Get The App

પલક તિવારી 13 વર્ષે મળી પિતા રાજા ચૌધરીને

Updated: Apr 15th, 2021

GS TEAM

Google News
Google News
પલક તિવારી 13 વર્ષે મળી  પિતા રાજા ચૌધરીને 1 - image


એ  વાત સર્વવિદિત  છે કે અભિનેત્રી  શ્વેતા  તિવારી  અને તેના પહેલા પતિ રાજા ચૌધરીનું સાત વર્ષનું  વિવાહિત જીવન ઘરેલું હિંસાને પગલે  છૂટાછેડામાં  પરિણમ્યું હતું અને તેમની પુત્રી  પલક શ્વેતા  સાથે જ  રહે  છે.  પરંતુ તાજેતરમાં  રાજા ચૌધરીને લાંબા વર્ષોના  ઈન્તઝાર  પછી પુત્રી પલકને મળવાની તક મળી હતી.

પલકને  મળ્યા પછી તરત જ  રાજા ચૌધરીએ પુત્રી સાથેનો તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ  પર પોસ્ટ  કરવા સાથે  લખ્યું હતું 'મોમેન્ટ   ઓફ માય લાઈફ'.  તેણે વધુમાં લખ્યું હતું  કે હું મારી પુત્રીને લાંબા ૧૩ વર્ષ પછી મળ્યો હતો.  મેં તેને છેલ્લે જોઈ ત્યારે તે બાળકી હતી, પણ હવે તે યુવાન થઈ ગઈ  છે. અલબત્ત,  પલક અને  હું દરરોજ  વોટ્સએપના માધ્યમથી  સંપર્કમાં  રહીએ છીએ.  હું તેને દરરોજ  ગુડ મોર્નિંગનો મેસેજ  મૂકું છું. પરંતુ અમે આ વર્ષો  દરમિયાન  મળ્યા નહોતા.  હું મારા માતાપિતા  સાથે મેરઠમાં  રહું છું અને પલક મુંબઈમાં.

જો કે તાજેતરમાં હું એક કામ માટે  મુંબઈ આવ્યો  હતો ત્યારે મેં પલકને ફોન  કર્યો હતો.  અને મને મળવા તેણે પોતાની  ફિલ્મના રિહર્સલમાંથી  પણ  સમય  કાઢ્યો.  અમે   અંધેરીની  એક હોટેલમાં  દોઢ  કલાક માટે મળ્યા.  અમારી વચ્ચે કોઈ મતભેદ  કે  મનભેદ  અથવા રંજ નહોતો.  અમે અમારા  ભૂતકાળની  વાતો પણનહોતી કરી.  અમારી વચ્ચે માત્ર લાગણીસભર વાતો થઈ.

રાજાએ   ઉમેર્યુ ંહતું કે પુત્રીને મળવાની મળેલી તક હું ગુમાવી  દેવા નહોતા માગતો.  હું ભલે તેને ૧૩ વર્ષ સુધી  નહોતો મળ્યો.  પરંતુ તેના પ્રત્યેનો મારો સ્નેહ અકબંધ  છે.  આટલા વર્ષ સુધી મને  પલકને મળવાની  છૂટ નહોતી.  પણ હવે  તે મોટી થઈ ગઈ  છે અને પોતાના  નિર્ણયો  પોતાની મરજીથી લઈ શકે છે.  બાકી આ  વર્ષો  દરમિયાન  પણ  હું તેને મળવા માગતો હતો.  મારે  તેને મારી નજર  સમક્ષ મોટી થતી  જોવી  હતી.  એક પિતા તરીકે વ્હાલસોઈ દીકરીને શાળાએ  જતી જોવાનું,  તેના ગમા-અણગમા  વિશે જાણવાનું  હું ચૂકી ગયો. પરંતુ હું તેને  મળ્યો ત્યારે  મને અહસાસ  થયો કે તે ખૂબસુરત  યુવતી બની ગઈ  છે. અને તેનો સઘળો યશ  હું મારી પૂર્વપત્ની  શ્વેતાને આપું છું.  પલકને મળ્યા  બાદ હું બહુ  ખુશ છું.

Tags :