- 'વર્કિંગ મધર તરીકે અપરાધભાવ અનુભવવો તે કામ ફરી શરૂ કરવાનો સૌથી મુશ્કેલ હિસ્સો છે. હાલ હું આ લાગણીમાંથી પસાર થઈ રહી છું.'
અભિનેત્રી પંખુરી અવસ્થી તેના 'મેડમ સર' ના બે વર્ષ બાદ ફરી ટીવી પર આવવા ઉતાવળી બની છે એ ટેલિવિઝન પર 'ધક્કડ બીરા' શો સાથે આવી રહી છે, જેમાં તે સશક્ત કેમિયોની ભૂમિકા ભજવવાની છે. આ અભિનેત્રીએ તાજેતરમાં જોડિયા સંતાનો (એ છોકરો અને એક છોકરી) ને જન્મ આપ્યો. આ બંને સંતાનો જુલાઈ,૨ ૦૨૩ માં જન્મયા હતા. પંખુરીએ કહ્યું,'હું પાછા ફરવા તરફ નાના પગલાં ભરી રહી છું. ટૂંકા ગાળામાં પાત્ર શરૂ કરવા માટે મને તો તે યોગ્ય સમજ જેવું લાગ્યું છે ખાસ કરીને તો હું કામ કરવા માટે મારી જાતને કેટલી સંતુલિત કરી શકું છું, તે મહત્ત્વનું છે.
આ સાથે જ પંખુરી કબૂલે છે કે 'મા તરીકે અપરાધભાવ અનુભવવો તે કામ ફરી શરૂ કરવાનો સૌથી મુશ્કેલ હિસ્સા છે. આ એવી લાગણી છે જેમાંથી હું હંમેશાં પસાર થતી રહી છું. પાછા ફરવું ગમે એટલું રોમાંચક હોય, મારા બાળકો હંમેશા મારા નિર્ણયના કેન્દ્રમાં હોય છે. હું સતત માતૃત્વ અને અભિનય વચ્ચે ફસાયેલી રહું છું, પરંતુ હું જાણું છું કે એ તો સારું ટાઇમ મેનેજમેન્ટ જરુરી છે. મોડર્ન માતા સૌથી વ્યસ્ત અને સૌથી વધુ ચિંતિત હોય છે, કારણ કે અમે બધું જ કામ કરવા માગીએ છીએ.'
આ સાથે જ પંખુરી ઉમેરે છે, 'શરૂઆતમાં તો મેં પતિયાલામાં આઉટડોર શિડયૂલ માટે મારા બંને બાળકોને લઈ જવાનું વિચાર્યું હતું, પણ મને ખબર પડી હતી કે શૂટિંગ સાથે સંતાનોની સંભાળ ખૂબ જ મુશ્કેલ હશે. તેથી મેં મારી માતાને લોકડાઉનથી બોલાવી અને મારી સાસુ પણ તેમાં સામેલ થઈ. હું ભાગ્યશાળી છું કે મારી પાસે મજબૂત સપોર્ટ સિસ્ટમ છે.
પંખુરી પોતાના પતિ-અભિનેતા ગૌતમ રોડેને સંતુલન જાળવવામાં મદદરૂપ થવાનું શ્રેય આપે છે, 'ગૌતમ અભિનય પ્રત્યેના મારા જુસ્સાને સમજે છે, માણે છે. અમે વાત પણ કરીએ છીએ કે મારે લાંબો વિરામ લેવો જોઈએ કે નહીં? જો કે તે જાણે છે કે હું એ લઈ શકતી નથી. તે મારા માટે પૂરેપુરો ભાગીદાર છે.'
હવે પૂર્વભૂમિકા માટે વધુ જણાવતાં પંખુરી કહે છે, 'અભિનય તો મારા જીવનમાં કોયડાની ખૂટતી કડી છે. હું બાળકોને પાછળ છોડી જવાની બાબતથી નર્વસ છું, હું વહેલી કામ કરતી માતા નથી. હું મારો માર્ગ શોધી લઈશ...'


