પોપ સુપરસ્ટાર આરિયાના ગ્રાન્ડેએ આપી નાનકડી ફેનને હૃદયસ્પર્શી ભેટ
કેટલીક પળો એવી હોય છે જ્યારે સેલિબ્રિટી સ્ટારડમ અને માનવતાનો હૃદયસ્પર્શી મેળાપ થાય છે. પોપ સેન્સેશન આરિયાના ગ્રાન્ડેએ પણ તાજેતરમાં એવી જ એક પળ સર્જી. ચોથા સ્ટેજના કેન્સરનો બહાદુરીપૂર્વક સામનો કરતી નવ વર્ષીય ઈન્ફ્લ્યુઅન્સર બ્રાઈ બર્ડને અસાધારણ ભેટનું બોક્સ આપીને આરિયાનાએ એને આશ્ચર્યચકિત કરી દીધી હતી. ભેટ આઈકોનિક 'વિકેડ' પર આધારીત હતી જેમાં આરિયાના ગ્લીન્ડાની ભૂમિકા નિભાવે છે. બ્રાઈ બર્ડે ચોથા તબક્કાના કેન્સર સામે પોતાની સાહસિક લડાઈનું ઓનલાઈન દસ્તાવેજીકરણ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. અનેક પડકારો છતાં તેણે સકારાત્મકતા, સ્ટાઈલ અને ખુશી શેર કરી અને સોશિયલ મીડિયાને હજારો લોકોને પ્રેરણા આપી છે. બ્રાઈ માટે ખુશીનો એક સ્રોત આરિયાના ગ્રાન્ડે પ્રત્યેની ચાહત અને તેની ફિલ્મ 'વિકેડ' છે.
૭મી ઓગસ્ટે બ્રાઇને તેની સૌથી ચહિતી વ્યક્તિ આરિયાના ગ્રાન્ડે તરફથી બે પેકેજ મળ્યા. બ્રાઈએ ભારે રોમાંચથી બંને પેકેટ ખોલ્યા. પછી જે થયું તે હવે તો ઇતિહાસ છે, જેના કારણે સમગ્ર સોશિયલ મીડિયા પર ખુશીને લહેર ફેલાઈ ગઈ છે. આરિયાનાનો વર્તાવ આપણને યાદ અપાવે છે કે સૌથી વ્યસ્ત અને તેજસ્વી સ્ટાર પણ થોડું થંભી જઈને પોતાનો સમય સૌથી જરૂરતમંદ વ્યક્તિ સાથે શેર કરી શકે છે. અને આમ કરીને તેઓ લાખો લોકોને પ્રેરિત કરે છે.