Get The App

પલક મુંછલે જીવનસંગીત માટે વર્લ્ડ રેકોર્ડ કયા!

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
પલક મુંછલે જીવનસંગીત માટે વર્લ્ડ રેકોર્ડ કયા! 1 - image

- 'ડોક્ટરો મને ઓપરેશન થિયેટરમાં હાજર રહેવા દે છે અને હું ત્યારે ગીતા, નવકાર મંત્રનો પાઠ કરું છું તેમજ શ્લોકો બોલું છું.'

એજાણીતી ગાયિકા પલક મુંછલે 'આશિકી..' આશિકી-૨ : ૨૦૧૩ અને હુઆ હૈ આજ પહેલી બાર સનમ રે.. (સનમ રે ૨૦૧૬) ગીતોથી સારીએવી લોકપ્રિયતા હાંસલ કરી છે, તેની કોઈ ઓળખ આપવાની જરૂર નથી. હવે તેનું સ્થાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી ગયું છે અને તેની આ લોકપ્રિયતા ફિલ્મ-સંગીત માટે નહીં, પણ તેના માનવતાવાદી કાર્યો માટે! ઘણાં ઓછાને ખબર હશે કે પલકે તેના પલક પલાસ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં વંચિત બાળકો માટે ૩,૯૪૭ હાર્ટસર્જરી માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી છે.

આ પ્રસિધ્ધિ માટે વાત કરતાં પલક કહે છે કે હું સાત વર્ષની હતી ત્યારથી હૃદયરોગના દર્દીઓ માટે ગીતો ગાતી આવી છું. હું સેવ લિટલ હાર્ટ્સ નામની કોર્ન્સ્ટ ચલાવી રહી છું. જ્યાં દરેક પ્રદર્શનમાંથી મળતી મહેનતાણાંની રકમ હૃદય રોગથી પીડાતા બાળકોની સર્જરીમાં જાય છે. હું જે હેતુ માટે કામ કરું છું તે મને દરરોજ માનવ લાગણીનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. ડોક્ટરો મને ઓપરેશન થિયેટરમાં રહેવા દે છે અને હું ત્યારે ગીતા, નવકાર મંત્રનો પાઠ કરું છું અને શ્લોક બોલું છું. જ્યારે તબીબો મને કહે છે, અભિનંદન પલક તારું બાળક બચી ગયું છે ત્યારે હું ઉજવણી કરું છું.

ગાયિકા માટે ટૂંક સમયમાં ઉજવણી કરવાનું બીજું કારણ હશે કારણ કે તેના ભાઈ સંગીતકાર પલાસ ભારતીય મહિલા રાષ્ટ્રીય ટીમની ઉપકપ્તાન સ્મૃતિ મંધાના સાથે લગ્નની તૈયારીમાં છે. આ અંગે જ્યારે પલકને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, કંઈ પણ કહેવું અત્યારે ઘણું વહેલું કહેવાશે. પરંતુ અમારા પરિવારજનો ખૂબ ખુશ છે.

સ્મૃતિ-પલાશનું લગ્ન કાર્ડ લીક- તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાસ મુછલના લગ્નનું આમંત્રણ પત્ર ફરતું થયા બાદ ઈન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો.  

આ કાર્ડ બતાવે છે કે આ દંપતિ ૨૧ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન કરવાનું છે. જો કે ઘણા ચાહકોને ખાતરી નથી કે આ સાચું છે કે નહીં. હજુ થોડા દિવસ પહેલા જ પલાસે આ સમારંભ વિશે સંકેત આપતા કહ્યું હતું કે એ ટૂંક સમયમાં ઈન્દોરની વહુ બનશે.