશે.'