હોલિવુડ વોક ઓફ ફેમમાં રેચલ મેકએડમ્સનો ઉમેરો થયો છે. ૪૭ વર્ષની આ કેેનેડિયન અભિનેત્રી લાંબા સમયથી નોંધપાત્ર વર્સેટિલિટી, ભાવનાત્મક ઊંડાણ અને શાંત પ્રમાણિકતા માટે વખણાયેલી છે. મેકએડમ્સે એક જગ્યાએ સ્પીચ આપી, જેમાં આત્મસ્તુતિ નહીં, પણ વિનમ્રતા છલકતી હતી. તેણે દિવંગત સિતારાઓને યાદ કર્યા જેમની પાસેથી તે ઘણુ શીખી હતી. ખાસ કરીને 'ધી ફેમિલી સ્ટોન'માં તેની સહ-કલાકાર રહેલી ડાયેના કીટન પ્રત્યે એણે જે રીતે કૃતજ્ઞાતા વ્યક્ત કરી તે હૃદયસ્પર્શી ગઈ. મેકએડન્સે યાદ કર્યું કે કેવી રીતે ડાયેના કીટને તેને પ્રત્યેક પરફોર્મન્સમાં સો ટકા પ્રયાસ કરવાનું શીખવ્યું.
મૌલિકતા ગુમાવ્યા વિના વિવિધ શૈલીમાં સરળતાથી અભિનય કરવાની મેકએડમ્સની ક્ષમતા તેને અન્યોથી અલગ કરે છે. 'મિડનાઈટ ઈન પેરિસ'ના વિચિત્ર આકર્ષણથી લઈને 'સ્પોટલાઈટ'ની ભાવનાત્મક તીવ્રતા સુધી, એણે પડદા પર ઘણા રંગોને ઉઠાવ આપ્યો છે. ખુદને રીડિફાઇન કરવામાં બેફિકર હોય તેવી અભિનેત્રી તરીકે એ પ્રતિષ્ઠા સ્થાપી શકી છે.
બે સંતાનોની માતા તરીકે તેણે સતત અંગત જીવનને પ્રાથમિકતા આપી અને હોલિવુડની સ્ટારડમની અપેક્ષાના બીજો ક્રમ આપ્યો. 'હોલિવુડ વોક ઓફ ફેમ' પર અમર સિતારોની હરોળમાં સ્થાન પામીને રાશેલ મેકએડમ્સ કમર્શિયલ સફળતા કરતા વધુ આગળ નીકળી ચૂકી છે એ તો નક્કી.


