Get The App

પ્રાજક્તા કોળી : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએર્સને કંઈ તાસક પર રોલ્સ ધરવામાં આવતા નથી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
પ્રાજક્તા કોળી : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએર્સને કંઈ તાસક પર રોલ્સ ધરવામાં આવતા નથી 1 - image

- સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સના દ્વાર ખુલી ગયા છે. કોન્ટેન્ટ ક્રિયેટર્સને સહેલાઈથી વેબ સીરિઝ અને મૂવીઝમાં રોલ મળી રહ્યા છે. કાસ્ટિંગનો ક્રાઈટેરિયા જ બદલાઈ ગયો છે. 

યુટયુબ ઇન્ફ્લુએન્સરમાંથી એકટ્રેસ  બનેલી પ્રાજકતા કોળીએ ૩૨ વરસની ઉંમરમાં લાંબી મજલ કાપી છે. મુંબઈ નજીકના થાણેમાં જન્મેલી આ મરાઠી મુલગીએ મુંબઈમાં એક એફએમ રેડિયોમાં ઈન્ટર્ન તરીકે કરીઅર શરૂ કરી હતી. પછી એ રેડિયો જોકી (આરજે) બની. આરજે તરીકે સારી એવી નામના મળ્યા બાદ પ્રાજકતાએ મોસ્ટલી સેઇન નામની પોતાની યુટયુબ ચેનલ શરૂ કરી. સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિયેટર તરીકે ઘૂમ સફળતા મળતા કોળીને એક્ટિંગની ઓફર્સ મળતી થઈ. ઓટીટી વેબ શો 'મિસ મેચ્ડ'માં એક્ટર તરીકે ડેબ્યુ કર્યા બાદ એને કરણ જોહરે પ્રોડયુસ કરેલી ફિલ્મ 'જુગ જુગ જિયો'માં રોલ મળ્યો. છેલ્લે એ કુણાલ ખેમુની વેબ સીરીઝ 'સિંગલ પાપા'માં જોવા મળી હતી.

પ્રાજક્તાની સોશ્યલ મીડિયા કોન્ટેન્ટ ક્રિયેટરથી લઈને મેઇનસ્ટ્રીમ એક્ટર તરીકેની જર્નીનો દાખલો આપી એવી ચર્ચા શરૂ થઈ છે કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સના દ્વાર ખુલી ગયા છે. કોન્ટેન્ટ ક્રિયેટર્સને સહેલાઈથી વેબ સીરિઝ અને મૂવીઝમાં રોલ મળી રહ્યા છે. કાસ્ટિંગનો ક્રાઈટેરિયા જ બદલાઈ ગયો છે. એક્ટરની ટેલેન્ટ કરતા ઇન્સ્ટાગ્રામ પર એના ફોલોઅર્સની સંખ્યાને વધુ મહત્ત્વ મળતું થયું છે. એના કારણે આકરી તાલિમ લઈને એકટર્સ બનેલા યંગસ્ટર્સને પોતાની સાથે ઘોર અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી થઈ રહી છે.

જોરશોરથી મીડિયામાં ચાલતી આ ડિબેટમાં ઝંપલાવી પ્રાજક્તા પોતાનો મૌલિક અભિગમ વ્યક્ત કરે છે, 'સાચુ પૂછો તો ફોલોઅર્સની સંખ્યાના આધારે જો પ્રોજેક્ટસમાં રોલ અપાતા હોત તો મેં આજ સુધી આપેલા દરેક ઓડિશનમાં હું સિલેક્ટ થઈ ગઈ હોત. છેલ્લા છ વરસમાં મેં પુષ્કળ ઓડિશન્સ આપ્યાં છે. ઘણામાં હું રિજેક્ટ પણ થઈ છું. આ તો બિઝનેસ છે, સાહેબ. એની સાથે ઘણા લોકો જોડાયેલા છે અને એમાં પુષ્કળ નાણાં લાગેલા છે. રોલ માટે યોગ્ય ન હોય એવી વ્યક્તિ પર ફક્ત એના ફોલોઅર્સના આધારે કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરવાનું કોઈ પ્રોડયુસરને પોષાય નહીં.'

પોતાનો અનુભવ શેર કરતા ુપ્રાજક્તા વધુમાં કહે છે, 'મેં જેમાં કામ કર્યું છે એ દરેક પ્રોજેક્ટ માટે મેં થકવી નાખનારાં ઓડિશન્સ આપ્યાં છે, વર્કશોપ્સ અટેન્ડ કર્યા છે અને પ્રિપરેશન કર્યું છે. ફોલોઅર્સના આધારે કાસ્ટ કે રિજેક્ટ થયેલા દરેકે આવો અનુભવ કર્યો હશે, એ એક હકીકત છે. તેઓ પણ બીજાની જેમ આકરી તાવણીમાંથી પસાર થયા છે, જેનો કોઈ ઈન્કાર ન કરી શકે.'

વાત તો સાચી.