Updated: Mar 16th, 2023
- પલક તિવારીનો જબરદસ્ત જુસ્સો
- 'મારું બધુ જ મારા પરિવાર સાથે સંકળાયેલું છે. મારો પરિવાર ટીવી સાથે સંકળાયેલો હતો, પણ મારી આંખો અને હૃદય તો કાયમ બોલિવુડ પર જ રહ્યાં છે.'
બૉલિવુડમાં રોજ નવા કલાકારોનું આગમન થાય છે અને દરેક પોતાની ક્ષમતા મુજબ આગળ વધે છે, પણ અત્યારે જે કલાકારના આગમનની વાત થઈ રહ્યું છે એ જરા અનોખી છે. તેનું કારણ એ છે કે આ કલાકારની માતાએ પણ અભિનય ક્ષેત્રે નામના રળી છે. આ યુવાન કલાકારનું નામ છે, પલક તિવારી!
'મારી બોલિવુડ જર્ની જે રીતે આગળ વધી રહી છે, એ અંગે હું ખરેખર ઘણી ઉત્સાહિત છું. આ તબક્કે હું જ્યાં પહોંચી છું, તેનો મને આનંદ તો છે. હું ઘણો રોમાંચ અનુભવી રહી છું,' પલક તિવારી કહે છે. પછી ઉમેરે છે, 'હું ખૂબ જ પરિશ્રમ કરી રહી છું અને મારા પ્રોજેક્ટ્સને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી રહી છું.'
પલક તિવારીનું હાર્ડી સંધુ સાથેનું 'બીજલી બીજલી' વિડીયો સોંગ ૨૦૨૧માં આવ્યું ત્યારથી એ લોકપ્રિય બની છે. 'કિસી કા ભાઈ, કિસી કી જાન' ફિલ્મમાં સલમાન સાથે પલક તિવારી હવે ચમકવાની છે.
ઘણા લોકો એવું માની રહ્યાં છે કે પલક તિવારી તેની માતા અભિનેત્રી શ્વેતા તિવારીનાં ડગલે આગળ વધી રહી છે. 'મારું બધુ જ મારા પરિવાર સાથે સંકળાયેલું છે અને મારો પરિવાર ટીવી સાથે સંકળાયેલો હતો, પણ મારી આંખો અને હૃદય તો કાયમ બોલિવુડ પર જ રહ્યાં છે,' પલક કહે છે. પછી એ ઉમેરે છે, 'મારી મમ્મીનું ફેમસ ટીવી સ્ટાર હોવું, 'બીજલી બીજલી' ગીતને મળેલી સફળતા... આ બધું પુષ્કળ પ્રચંડ પ્રેશર લઈને આવે છે. આ પ્રેશર તમને કચડી નાખે એવું હોય છે. હું એવા પ્રયાસ કરીશ કે એ મારા પર કોઈ પણ જાતનું દબાણ હાવી ન થઈ જાય. મારે એકેએક ચીજનો પૂરતો આનંદ માણવો છે. અત્યારે હું માત્ર પોઝિટિવ બાબતો પર જ ફોકસ રાખવાનો પ્રયત્ન કરું છું.'
રુપકડી પલક સમાપન કરતાં કહે છે, 'મેં તો હજુ શરુઆત પણ કરી નથી, પણ છતાંય મેં જે કંઈ મેળવ્યું છે એ માટે હું ધન્યતા અનુભવું છું. મને કોઈ વાતનો રંજ નથી. '
ઓલ ધ બેસ્ટ, પલક.