Get The App

પ્રિયંકા બોસ : ઈન્ટિમેટ સીન ભજવવાં ખૂબ અઘરાં છે, કેમ કે...

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
પ્રિયંકા બોસ : ઈન્ટિમેટ સીન ભજવવાં ખૂબ અઘરાં છે, કેમ કે... 1 - image

- 'ઈન્ટિમસી કોચનો કોન્સેપ્ટ ભારતીય સિનેમામાં હજુ પણ નવો છે. ફિલ્મ લાઇનમાં દાયકાઓ સુધી આ એક અગત્યના પાસાની અવગણના થતી આવી છે. કોઈએ તેની પરવા કરી નહીં.'

પ્રિયંકા  બોસ એવી અભિનેત્રી છે જેને કોઈ પણ માળખામાં ફિટ કરી શકાતી નથી. એ ખુદ કોઈ માર્ગદર્શિકા કે બંધનોમાં બંધાવામાં માનતી નથી. તેણે 'આગ્રા' અને  'ગંગોર' જેવી કેટલીય ફિલ્મોમાં એણે અભિનય કર્યો છે. અહીં  તે ઈન્ટીમસી  કોચ  બનવાના  તેના નિર્ણય  વિશે વાતચીત  કરે છે.

તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાના ઈન્ટિમસી કોચ તરીકેની કામગીરી વિશે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે દિગ્દર્શકો ઈન્ટિમસી એટલે કે હીરો-હિરોઈન વચ્ચે શારીરિક નિકટતા દેખાડતા દ્રશ્યોમાં શું ઈચ્છે છે તે વિશે ખૂબ જ સંવેદનશીલ  હોય છે. એક ઇન્ટિમસી કોચ તરીકે તમારે કલાકારોને રિલેક્સ કરવા પડે, તેમના પર નિયંત્રણ પર રાખવું પડે અથવા વધારે ઉત્સાહિત બનાવવા પડે. આ સંદર્ભમાં હું શીખી છું એક કલાકાર માટે શું યોગ્ય  છે, ફિલ્મ માટે સમગ્રપણે શું યોગ્ય છે, જે-તે દ્રશ્યમાં શું અનિવાર્ય છે અને શું અનિવાર્ય નથી, વગેરે.  ઈન્ટિમસી કોચનો કોન્સેપ્ટ ભારતીય સિનેમામાં હજુ પણ નવો છે. ફિલ્મ લાઇનમાં દાયકાઓ સુધી આ એક અગત્યના પાસાની અવગણના થતી આવી છે. કોઈએ તેની પરવા કરી નહીં. ઇન્ટિમસી કોચ તરીકે હું જાણું છું ગાઢ રોમેન્ટિક દ્રશ્યોના શૂટિંગ વખતે વાતાવરણ કેવું હોવું  જોઇએ.  એક સારો ઈન્ટિમસી કોચ ક્યારેય નાહકના અંગપ્રદર્શનનો આગ્રહ નહીં રાખે.

આટલું કહીને પ્રિયંકા ઉમેરે છે કે એક સારો અભિનેતા એ છે, જે ઇન્ટિમેટ દ્રશ્યોના શૂટિંગ વખતે નર્વસ થતો નથી, શાંત રહે છે, પોતાના ક્ષોભ અને આવેગ પર નિયંત્રણ રાખે છે. જો આવા એક્ટર્સ મળે તો ઈન્ટિમસી કોચનું કામ ખૂબ આસાઆ પ્રશ્નનો ઉત્તર  આપતાં  પ્રિયંકા કહે છે, 'મહિલાઓ માટે હવે ઘણી સુંદર ભૂમિકાઓ લખવામાં આવી રહી  છે. જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મને થોડું અલગ  લાગતું હતું.  હવે મને લાગે છે કે વધુ લોકો આ પ્રકારની ફિલ્મોમાં  રસ ધરાવે છે. સારી અને સાચી વાર્તાઓ  માટે વધુ સંસાધનોની  જરુર  છે.' 

પ્રિયંકાની ભવિષ્ય પાસેથી શું અપેક્ષાઓ છે? પ્રિયંકા કહે છે, 'મેં સિનેમાના માધ્યમને પસંદ કર્યું છે, અને સામે પક્ષે, સિનેમાના માધ્યમે પણ મને પસંદ કરી છે. કોઈ ટીકા, કોઈ વ્યાખ્યા, કે કંઈ પણ મને મને ડિફાઇન નહીં કરી શકે.'